________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. વેદના-ઉપક્રમ- શૂળ વગેરે અત્યંત પીડાથી જે મરણ થાય તે વેદના-ઉપક્રમ-જન્ય સમજવું.. પરાઘાત-ઉપક્રમ
ઊી ખાઈમાં, કૂવામાં કે નદીમાં પ જવાથી થતું મરણ પરાઘાત-ઉપક્રમથી થયેલું જાણવું. સ્પર્શ-ઉપક્રમ
સાપ, વીંછુ વગેરે ઝેરી જાનવરને સ્પર્શ થતાં–તેના કરડવાથી તેનું ઝેર ચડી જે મરણ થાય તેમાં સ્પર્શ-ઉપક્રમને હાથ ગણાય. આનપ્રાણ-ઉપકમ
ઘણા વારસ લેવાથી કે તદ્દન રોકી રાખવાથી નીપજતું મરણ આનપ્રાણ-ઉપક્રમને લઈને થયેલું જાણવું.
ઉપર જે નિમિત્ત-ઉપક્રમને ઉલેખ કર્યો છે તર્ગત નિમિત્ત અનેક પ્રકારનું સંભવે છે. આચારાંગની વૃત્તિના ૧૦૩ મા પત્રમાં સાક્ષી રૂપે નેધેલી નિમ્નલિખિત આવશ્યક-નિર્યુક્તિની ગાથાઓમાં નીચે મુજબ તે ગણાવાયાં છે – ___" 'दंड कस सत्थ रज्जू अग्गी उदगपडणं विस वाला।
सीउण्हं अरइ भयं खुहा पिवासा य वाही य ॥ ७२५ ॥
मुत्तपुरीसनिरोहे जिण्णाजिण्णे य भोयणे बहुसो।
૧ કેટલાકની એવી માન્યતા હોય એમ જણાય છે કે જીવ અમુક શ્વાસોચ્છવાસ પૂરા કર્યા વિના મરતો નથી. આથી કરીને મરણ સમયે જે વધારે વાવાસ બાકી રહ્યા હોય અને વખત ઓછો હોય તો તે જલદી જલદી શ્વાસ લે છે અને તેમ કરી શ્વાસોચ્છવાસની પ્રતિનિયત સંખ્યા પૂરી કરે છે. પ્રકૃતિ વગેરે ગ્રંથમાં કહ્યું છે કે અતિશય દુ:ખીને શ્વાસોચ્છવાસ ઘણું હોય છે અને એની આયુષ્ય-કમની નિર્જરા પણ ઘણી હોય છે. આ પ્રમાણેના કથનને અનુલક્ષીને ઉપર મુજબની માન્યતા ઉપસ્થિત થઈ હોય એમ ભાસે છે; બાકી એ માન્યતા શાસ્ત્રોક્ત જણાતી નથી. કેમકે શાસ્ત્ર પ્રમાણે તે આયુષ્ય-કર્મના પુદગલની સંખ્યા નક્કી થયેલી હોય છે, નહિ કે શ્વાસોચ્છવાસની. વળી લબ્ધિ-અપર્યાપ્ત જેના આયુષ્યને અંત શ્વાસોચ્છવાસના વ્યાપાર વિના થાય છે એટલે આયુષ્યની સાથે શ્વાસોચ્છવાસના વ્યાપારની વ્યાપ્તિ નથી. બાકી જીવ જીવે ત્યાં સુધી શ્વાસોચ્છવાસ લેવા મૂકવાનો તે વ્યાપાર કરે છે એ વાતની તેમજ આ વ્યાપાર આયુષ્યની ઉદીરણામાં હેતુરૂપ સંભવે છે એ હકીકતની તો ભાગ્યે જ કેઈ ના પાડશે. ૨ છાયા
दण्डः कशा शस्त्रं रज्जुर ग्निरुदकपतनं विषं व्यालाः । शीतोष्णमरतिभयं क्षुधा पिपासा च व्याधिश्च ॥ मुत्रपुरोषनिगेधो जीर्णोऽशोणे च मोजने बहुशः।.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org