SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. બતાવેલા પ્રકારે તરફ નજર કરીશું તો જણાશે કે પ્રથમ તે આયના ત્રાદ્ધિ-પ્રાપ્ત અને અદ્ધિપ્રાપ્ત એવા બે ભેદ પડે છે. તેમાં વળી ઋદ્ધિપ્રાપ્ત આર્યના તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, વિદ્યાધર અને ચારણ એમ છ પ્રકારે છે. અદ્ધિપ્રાપ્ત આર્યોના ક્ષેત્ર-આર્ય, જાતિ-આર્ય, કુલઆર્ય, કમ-આર્ય, શિલ્પ-આર્ય, જ્ઞાન-આર્ય, ભાષા-આર્ય, ચારિત્ર-આય અને દર્શન-આર્ય એમ નવ ભેદ પડે છે. તેમાં આર્ય-દેશમાં ઉત્પન્ન થયેલા “ક્ષેત્ર-આર્ય કહેવાય છે. પ્રશસ્ત ઇભ્ય જાતિમાં જન્મેલા “જાતિ-આર્ય કહેવાય છે. ઉગ્ર, ભગ, રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન અને કુરુ કુળમાં જન્મેલા “કુલ-આય” કહેવાય છે. વસ્ત્ર, સુતર, કપાસ, માટીનાં વાસણુ વગેરેનો વ્યાપાર કરનાર કમ-આર્ય કહેવાય છે. દરજી, સાળવી, છત્રી બનાવન ૨, મશક બનાવવાવાળા (દતિકાર), કાઠપાદુકા (પાવી) બનાવનારા, સાદી બનાવનારા ઈત્યાદિ “શિ૯પ-આય ' કહેવાય છે. જેમાં અર્ધમાગધી ભાષા બોલે છે તેઓ “ભાષા-આર્ય કહેવાય છે. જ્ઞાનવાળા જ્ઞાન-અય, દશનવાળા ‘દશનઆર્ય અને ચારિત્રવાળા બૈચારિત્ર-આય” કહેવાય છે. ક્ષેત્ર-આર્યો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય છે. આ કર્મભૂમિનું લક્ષણ એ છે કે सम्यग्दर्शनादिरूपमोक्षमार्गज्ञातृत्वोपदेष्ट्रत्वादोनामुत्पत्तिस्थानપરવું વર્ગમૂર્ઝક્ષણમ્ I (૨૭૨) અથવ સમ્યગદર્શનાદિક એક્ષ-માર્ગના જાણકાર તેમજ તેના ઉપદેશક પ્રમુખના ઉત્પત્તિસ્થાનને કર્મભૂમિ કહેવામાં આવે છે. કૃષિ, મસી અને અસિને જ્યાં વ્યવહાર હોય તે કર્મભૂમિ જાણવી અને બાકી બધી ભૂમિ “અકર્મભૂમિ સમજવી. ૧ આના સ્વરૂપ માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિ (પૃ. ૨૦૯૨૧૬). ૨ તસ્વાર્થરાજ૦ (પૃ. ૧૪૩ )માં તે ઋદ્ધિ પ્રાપ્ત આયના બુદ્ધિ, ક્રિયા, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ અને ક્ષેત્ર આશ્રીને આઠ ભેદ પાડવામાં આવ્યા છે. આના વળી અવાંતર ભેદ પણ ત્યાં દર્શાવવામાં આવ્યા છે. ૩ તસ્વાર્થરાજીત ( પૃ. ૧૪૨ માં આને બદલે પાંચ ભેદ છે. જેમકે ક્ષેત્ર-આર્ય, જાતિઆર્ય, કર્મ-આર્ય, ચારિત્ર-આર્ય અને દર્શન–આર્યા. કર્મ-આર્યના જે મુખ્ય અને અવાંતર ભેદે ત્યાં દર્શાવાયા છે તે નોંધવા જેવા છે, પરંતુ ગ્રંથ-ગૌરવના ભયથી તે ત્યાંથી જ જોઈ લેવા ભલામણ કરાય છે. કે આની સંખ્યા “ ભરત ક્ષેત્ર આશ્રીને ૨પાની છે એ દેશમાં જ તીર્થકર, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવને જન્મ થાય છે, માટે તો એ “આર્યાદેશ કહેવાય છે. આ પ્રત્યેક દેશના તેમજ તેની રાજધાનીના નામ માટે જુઓ વૈરાગ્યરસ (પૃ. ૨૭૦). ૫ અંબષ્ઠ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત અને ચુંચણ એમ છ જાતની ઇભ્ય જાતિઓ છે. ૬ આભિનિબોધિક વગેરે પાંચ જ્ઞાન આશ્રીને એના પાંચ ભેદો પડે છે. ૭ આના સરાગ દર્શન-આર્ય અને વીતરાગ દર્શન-આર્ય એ બે મુખ્ય પ્રકારો છે તેમાં પ્રથમના નિસર્ગ ચિ, ઉપદેશ–ચિ ઇત્યાદિ દશ ભેદ છે ( જુઓ પૃ. ૧૨૫-૧૨૬ ), જયારે બીજાના ઉપશાંતકષાય અને ક્ષીણુ-કષાય એવા બે મુખ્ય ભેદ છે. વળી આ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. જુઓ પ્રજ્ઞાપના ૧ ૫. ૧, સુ. ૩૭ ) ૮ સામાયિક વગેરે પાચ ચારિત્રો આશ્રીને એના પાંચ મુખ્ય પ્રકાર પડે છે. એ પ્રત્યેકના અવાંતર ભેદ પણ છે. જુઓ પ્રજ્ઞાપના ( ૧ , સૂ. ૩૭ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy