SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર. [ પ્રથમ વૈભાવિક જાણવું. દેવ અને નારક સિવાયના અન્ય જે તથાવિધ લબ્ધિશાળી હોય તે તેમને પણ વૈક્રિય શરીર સંભવી શકે છે. આવું શરીર કેટલાક બાદર પર્યાપ્ત વાયુકાય જેને હોય છે. વળી સંજ્ઞી તિર્યંચ તેમજ પચેન્દ્રિય પણ એવું શરીર પ્રાપ્ત કરી શકે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ કરીને જે પ્રાણીઓએ લબ્ધિ ઉપાર્જન કરી હોય, તે પ્રાણીઓ તેજસ શરીર દ્વારા તેલશ્યાનું તેમજ શીતલેશ્યાનું કામ કાઢી શકે છે. શરીરને વિષય (ગતિ) દારિક શરીરની ઉત્કૃષ્ટ તિક ગતિ “ચક ગિરિ સુધી છે. આ હકીક્ત "જઘાચારણ મુનિ આશ્રીને જાણવી; વિદ્યાચારણ તેમજ ખેચર ( વિદ્યાધરે)ને આશ્રીને તે ઉત્કૃષ્ટ ૧ સરખા પ્રજ્ઞાપનાની વૃત્તિના ૪૧૬ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ: “तिण्हं ताथ रासीणं वेउब्धियलद्धो चेव नथि, बायरपजताणं पि संखेजइમારા ” [ ami ava૬ ફીનાં વૈ શ્વિક જાતિ, વારસાયfણાનાં સાતમામાત્રાગામ ! ] અર્થાત અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય, પર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય અને અપર્યાપ્ત બાદર વાયુકાય એ ત્રણને વૈક્રિય લબ્ધિ નથી તેમજ વળી ફક્ત સંખ્યાત ભાગવાળા પર્યાપ્ત બાદર વાયુકાયને પણ નથી; એ સિવાયના પર્યાપ્ત બાદર વાયુકાયને જ એ લબ્ધિ છે. ૨ જુઓ શ્રીભક્તામરસ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહને પ્રથમ વિભાગ' (પૃ. ૭૭– ૭૯ ). ૩ અત્ર શરીરથી શરીરધારી સમજવા. ૪ એ તેરમા “ ચક' દ્વીપમાં આવેલો પર્વત છે. ૫ અતિશય સહિત જવા આવવાની જે શક્તિ તે “ ચારણ-લબ્ધિ' કહેવાય છે. આવી લુધ્ધિશાળી વ્યક્તિઓના ( ર ) અંધાચારણું અને ( ૨ ) વિદ્યાચારણ એવા બે વર્ગો પડે છે. કળિયાની જાળના તાંતણાથી બનાવેલ પુટક-તંતુઓ ( લુતાતંતુ ની મદદથી કે સૂર્યનાં કિરણની સહાયતાથી બંને જંધાએ આકાશ-માર્ગે જે ચાલી શકે તે “ જંધાચારણ' કહેવાય છે. અતિશય પૂર્વક નિરતર અક્રૂમની તપશ્ચર્યા કરવાથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આવી લબ્ધિથી યુક્ત અંધાચારણ મુનિ એક પગલે અહીંથી તેરમા ' ચક ' દીપે જઈને ત્યાંનાં ચિત્યને વંદન કરી, ત્યાંથી પાછા ફરતાં બીજા પગલે આઠમા “ નંદીવર' દીપે આવી ત્યાંનાં ચિત્યને વંદન કરી ત્યાંથી ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ તિર્ય–ગમન આશ્રી સમજવું. ઊર્ધ્વ દિશા આશ્રીને તે બંધાયારણ અહીંથી એક પગલે “ પાંડુક ' વનમાં જઈ ત્યાંનાં ચિત્યોને વંદન કરી, ત્યાંથી પાછા ફરતાં બીજે પગલે “નંદન ' વનમાં આવી, ત્યાંનાં ચિત્યને વંદન કરી, ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. ૬ કઈ વિવક્ષિત આગમરૂપ વિદ્યાની મુખ્યતાએ ગમનાગમન કરનાર “ વિદ્યાચારણ ' કહેવાય છે. આવી શક્તિ મેળAવા માટે યથાવિધિ અતિશય પૂર્વક નિરંતર છ૬ની તપશ્ચર્યાની આવશ્યકતા છે. આવી લબ્ધિથી યુક્ત વિદ્યાચારણ મુનિ એક ડગલે “ માનુષોત્તર ' પર્વત ઉપર જઇને ત્યાંનાં ચૈત્યને વંદન કરે, ત્યાંથી બીજે પગલે “નંદીશ્વર' દ્વીપે જઈ ત્યાંનાં ચિત્યને વંદન કરે અને ત્યાંથી ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. આ તિર્યંગ-ગમન સમજવું, ઊર્વ-ગમન માટે તો એમ કહેવાય છે કે પહેલે પગલે તેઓ “નંદન’ વન જાય અને ત્યાંનાં ચેત્યાને વંદન કરી બીજે પગલે પાક વન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy