________________
૪૮૭
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા, જલચરના અવાંતર ભે–
જલચરાદિના સંક્ષેપથી આ પ્રમાણે પ્રકારે પડે છે, જ્યારે વિસ્તારથી વિચારતાં જલચરના (૧) મત્સ્ય, (૨) કચ્છપ (કાચ), (૩) ગ્રાહ, (૪) મગર અને (૫) શિશુમાર એમ પાંચ ભે પડે છે. તેમાં વળી મજ્યના અનેક પ્રકારે છે. જેમકે તિમિ, તમિંગલ, તંદુલ-મસ્ય, રોહિત-મસ્ય વગેરે. કચ્છપના હાડકાં અને માંસની બહલતાને ઉદ્દેશીને અસ્થિ-કચ્છપ અને માંસ કચ્છપ એવા બે પ્રકારો છે. ગ્રાહના (૧) દિલી, (૨) વેઢગ, (૩) મુદ્ધય. (૪) પુલક અને (૫) સીમાકાર એમ પાંચ પ્રકારે છે, મગર બે જાતના છે-(૧) સીંગર અને (૨) મદુમગર. શિશુમાર તે એક જ જાતના હોય છે. ચતુષ્પદાદિના પેટાવિભાગ
ચતુષ્પદના (૧) એક ખરીવાળા પગવાળા, (૨) બે ખરીવાળા પગવાળા, (૩) "ગંધ જેવા પગવાળા અને (૪) લાંબા નખ(નહેર)વાળા પગવાળા એમ ચાર પ્રકારે છે. એવી રીતે ઉર પરિસર્પના પણ (૧) અહિ, (૨) અજગર, (૩) “આસાલિક અને (૪) મહારગ એમ ચાર
૧ એને સ્વરૂપ માટે જુઓ હષભ-પંચાશિકા (પૃ.૧૩૯-૧૪૧).
૨ આની વિશેષ માહિતી માટે જુઓ પ્રજ્ઞાપના ( રુ. ૨૩ ) તેમજ લોકપ્રકાશ (સ. ૬, લો. ૬પ-૬૭).
૩ આ જીવોની ખરી ભિન્ન નથી–ટી નથી–એકત્ર સંધાયેલી છે અને તેઓ વાગોળતા નથી. પ્રજ્ઞાપના ( સ. ૩૪ )માં સૂચવ્યા મુજબ ઘોડે, ખચ્ચર, ગધેડ, કંદલક, આવર્તક વગેરે ઉદાહરણરૂપે રજુ કરાય છે.
૪ ઊંટ, બળદ, ગવય, રોઝ, બકરે, પાડે, મૃગ, સાબર, સૂર, મે, શરમ, ચમર, કરંગ, વગેરે. આ જીવોની ખરીમાં વચ્ચે ફટ છે અને તેઓ વાગોળે છે.
૫ પ્રજ્ઞાપનાની વૃત્તિ પ્રમાણે સોનીનું એક જાતનું ઉપકરણ, એરણે; જ્યારે ઉત્તરાધ્યયનની વૃત્તિ પ્રમાણે પાનું બીજકેશ.
૬ હાથી, ગેડે વગેરે.
૭ સિંહ, વાઘ, તરસ, દીપડો, ચિત્ત, રીંછ, શિયાળ, બિલાડી, કુતરો, શિકારી કૂતરા, સસલું વગેરે.
૮ સર્પોની વિવિધ જાતે વગેરે માટે જુઓ ચિત્રમયજગત (વ. ૧૨, અં. ૭)ને સર્વેનું સામ્રાજ્ય' નામને લેખ
૯ આ સંમમિ પ્રાણી છે- એ ગર્ભજ હેતું જ નથી. વળી એની ઉત્પત્તિ મનુષ્ય-ક્ષેત્રની બહાર હોતી નથી, તેમાં પણ વળી લવાદધિ અને કાલોદધિમાં એને સંભવ નથી. વળી અકર્મભૂમિમાં પણ એને માટે સ્થાન નથી. એ તે કેવળ પંદર કર્મભૂમિમાં અને યુગલિકેના સમયમાં પાંચ મહાવિદેહમાં, ચક્રવર્તી, વાસુદેવ જેવા રાજાઓની સેનાના નાશ વખતે તેમજ નગર, ગામ, બેટ વગેરેના વિનાશ સમયે એની નીચે સંમૂછની ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે એના શરીરની અવગાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org