________________
૪૭૨
જીવ-અધિકાર.
[ પ્રથમ
મરણ પામે છે. આ પ્રમાણે જેને ભેગ-કાલ બંધ-કાલની સ્થિતિની મર્યાદાનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી તે આયુષ્ય “અનપવતનીય ” કહેવાય છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે શઅને આઘાત વગેરે નિમિત્તાનું પ્રાપ્ત થવું તે “ઉપક્રમ” છે, ભલે પછી એની અસર થાય કે નહિ. આથી સમજાય છે કે અપવતનીય આયુષ્ય ઉપક્રમથી યુક્ત યાને સેપક્રમ જ છે, જ્યારે અનપર્વનીય આયુષ્ય સેપક્રમ પણ હોય અને નિરુપક્રમ પણ હાય અર્થાત એ આયુષ્યની સ્થિતિ-મર્યાદાને આઘાત પહોંચાડે એવાં બાહ્ય નિમિત્તે પ્રાપ્ત થાય ખરાં ને ન પણ થાય, પરંતુ આવાં નિમિત્તે મળવા છતાં અનપવર્તનીય આયુષ્ય નિયત કાલ-મર્યાદાની પહેલાં પૂર્ણ થતું નથી. આથી એ સારાંશ નીકળે છે કે અપવ નીય આયુષ્યવાળાને શઆદિ કઈને કેઈ નિમિત્ત મળી જ રહે છે કે જેને લઈને તેનું અકાળ મૃત્યુ થાય છે, જ્યારે અનપવર્તનીય આયુષ્યવાળાને ગમે તેવાં પ્રબળ નિમિત્તેનું સન્નિધાન હોય તે પણ તેનું અકાળ મરણ થતું જ નથી. આથી આયુષ્ય-ભેદની નીચે મુજબ સ્થાપના થઈ શકે છે –
આયુષ્ય
અપવતનીય
અનપવતનીય
સેપકમ
પક્રમ
નિરુપક્રમ
આ પ્રમાણે બનેના સ્વભાવમાં ભેદ પડવાનું કારણ આપણે ઉપર જોઈ ગયા તેમ પરિણામની તરતમતા–અધ્યવસાયની તીવ્રતા–મંદતા છે. આ હકીકત પરત્વે તત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૨૧૯)માં કહ્યું છે તેમ આયુષ્ય-બંધ વખતે આયુષ્ય-બંધ ગ્ય અધ્યવસાય અતિશય તીવ્ર હોય તે આયુષ્યનાં ગ્રહણ કરાયેલા પગલે અમુક અમુક ભાગમાં ઘણા એકત્રિત-પિંડિત થઈ જવાથી એ આયુષ્યને પુદગલ-સમૂહ અભેદ્ય અર્થાત્ ભેદાય નહિ એ બને છે, જ્યારે મંદ અધ્યવસાય પૂર્વક ગ્રહણ કરાયેલા આયુષ્યના પુદ્ગલ છૂટા છવાયા વહેંચાઈ જવાથી તે ભેદ્ય બને છે યાને એના ઉપર ઉપક્રમનું જોર ચાલી શકે છે. જેમકે અત્યંત ગાઢ બની ઊભા રહેલા મનુષ્યોની હાર અભેદ્ય છે, જ્યારે શિથિલ રીતે ગોઠવાયેલા મનુની હાર ભેદ્ય છે. અથવા ખેડુત જે ત્રિફણીમાંથી ખેતરમાં ધાન્ય વાવે છે તેની નળીના છિદ્ર દ્વારા નાંખેલાં બીજે વડે ઉષ્પન્ન થયેલું ધાન્ય ખીચખીચ હોવાથી તેમાં પશુઓને પ્રવેશ શક્ય છે, જ્યારે છૂટાં છવાયેલાં વેરાયેલાં બીથી ઉપર થયેલ ધાન્ય વિરલ હોવાથી તેમાં પશુઓને સહેલાઈથી પ્રવેશ થઈ શકે છે.
૧ અંધક આચાર્યના શિષ્યોને ઘાણીમાં પીલી મારી નાંખવામાં આવ્યા હતા. આ જોઈને કેટલાક એમના મરણને અપવર્તનીય ગણે, પરંતુ વસ્તુ–સ્થિતિ તેવી નથી; કારણ કે ઉપક્રમ ફક્ત કષ્ટકારી નીવડે, કિન્તુ આયુષ્યની નિયત કાલ-મર્યાદાને જરા પણ આંચ લગાડી શકે નહિ જ-એથી આયુષ્યને મત ન જ આવે; આ એવો ભાસ થાય એ જુદી વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org