________________
૫૦૩
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. તિષ્કના દશ પ્રકારો
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ નક્ષત્ર અને *પ્રકીર્ણક તારા એમ તિષ્કના પાંચ ભેદો છે. તેમાં પણ સ્થિર અને ચર એવા દરેકના બે બે પ્રકારે ગણતાં એકંદર રીતે જેષ્ઠિના દશ પ્રકાર થાય છે. તિપ્રકાશમાન વિમાનમાં સૂર્ય વગેરે રહે છે, તેથી તેઓ “તિષ્ક” કહેવાય છે. એ બધાના મુગટમાં પ્રભામંડળ જેવું ઉજજવળ ચિ હોય છે; સૂર્યને સૂર્યમંડળ જેવું, ચંદ્રને ચંદ્રમંડલ જેવું ઈત્યાદિ. વૈમાનિક દેના પ્રકારો –
વૈમાનિક એ નામ કેવળ પારિભાષિક છે, કેમકે વિમાનથી ચાલતા એવા તો અન્ય નિકાયના દેવો પણ છે. આ વૈમાનિક દેના કપ પન્ન અને કલ્પાતીત એવા બે ભેદ પડે છે. જે કલ્પમાં રહે છે તે “કલપેપપન્ન” છે અને જે કપની બહાર છે તે “કપાતીત” છે. કપન્ન દેશમાં સેવ્ય–સેવક ભાવ છે, પરંતુ કપાતીતમાં તેમ નથી; ત્યાં તો બધા સ્વતંત્ર છે. તેઓ બધા ઇન્દ્ર જેવા હેવાથી અહમિન્દ્ર” કહેવાય છે. કેઈક કારણસર મનુષ્ય-લેકમાં જવાનું થાય તો તે કામ કપપપનનું જ છે; પાતીત તો પોતાના સ્થાનને છોડીને કયાંય જતા નથી. આ બધા વૈમાનિક એક સ્થાનમાં વસતા નથી તેમજ તિરછા પણ નથી, કિન્તુ એક બીજાની ઉપર ઉપર રહે છે.
1 એક એક ચંદ્રને પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્રો અને ૬૬૭૫ કટાકેટિ તારાનો છે.
૨-૩ ગ્રહ અને નક્ષત્રોનાં નામો માટે જુઓ શ્રીભકતામર કાવ્યસંગ્રહ ( ભા. ૨ )નાં પૃ. ૬૧-૬૨, ૭૨.
૪ પ્રકીર્ણક તારા કહેવાનો મતલબ એ છે કે બીજા કેટલાક તારાઓનું ભ્રમણ નિયમિત નથી: કોઈક વાર તેઓ સૂર્ય, ચન્દ્રની નીચે તે કોઇક વેળા તેની ઉપર પણ ચાલ્યા જાય છે. જ્યારે તેઓ સૂર્યની નીચે ચાલે છે ત્યારે તે સૂર્યની નીચેના દશ યોજન પ્રમાણુવાળા જ્યોતિષ્કન્ક્ષેત્રમાં ચાલે છે. જ્યોતિષ્ક-ચક્રના ક્ષેત્રનો “ આરંભ “મેરુ'ના સમતલ ભૂમિભાગથી ૭૯૦ યોજનની ઊંચાઇથી થાય છે. તેની ઊચાઇ ૧૧૦ એજનની છે. તિર્યમ્ દિશામાં તો તેનું પરિમાણું અસંખ્યાત દ્વીપ, સમુદ્ર પર્યંતનું છે.
૫ સરખાવો“ જયોતિદાદા સૂરમણ પ્રારક્ષswીકતારna ''
-- તત્વાર્થાધિ. (અ. ૪, સૂ. ૧૨ ) ૬ મનુષ્યલોકની બહારનાં સૂર્ય વગેરે જ્યોતિક વિમાન સ્થિર છે, કેમકે એ વિમાન સ્વભાવથી એક જગ્યાએ જ કાયમ રહે છે, આમ તેમ ગતિ કરતાં નથી આને લઇને તો એની લેસ્યા અને લક્ષ યોજન પ્રમાણુક પ્રભા પણ એકરૂપે સ્થિર છે એટલે કે ત્યાં રાહુ આદિની છાયા ન પડવાથી
તિષ્ઠાનો સ્વાભાવિક પીળો રંગ જેવો ને તે કાયમ રહે છે. વળી આ વિમાને સ્થિર હોવાથી ત્યાં ઉદય અને અસ્ત માટે પણ અવકાશ નથી.
૭ “ માનષોત્તર' પર્વત સુધી મનુષ્ય-લોક છે. લોકમાં આવેલા જ્યોતિષ્ક સદા ગતિશીળ છે. એમનું ભ્રમણ “મેરની ' ચારે બાજુએ થાય છે. જોકે લોક–મર્યાદાના સ્વભાવથી જ જ્યોતિષ્ક વિમાનો સર્વદા પિતાની મેળે જ ફરે છે, છતાં વિશિષ્ટ સમૃદ્ધિ પ્રકટ કરવાને અર્થે તેમજ આભિયોગ્ય નામ-કર્મના ઉદયથી ક્રીડાશીલ કેટલાક દેવો એ વિમાનને ઉપાડીને ફરે છે. ૮ સરખાવો -- “ #vvvat: જાતીતાય ! ”
-તત્વાર્થ ( અ. ૪, સૂ. ૧૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org