SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ જીવ અધિકાર. [ પ્રથમ લેકાંતિકેનું સ્વરૂપ બ્રહ્મક” નામના પાંચમા દેવલેકની ચારે દિશા, ચારે વિદિશા અને મધ્ય ભાગમાં વસવાને કારણે લોકાંતિકના નવ પ્રકારે પડે છે. જેમકે પૂર્વ—ઉત્તર (ઈશાન) ખૂણામાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, પૂર્વ-દક્ષિણ (અગ્નિ) ખૂણામાં વહુનિ, દક્ષિણમાં અરુણ, દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં ગદતોય, પશ્ચિમમાં તુષિત, પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય) ખૂણામાં અવ્યાબાધ, ઉત્તરમાં ૨સસત અને મધ્યમાં અરિષ્ટ નામના લોકાંતિક દે રહે છે. એમનાં વિમાનો : "કૃષ્ણરાજી પૈકી બબ્બેના આંતરામાં તેમજ એ સર્વના મધ્યમાં આવેલા છે. આ દવે વિષય-તિથી વિમુખ છે તેથી તેમને “દેવર્ષિ કહેવામાં આવે છે. તેમનામાં કઈ કેઈથી મેટું નાનું નથી એટલે એ બધા સ્વતંત્ર છે. એમનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમનું છે. જિનેશ્વરના નિષ્ક્રમણ સમયે એટલે તેઓ ગૃહનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે તે વેળા એમની પાસે આવી “વુ , ગુર” શબ્દ ઉચ્ચારી તેઓ પ્રતિબોધ કરવા રૂપ પિતાની ફરજ બજાવે છે. આ દેવે એકાવતારી છે. અર્થાત અહીંથી અવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ તેઓ ક્ષે જાય છે. આ પ્રમાણે શ્રી પ્રદ્યુમ્નસૂરિકૃત વિચાર સાર (ગા. ૧૨૩)માં ઉલ્લેખ છે, જ્યારે પ્રવચનસારે (ગા. ૧૪૪૭)માં તેમજ "લધિસ્તંત્ર પ્રમાણે તેઓ સાતમે કે આઠમે ભવે મેક્ષે જાય છે. આ દેવેની સંખ્યા ૨૪૪૫૫ અથવા મતાંતર પ્રમાણે ૨૨૬૩૭૭ ની દર્શાવાય છે. ભવનપતિ વગેરેના ઈન્દ્રાદિ ભે– આ પ્રમાણે આપણે ભવનપતિ પ્રમુખ દેના વિવિધ પ્રકારો જોયા હવે ભવનપતિ અને વમાનિક દેના અન્ય રીતે જે દશ દશ ભેદે પડે છે તેને તેમજ વ્યન્તર અને જ્યોતિષ્કના જે આઠ આઠ ભેદે પડે છે તેને વિચાર કરીએ. ઉપર્યુક્ત દશ ભેદે બીજા કેઈ નહિ પણ નીચે મુજબ જાણવાઃ ૧ દિગંબર સંપ્રદાય પ્રમાણે આઠ કાન્તિકે છે. ત્યાં “ મત’ને ઉલ્લેખ નથી જુઓ તાર્થરાજ (મૃ. ૧૭૩ ). ૨ આનું બીજું નામ “આગ્નેય ' છે. જુઓ પ્રવચનસારની વૃત્તિનું ૪૨૧ મું પત્ર. ૩ કેટલાક આને " રિઝ 'ના નામથી ઓળખાવે છે. ૪ આનાં નામે તથા સ્વરૂપ માટે જુઓ વૈરાગ્યરસ (પૃ. ૨૪૨-૨૪૩ ). ૫ આ રહ્યો એ ઉલેખ – " सम्पदचु मा चउकय आहारगुवसमगजिणगणहराई। नि अमेण तभवसिवा सत्तट्रमधेहिं लोगती ॥" सर्थार्थच्युताश्चतुष्कृताहारकोपशमक जिनगणधरादयः । નિરેન તન્નકણિકા: સામાજિar: I ] (૬ જુઓ શ્રીગજસાર મુનિવરકૃત દંડકપ્રકરણ (પૃ. ૮), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy