________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. તિયની કાયસ્થિતિ –
સૂમ નિગદના છની કાય-સ્થિતિ ત્રણ પ્રકારની છે -(૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. જે જીવે કદાપિ અનાદિ સૂક્ષમ નિગદમાંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેમની કાય-સ્થિતિ અનાદિ અનંત છે. એ અનંત પુદ્દગલ-પરાવત જેટલી છે. જેઓ અનાદિ સૂમ નિગોદમાંથી હજી બહાર નીકળ્યા નથી પરંતુ ભવિષ્યમાં નીકળનાર છે, તેમની સ્થિતિ અનાદિ સાંત છે. આ સ્થિતિ પણ અનંત પુદગલ-પરાવર્ત જેટલી છે, કેમકે અનાદિ સૂક્ષ્મ નિગોદરૂપ અવસ્થામાં એમને જેટલે કાળ ગયા તે અનંત છે અને કેટલાકને તે ભાવિ-કાલ પણ અનંત છે. વ્યવહાર–રાશિમાં આવીને ફરીને જેઓ સૂક્ષ્મ નિગોદમાં જાય છે, તેમની કાય-સ્થિતિ સાદિ સાંત છે. એનું માપ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી છે. ક્ષેત્રથી વિચારીએ તો કાકાશ જેવડા અસંખ્ય આકાશ-ખંડના પ્રદેશમાંથી પ્રત્યેક સમયે એકેક પ્રદેશ લઈ લેતાં જેટલાં કાલ–ચક્રો વ્યતીત થાય તેટલી એની કાય-સ્થિતિ છે. આ કાલ-ચક્રો અસંખ્ય છે, કેમકે જૈન દર્શન પ્રમાણે ક્ષેત્ર કાળ કરતાં સૂમ છે, કારણ કે અંગુલ પ્રમાણે આકાશ-શ્રેણિના આકાશ-પ્રદેશની સંખ્યા અસંખ્ય ઉત્સર્પિણીના ક્ષણે (સમયે ) જેટલી થાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અષ્કાય, સૂકમ તેજસ્કાય અને સૂક્ષ્મ વાયુકાયની કાય–સ્થિતિ કાળથી તેમજ ક્ષેત્રથી એટલી જ અને એઘથી વિચારતાં સૂફમપણામાં એટલો જ હોય. પ્રસંગતઃ એટલું ઉમેરીશું કે આવલિના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયે છે તેટલા પુદગલ-પરાવર્ત જેટલી ઉત્કૃષ્ટ કાચ-સ્થિતિ એકેન્દ્રિયપણામાં, તિર્યચપણમાં, અસીપણામાં, વનસ્પતિપણામાં અને નપુંસકપણામાં છે.
પૃથ્વીકાય, અષ્કાય. તેજસ્કાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય એ પાંચ જાતના બાદર છની તેમજ બાદર સાધારણ વનસ્પતિકાય પૈકી દરેકની એuથી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 92 કડાક સાગરેપની છે. એક આગળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ રહેલા છે તે પૈકી સમયે સમયે એકેક કાઢતાં જેટલી ઉત્સર્પિણી–અવસર્પિણી થાય તેટલી બાદર વનસ્પતિની કાય-સ્થિતિ છે. વળી સૂકમત્વ કે બાજરત્વની વિવક્ષા કર્યા વિના જે નિગદની એઘથી કાય-રિથતિ વિચારવામાં આવે તો તે અઢી પાગલ-પરાવતના છે, પૃથક પૃથક વિચારતાં પર્યાપ્ત બાદર પ્રવીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૧,૭૬,૦૦૦ વર્ષોની છે, કેમકે ઉત્કૃષ્ટ આયુષ્યવાળો પૃથ્વીકાય જીવ વધારેમાં વધારે આઠ ભવ સુધી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા પૃકાય તરીકે ઉત્પન્ન થાય. એ પ્રમાણે પર્યાપ્ત બાદર એવા અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય છની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુક્રમે ૫૬,૦૦૦ વર્ષ, ૨૪ દિવસ, ૨૪,૦૦૦ વર્ષ અને ૮૦,૦૦૦ વર્ષની છે. આ સર્વ જીવને લબ્ધિ-અપર્યાપ્તની દષ્ટિએ વિચાર કરીએ તે તેમની ઉત્કૃષ્ટ કાય-સ્થિતિ અંતમું ડૂતની છે.
પર્યાપ્ત હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુક્રમે સંખ્યાત વર્ષોની, સંખ્યાત દિવસની અને સંખ્યાત મહિનાઓની છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાય
૧ આ પ્રમાણે ભાવિ-કાલ અનંત હોવા છતાં તેનો અંત આવે છે. એ ઉપરથી આ અનંતનો સાંકેતિક અર્થ જાણો બાકી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org