SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ જીવ-અધિકાર. [ પ્રથમ ગતિ-વિચાર ગતિની અપેક્ષાએ જીવના ચાર ભેદે પડે છે. તે ગતિએ નરકગતિ, તિર્યંગ (તિયચ)ગતિ, મનુષ્ય-ગતિ અને દેવ-ગતિના નામથી ઓળખાય છે. નરકગતિનું લક્ષણ अशुभतराशुभतमलेश्यादिपरिणामवत्त्वे सति नरकगतिनामकोंदयरूपत्वं नरकगतेर्लक्षणम् । (१६७) અર્થાત અશુભતર અથવા અશુભતમ લેહ્યાદિ પરિણામવાળા નરકગતિરૂપ નામ-કમના ઉદયને નરકગતિ” જાણવી. નરક' શબ્દની વ્યુત્પત્તિ ‘નરક શબ્દની વ્યુત્પત્તિ એ રીતે તત્વાર્થરાજ (પ્ર. ૧૧૦)માં દર્શાવાઈ છે. જેમકે __ "शीतोष्णासवद्योदयापादितवेदनया 'नरान् कायन्ति-शब्दायन्त इति नर. काणि अथवा पापकृतः प्राणिन आत्यन्तिकं दुःखं नृणनित-नयन्तीति नरकाणि " અર્થાત્ શત, ઉષ્ણ તેમજ અસાત વેદનીયના ઉદયથી આવી પડેલી પિડાથી મનુષ્યને જે બૂમ પડાવે છે તે “નરક છે અથવા પાપી જીવો અતિશય દુઃખ પ્રતિ જ્યાં જીવેને લઈ જાય છે તે નરક છે. એકંદર જૈન દર્શન પ્રમાણે સાત નરકે છે અને તેનાં ઘમ, વંશા, શૈલા, અંજના, ષ્ટિા, માઘવ્યા અને માઘવી એ પ્રમાણે અનુક્રમે નામે છે. આની સાથે સંબંધ ધરાવનારા છે નારક” કહેવાય છે. નારકેની લેગ્યા પરત્વે આપણે ૩૫૩-૩૫૬ મા પૃષ્ઠમાં વિચાર કરી ગયા છે. નારકોને ક્ષેત્રજન્ય, પરસ્પરજન્ય અને પરમધામિકકૃત એમ ત્રણ પ્રકારની વેદના ભેગવવી પડે છે તેનું સ્થૂળ સ્વરૂપ શ્રી ચતુર્વિશતિજિના. (પૃ. ૧૧૮–૧૧૯)માં આલેખાયેલું છે. આ વિવિધ વેદના પૈકી પરમધામિંકકૃત વેદનાનું ગીર્વાણ ગિરામાં વૃત્તબદ્ધ વર્ણન તેમજ તેનું ભાષાંતર ઋષભપંચાશિકા (પૃ ૧૪-૧૪૫)માં અપાયેલું છે. વિશેષમાં ત્યાં નારકાવાસની તેમજ રત્નપ્રભાદિ ભૂમિના પ્રસ્તોની સંખ્યા તથા નારકના દેહના માન વિષે પણ આછી રૂપરેખા દેરાયેલી છે એટલે અહીં બધાની પુનરાવૃત્તિ ન કરતાં આવશ્યક હકીકતોની નોંધ કરવામાં આવે છે. સૌથી પ્રથમ ૧ “ઇમર્થનruithક્ષણાનિ જાયffજ વૃત્તિ-નારતોત્તિ : ” ૨ વામન-પુરાણમાં ૨૧ નરકને નિર્દેશ છે; એનાં નામો માટે જુઓ શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ (પૃ. ૧૧૭–૧૧૮ ). ૩ આ નામો તવાર્થ (અ. ૩, સુ. ૧)ના ભાષ્ય (પૃ. ૨૩૩) અનુસાર જાણવાં. જીવસમાસની બારમી ગાથા પ્રમાણે છઠ્ઠો અને સાતમી નરકનાં નામે મધવતી અને માધવતી છે. એની ટીકામાં છઠ્ઠીનું નામ “મધા પણ સૂચવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy