SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ જીવ-અધિકાર, [ પ્રધ્યમ બરાબર છૂટું કરીને સૂકવીએ અને બીજાને વાળેલું ને વાળેલું સૂકવીએ તે જણાશે કે છૂટું કરેલું છેતીઉં જલદી સૂકાઈ જશે, જ્યારે વાળેલા છેતીઆને સૂકાતાં વાર લાગશે. અત્ર બને ધોતીઆમાં જળનું પરિમાણ સમાન હોવા છતાં તેમજ શેષણ–ક્રિયા પણ એક સરખી હોવા છતાં ધાતીઓના સંકોચ અને વિસ્તારને લઈને એને સૂકાઇ જવામાં વિલંબ અને શીવ્રતાને ફરક પડે છે. એ જ રીતે સમાન પરિમાણના-સરખા પુદ્ગલવાળા અનપર્તનીય અને અપવર્તનીય આયુષ્યને ભેગવવામાં ફક્ત વિલંબ અને શીઘતાને જ તફાવત છે. આથી એ વાત પણ ફુટ થઈ હશે કે નિયત કલમયાની પૂર્વે આયુષ્યને ક્ષય થતું હોવા છતાં કૃતનાશ, અકૃતાગમ અને નિષ્ફળતા એ દેશે માટે સ્થાન રહેતું નથી, કેમકે જે આ યુષ્ય-કમના પુદગલે લાંબા કાળે ભેગવી શકાય તેમ હતા તે જ એક સાથે ભેળવી લેવાય છે. વિપાદ–અનુભવ થયા વિના એને કોઈ પણ ભાગ આત્મપ્રદેશથી છૂટતો નથી. આથી કૃતકર્મને નાશ કે બદ્ધ કર્મની નિષ્ફળતારૂપ દેશનું અસ્તિત્વ વંધ્યા-પુત્રના જેવું છે. વળી કમ અનુસાર મૃત્યુ પણ આવે છે જ, એથી કરીને અકૃત કર્મના આગમનના દેષને માટે પણ અવકાશ જ રહેતું નથી. આયુષ્ય વધારી શકાય કે?— અત્ર કઈને એવી શંકા થાય કે જેમ ઉપક્રમ દ્વારા અપવતનીય આયુષ્યવાળાની જીવનદેરી ટુકી થઇ શકે છે તેમ શું કેઇના આયુષ્યની સ્થિતિ વધી શકે ખરી? વસ્તુસ્થિતિ એવી છે કે જ્યાં સુધી આયુષ્યના પગલે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી જ જીવ જીવી શકે છે. એને ક્ષય થઈ ગયા બાદ એક સમય પણ છંદગી લંબાવવાને ચકવત, સ્વર્ગને સમ્રા કે તીર્થકર દેવ પણ સમર્થ નથી જ. પરંતુ હા, એમ બનવા જોગ છે કે કેઈ ઉપકમ લાગતાં આયુષ્ય તૂટી જવાને જે પ્રસંગ આવી પડ્યો હોય તેમાંથી બચી જવાય એ ઉપાય જાતાં જીવ મરતે બચો ગયો એમ લૌકિક દષ્ટિએ કહી શકાય. એટલે કે ઓષધાદિકના સેવનથી જીવે પોતાનું આયુષ્ય વધાર્યું એમ વ્યવહારથી મનાય; બાકી વાસ્તવિક રીતે તે તે વધારેલું ન જ કહેવાય. પ્રરતત ગ્રંથકારે આયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે પ્રકારે પાડયા નથી, કિન્તુ સિદ્ધાન્ત તેમજ લોકપ્રકાશ વગેરે ગ્રંથના કર્તાઓની પેઠે તેમણે આયુષ્યના સંપર્કમ અને નિરુપકમ એ જ બે ભેદે પાડ્યા છે અને તેનાં લક્ષણે આપ્યાં છે. પરંતુ તત્વાર્થ (અ, ૨, સૂ. ૫ર)માં સૂચવેલા અપવતનીય અને અનપવર્તનીય એ બે ભેદને સોપક્રમ અને નિરુપકમની સાથે સંબંધ ધ એ સૂત્રના વૃત્તિકાર શ્રી સિદ્ધસેનગણિવરે જે ખુલાસો કર્યો છે તેથી આ વિષયને વિશેષતઃ સ્પષ્ટ બંધ થાય છે એ વાતને લક્ષ્યમાં લઈને અત્યાર સુધી આટલું સ્પષ્ટીકરણરૂપે ઉમેરી હવે ગ્રંથકારના કથન તરફ દષ્ટિપાત કરવામાં આવે છે. આયુષ્યના બે પ્રકારો sોવાનામાવા, તોત્રમ-નામેવાત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy