SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. બેચરના ચાર ભેદ– બેચર (પક્ષી)ના ચાર પ્રકારો છે?—(૧) ચમે પક્ષી, (૨) લેમપક્ષી, (૩) સમુદગપક્ષી અને (૪) કવિતતપક્ષી. આમાંના પહેલા બે પ્રકારના અનેક ભેદ છે, જ્યારે બાકીનાના ભેદ નથી તેમજ તેમનું અસ્તિત્વ પણ મનુષ્યલકમાં નથી. તિયની ભવ-સ્થિતિ– પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ ઓઘથી ચાને સમુદાયની અપેક્ષાએ ર૨૦૦૦ વર્ષની છે, જ્યારે મૃદુ પૃથ્વીની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ ૧૦૦૦ વર્ષની, કુમાર-મૃત્તિકાની ૧૨૦૦૦ વર્ષની, રેતીરૂપ પૃથ્વીની ૧૪૦૦૦ વર્ષની, મનઃશિલાની ૧૬૦૦૦ વર્ષની, શર્કરા-પૃથ્વીની ૧૮૦૦૦ વર્ષની અને પત્થર જેવી ખર પૃથ્વીની ૨૨૦૦૦ વર્ષની છે. અકાય, તેજસ્કાય, વાયુ-કાય, પ્રત્યેક વનસ્પતિ-કાય અને સાધારણ વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અનુક્રમે ૭૦૦૦ વર્ષોની, ત્રણ અહોરાત્રની, ૩૦૦૦ વર્ષોની, ૧૦૦૦૦ વર્ષોની અને અંતમુહુતની છે. આ બધા એકેન્દ્રિય બાદર સમજવા, કેમકે સર્વે સૂક્ષ્મ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય અંતમુહૂર્તાનું જ છે. દ્વીન્દ્રિયની, ત્રીન્દ્રિયની અને ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ અનુક્રમે ૧૨ વર્ષ, ૪૯ દિવસ અને ૬ મહિના છે. તિર્યંચ પંચેન્દ્રિયના સંમૂરિષ્ઠમ અને ગર્ભજ એવા બે ભેદે છે. તે પૈકી સમૂમિ જલચર, ચતુષ્પદ, ઉરગ, ભુજગ અને ખેચરની ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ અનુકમે "પૂર્વ કટિવર્ષ, ૮૪૦૦૦ વર્ષ, ૫૩૦૦૦ વર્ષ, ૪૨૦૦૦ વર્ષ અને ૭૨૦૦૦ વર્ષની છે, જ્યારે ગર્ભજ જલચર, ચતુષ્પદ, ઉરગ, ભુજગ અને બેચરની ઉત્કૃષ્ટ ભવ-સ્થિતિ પૂર્વ કે2િ વર્ષ, ત્રણ પાપમ, પૂર્વ કોટિ વર્ષ, પૂર્વ કેટિ વર્ષ અને પપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સર્વે તિર્યંચ જીની જઘન્ય ભવ–સ્થિતિ તે અંતર્મુહૂર્તની જ છે. શ્રીરનશેખરસૂરિ લઘુક્ષેત્રસમાસમાં નિમ્નલિખિત ગાથા દ્વારા કેટલાંક ચેપગ જનાવરોનું આયુષ્ય સૂચવે છે – ૧ ચમત્મક પાંખવાળા તે “ ચર્મપક્ષી ' કહેવાય છે. એનાં નામો પ્રજ્ઞાપના ( સૂ. ૩૬ )માં તેમજ લોકપ્રકાશ ( સ. ૬, લો. ૧૦ ૩ )માં છે. જેમકે વશુલિ ( વડવાગુળ, વા ગલું ); ચામાં ચીડિયું, ભારંડ, સમુદ્ર-વાયસ ( દરિયાનો કાગડ ), પક્ષિવિરાલિક વગેરે. ૨ રૂવાંટીવાળી પાંખવાળાં પક્ષીઓ “ લેમપક્ષી ” કહેવાય છે. એનાં પણ નામ પ્રજ્ઞાપને ( સૂ. ૩૬ )માં તેમજ લોકપ્રકાશ ( સ. ૬, લો. ૮૯-૧૦ ૨ )માં છે. જેમક, કલસ, કબુતર, ઢક, કંક, કુરલ, ચક્રવાક, કેર, ક્રાંચ, સારસ, કકિંજલ, કૂકડે, તીતર, લાવરી, હારિત, કેવેલ, ચાતક, ખંજન, ગીધ, સમડી ચકલો, બાજ, સારિકા, શતપત્ર, ભરદ્વાજ, કુંભકાર, દુર્ગ, ઘુવડ, દાટ્યૂહ વગેરે તેમજ ૪૩૮મા પૂછમાં સૂયેલાં નામે ૩ ઉડતી વેળા પણ જેની પાંખે દાબડાની જેમ બીડાયેલી હોય છે તે “ સમુગપક્ષી ” કહેવાય છે. ૪ ઉડતું ન હોય ત્યારે સ્થિર બેઠું હોય ત્યારે પણ જેની પાંખ વિસ્તરેલી હેય-બડાયેલી ન હોય તે “ વિતતપક્ષી' છે. ૫ આટલે સુધીના આયુષ્યવાળી સંખ્યાત આયુષ્યવાળો ગણાય છે, ૬ આ યુમલિકની અપેક્ષાએ સમજવું. 62. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy