________________
ઉ૯લાસ ] અહંત દર્શન દીપિકા.
૪૬૩ તિયંક ગતિ નંદીશ્વર દ્વીપ સુધીની સમજવી ત્રણેમાંથી ગમે તેનું ઉત્કૃષ્ટ ઊધ્વ ગમન તે પાંડુક વન સુધી જ બતાવવામાં આવે છે. વેક્રિય શરીરની ગતિ અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પર્વત સમજવી. આહારક શરીરની ગતિ “મહાવિદેહ ક્ષેત્ર સુધી જાણવી. તેજસ અને કામણની ગતિ તે લેક પર્યત જાણવી, કેમકે આ શરીરે તે ભવાંતરમાં પણ પ્રાણીની સાથેને સાથે જાય છે.
તેજસ શરીરની અનાદિતા પરત્વે મત-ભેદ–
તવાર્થ (અ. ૨, સૂ. ૪૩)ના ભાષ્ય (પૃ. ૨૦૦ )માં શ્રીઉમાસ્વાતિ નિદેશે છે તેમ કેટલાક આચાર્યો નયવાદની અપેક્ષાએ એમ કહે છે કે એકલું કામણ શરીર જ આત્મા સાથે અનાદિ સંબંધવાળું છે. તૈજસ શરીર તે લબ્ધિની અપેક્ષા રાખે છે અને આ લબ્ધિ કંઇ સો કેઈને હોતી નથી, કિન્તુ કેઈકને જ હોય છે. આ સંબંધમાં શ્રી સિદ્ધસેનગણિકૃત ભાષ્યાનુસારિણી ટીકા (પૃ. ૨૨-૨૦૨) જોવાથી વિશેષ પ્રકાશ પડે તેમ છે. ગ્રન્થ-ગૌરવના ભયથી અહીં તે એના સારાંશરૂપે એટલું જ નિવેદન કરવું બસ થશે કે ઋજુસૂત્ર નયને અવલ બને માં જઈ ત્યાંનાં ચને વંદન કરી, ત્રીજે પગલે ત્યાંથી પાછા ફરી જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ હકીકત પ્રજ્ઞાપનાની વૃતિના ૪૨૫ મા પત્રમાં અવતરણરૂપે આપેલી ગાથાઓના આધારે રજુ કરી છે.
૧ લેકના અલેક, મધ્યમ-લોક અને ઊર્ધ્વ-લોક એવા ત્રણ વિભાગો છે ( આની આકૃતિ, ઉચાઈ વગેરેના વર્ણન માટે જુઓ ૪ષભ-પંચાશિકાના સ્પષ્ટીકરણનું પાંચમું પાનું). તે પૈકી મધ્યમ-લક કે જેને તિર્યગર્લોકપણ કહેવામાં આવે છે તેમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. આ બધા દ્વીપે અને સમુદ્રોની વચ્ચે વચ્ચે “ જંબુદ્વીપ ' આવેલ છે. અને જો આપણે ઘંટીના પડની ઉપમા આપીએ તે એને ચારે બાજુએ વીંટીને રહેલા “ લવણુ’ સમુદ્રને ઘંટીના થાળાની ઉપમા અપાય. આ સમુદ્ર “ ધાતકી ખંડથી વેષ્ઠિત છે. એ ધાતકી' ખંડ ‘ કોલેદધિથી, “કાલેદીધ’ પુષ્કરથી, અને ‘પુષ્કર” “પુષ્કરોદ' સમદ્રથી વેષ્ઠિત છે. આ સમુદ્ર પછી અનુક્રમે “વરુણુવર ' દ્વીપ, “ વરુણદ' સમુદ્ર, * ક્ષીરવર” દીપ, “ ક્ષીરદ ' સમુદ્ર, ધૃતવર' દ્વીપ, “ ઘેદ ” સમુદ્ર, * ઈકુંવર ' દ્વીપ અને “ઈશ્નદ' સમદ્ર છે. “દક્ષદ' સમદ્ર પછી ૮ નંદીશ્વર' દ્વીપ છે એટલે એ આઠમે છેઆના પછી “ નંદીશ્વરોદ' છે. આના પછી જે નામને દીપ છે તે જ નામને સમુદ્ર છે અને વિશેષમાં છેલ્લા “સ્વયંભૂરમણું' સમુદ્રને છેડીને બાકી બધા સમુદ્રોનાં પાણીના સ્વાદે કડીના રસ જેવી છે.
નંદીશ્વરોદ બાદ અરુણુવર, અરુણાવાસ, કુંડલવર, શંખવર, અને રુચકવર એ પ્રમાણેના દ્વીપ તે તે નામના સમુદ્રથી ખત છે. આ પ્રમાણે અનુયાગદ્વારની ચૂર્ણિ (પૃ ૩૫)માં કહ્યું છે એટલે એ પ્રમાણે “ચકવર' દ્વીપ તેરમે છે; અનુયાગદ્વાર ( સુ. ૧૦૩ ) પ્રમાણે તે તે અગ્યારમે છે.
૨ “ ચકવર” દ્વીપ સુધીનાં નામો તે આપણે જોયાં, કિન્તુ દ્વી અને સમુદ્રો અસંખ્યાત હોવાથી તે સનાં નામનો ઉલ્લેખ અશકય છે એટલે એ પૈકી કેટલાંકનાં જ નામ સૂચવાય છે. જેમકે * ચકવર ' દીપ પછી અસંખ્ય દીપે અને સમુદ્રો મૂક્યા બાદ “ભુજગવર' દ્વીપ આવે છે. એના પછી પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્રો મૂક્યા બાદ “ કુશવર ' દીપના દર્શન થાય છે. ત્યાર બાદ એવી રીતે વિચારતાં કચવર' દ્વીપ આવે છે અને ત્યાર બાદ છેક અંતમાં “સ્વયંભૂરમણ ' દ્વીપ છે.
૩ જુએ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ. ૩૬ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org