________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૪૯
અસુરકુમારમાં પરમ અધમને સેવનારા પંદર પ્રકારના પરમધાર્મિક દેવતાને સમાવેશ થાય છે કે જેઓ અનેક જાતનું પાપ કરી મૃત્યુ પામી અડગેલિક તરીકે જન્મે છે. ભવનપતિઓનાં નિવાસસ્થાને –
જબૂ” દ્વીપમાં આવેલા “સુમેરુ” પર્વતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તિરછા અનેક કટાકેટિ લક્ષ જન સુધી ભવનપતિઓ રહે છે. અસુરકુમાર મોટે ભાગે આવામાં અને કવચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર વગેરે તે મોટે ભાગે ભવનમાં જ
૧ (૧) અંબ, (૨) અંબરીષ, (૩) શબલ, (૪) શ્યામ, (૫) રૌદ્ર, (૬) ઉપરૌદ્ર, (૭) અસિપત્ર, (૮) ધનુ, (૯) કુંભ, (૧૦) મહાકાળ, (૧૧) કાળ, (૧૨) વૈતરણી, (૧૩) વાલુક, (૧૪) મહાઘોષ અને (૧૫) ખરરવર એ ૧૫ પ્રકાર છે. પહેલા પરમાધાર્મિક નારકને ઊંચે લઈને પછાડે છે.. બીજો ભઠ્ઠીમાં પકાવી શકાય એવા એમના ટુકડા કરે છે. ત્રીજે એમનાં આંતરડાં, હદય વગેરેને ભેદે છે. ચોથો એમને કાપે છે. પાંચમો ભાલા વગેરેમાં એમને પરાવે છે. છો એમનાં અંગોપાંગને ભાંગે છે. સાતમે તરવારના જેવા આકારવાળાં પાનું વન ( અસિવન ) બનાવે છે. આઠમે ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચન્દ્રાદિ બાણ વડે એમને વીંધે છે. નવમો એમને કુંભાદિમાં પકાવે છે. દશમ એમના ક્ષ માંસના ખંડોને ખાંડીને તેમને ખવડાવે છે. અગ્યારમો એમને અગ્નકુંડ વગેરેમાં પકાવે છે બારમો ઉકળતાં લેહી અને પરૂ વગેરેથી ભરેલી “વેતરણી ' નદી રચે છે. તેરમો “ કદંબ' પુ૫ના આકારવાળી રેતીમાં એમને
જે છે. ચૌદમે ત્યાંથી નાસી છૂટવાને પ્રયત્ન કરનારાને મોટેથી બૂમ મારીને રેકે છે. પંદરમો વજન કાંટાને લીધે ભયંકર એવા “ શામલી ” વૃક્ષ ઉપર એમને ચઢાવીને ખેંચે છે.
૨ “સિંધુ નદી “લવણ” સમદ્રને જયાં મળે છે ત્યાંથી દક્ષિણ દિશામાં ૫૫ યોજને એક વેદિકા આવેલી છે. તેમાં ૧૨ યોજનના પ્રમાણુવાળી એક ભયંકર જગ્યા છે. ત્યાં આગળના સમુદ્રની ઊંડાઈ ટા જનની છે તેમજ ત્યાં ૪૭ અતિશય અંધારી ગુફાઓ છે. આ ગુફાઓમાં પ્રથમ સંહનનવાળા, મહાપરાક્રમી તેમજ મધ, માંસ અને મહિલાના ભેગને વિષે લંપટ એવા જલચર મનુષ્યો રહે છે. એમને રંગ કાળે છે અને સ્પર્શ કઠણુ છે તેમજ એમની દષ્ટિ ઘોર, ભયાનક છે. એમની કાયા ૧૨ હાથની છે અને એમનું આયુષ્ય સંખ્યાત વર્ષનું છે.
આ ત્રાસદાયક સ્થળથી ૩૧ યોજન દૂર, સમુદ્રની વચ્ચે અનેક મનુષ્યની વસ્તીવાળા “રત્નદીપ નામ દ્વીપ છે. અહીંના મનુષ્યો પાસે વજની બનાવેલી ઘંટીઓ છે. એ ઘંટીઓને તેઓ મદ્ય અને માંસ વડે લીંપે છે તેમજ એ અનિછ વસ્તુઓ એમાં નાખે પણ છે. મા અને માંસથી ભરેલાં ટૂંબડાંએનાં વહાણ ભરીને તેઓ પેલા જલચર મનુષ્યો પાસે જઈ તેમને લલચાવે છે. તેઓ લોભના માયો તેમની પાછળ પાછળ આવે છે અને ક્રમે ક્રમે પેલી ઘંટીએ માં પડે છે. અગ્નિમાં પકાવેલા માંસને તેમજ જુના મઘને તેઓ બે ત્રણ દિવસ સુખેથી ખાય એટલામાં તે તદ્દીપવાસીએ શસ્ત્રબદ્ધ સુભટ સાથે આવી ઘંટીઓને ચાલતી કરી તેમને ચોતરફથી ઘેરી લે છે. અતિદૂઃસહ ઘંટીઓ એક વર્ષ પર્યત ફેરવવામાં આવે છે, પરંતુ પેલા જલયરનાં હાડકાને જરા પણ " ચ આવતી નથી, કિન્તુ આ બાર મહિનામાં ભયંકર દુઃખને સહન કરતા તેઓ મરણ પામે છે. ત્યાર બાદ રનો મેળવવાની ઇચ્છીવાળા રત્નદીપવાસીઓ આ જલચરીના અંડગલકને ચમરીના પૂછડાના વાળથી ગુંથીને તેને બંને કાનમાં લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. આ અંગેલકને લઈને ‘કુલીરતંતુ 'મત્સ્ય વગેરે તેમને એજ કરી શકતા નથી. આ પ્રમાણેની હકીકત મહાનિશીથના ચોથા અધ્યયનમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org