SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ જીવ-અધિકાર. [ પ્રથમ અર્થાત્ મહાગ્નિથી પ્રદીપ્ત તેમજ સ્તનાદિથી યુક્ત હોય પરંતુ દાઢીના કેશ વગેરેથી રહિત વ્યક્તિને નપુંસક સમજ. “વેદ” કહે કે “જાતિ” કહો કે “ લિંગ” કહો એ બધું એકાર્થક જ છે, કેમકે વેદ, જાતિ ઈત્યાદિ લિંગના પર્યા છે. આ લિંગ પાને વેદ દ્રવ્ય અને ભાવ એમ ઉભય સ્વરૂપી છે.' તેમાં દ્રવ્ય–વેદનો અર્થ અમુક પદાલિક આ તે છે કે જે નામ-કર્મના ઉદયનું ફળ છે. એવી રીતે ભાવ-વેદને અર્થ માનસિક વિકાર છે કે જે મોહનીય કર્મના ઉદયનું ફળ છે. દ્રવ્ય-વેદની સાથે સાધ્ય-સાધન અથવા પિષ્ય-પષકને સંબધ ધરાવનાર ભાવ-વેદ પણ ત્રણ પ્રકારનો છે. જેમકે જેથી પુરુષને સ્ત્રી સંસર્ગ સુખની ઇચ્છા થાય તે “ ભાવ-પુરુષ–વેદ', જેથી સ્ત્રીને પુરુષના સંસર્ગ-સુખની અભિલાષા થાય તે ભાવ- સ્ત્રી–વેદ ', અને જેથી પુરુષ અને સ્ત્રી એ બંનેના સંસર્ગ–ખર કામના થાય તે “ ભાવ–નપુંસક-વેદ” કહેવાય છે. આ ત્રણ ભાવ-વેદે તૃણાગ્નિ, ગેમયાગ્નિ, નગર-દાહાઈગ્ન સંદશ જાણવા. કહેવાનો મતલબ એ છે કે પુરુષ વેદને વિકાર સૌથી ઓછા વખત ઝુધી રહે છે, સ્ત્રા-વેદને વિકાર એનાથી વિશેષ કાળ સુધી અને નપુંસક–વેદને વિકાર એનાથી પણ વધારે સમય સુધી રહે છે કે જે વાત આ ત્રણ દwતેથી દર્શાવાય છે. જેમ ઘાસ જલદીથી સળગી શકે છે તેમ તે ઓલવાઈ પણ જલદી જાય છે તેવી રીતે પુરુષ-વેદને વિકાર તેની વિશિષ્ટ શરીર-રચનાને લઈને સત્વર પ્રકટ થાય છે તેમજ સત્વર શાંત પદ્ધ જાય છે. સ્ત્રી–વેદના વિકાર છાણાના અગ્નિ જેવે ( અને દિગંબરમત પ્રમાણે અંગારા જેવો ) છે કે જેની વિશિષ્ટ રચનાને લીધે તે જલદી પ્રકટ થતે દેખાતું નથી તેમજ જલદી શાંત પણ થતો જોવામાં આવતો નથી. નપુંસક–વેદને વકાર નગર બળતું હોય તેના જેવો છે ( દિગબર–મત પ્રમાણે તપાવેલી ઇંટનો જે છે ) કે જે દાહ બહુ જ સમય પછી શાંત થાય છે. રત્નસંચયમાં નપુંશક યાને પડકન એ મુજબ છ લક્ષણો દર્શાવ્યા છે – ' महिलामहाया लरबन्नभेओ, मोहा महंस महुया च वाणी । लद्दयं मुमफेशय ब, एय:णि छ पंग लावणाणि ॥ ३२७ ।। " [ महिला स्वभायः स्वरवर्णभेदा मोहो महान् मधुरा च वाणी । शब्दक मूत्रमफेनक न एतानि षटू पण्डकलक्षणानि ॥ ] અર્થાત ( ૧ ) નારીના જેવો સ્વભાવ, ( ૨ ) વર અને વણમાં ભિન્નતા, ( ૩ ) અતિશય મેહ, (૪) મીઠી વાણી, ( ) શબ્દ સહિત મૂત્ર તથા (૬) ફીણ રહિત મૂત્ર એ નપુસકનાં છ લક્ષણ છે. પુરુષ, સ્ત્રી અને તે તક એ ત્રણેનાં લક્ષણ માટે સ્થાનાંગની વૃત્તિના ૧૦૬મા પત્રમાં નીચે મુજબનું પદ્ય ઉદ્દત કરાયેલું છે-- “ ઇતર રાવ બ્રાં થા, મજ્ઞ: : મૃતઃ | સમય જતાં , તદ માવ નવું વર્ષ છે ' ૧ કાવ્ય-લોકપ્રકાશ ( સ. ૭, લે. પ૮ માં આ ઉપરાંત વેષરૂપ પણ લિંગ ગણાવ્યું છે. ૨ તત્ત્વાર્થરાજ૦ | પૃ. ૧૧૦ )માં આ ત્રણને તૃણગ્નિ, અંગાર અને દણિકાગ્નિની ઉપમા આપેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy