SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ४५८ જીવ–અધિકાર [ પ્રથમ અને મનુષ્ય પરત્વે ચાર અંતર્મુહૂર્તની અને દેવેની એક પખવાડીઆની છે. ભગવતીમાં તે વાયુની, સંસી તિયચની તેમજ સંજ્ઞો મનુષ્યની પણ કૃત્રિમ ક્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતમુહૂર્તની કહી છે. સૂત્રકૃતાંગ (અ. ૫, ઉ. ૨)માં કહ્યું છે તેમ આ નરકમાં અંતરિક્ષને વિષે રહે, મહાદુઃખદાયક, એક શિલાને ઘડેલે, લાંબે, વેકિય તેમજ પરમધાર્મિક વિકુલે એ એક પર્વત છે. તેની ઉપર હાથ ટેકવીને ચઢતા નારકને સહસ્ત્ર મુહૂર્ત સુધી હણવામાં અને સંતાપવામાં આવે છે. અત્ર પરમાધામિકે વિકલા આ પર્વતની અર્ધ માસથી અધિક સ્થિતિ કહી છેએટલે આમાં ખરી વાત શું છે તે તે કેવલી જાણે. આહારકની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ ઉભય સ્થિતિ અંતમુહૂતની છે. તૈજસ અને કામણ શરીરની સ્થિતિ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. ભવ્ય અને સિદ્ધિ મળતાં એ બેને અભાવ કહેવાથી તેમને ઉદ્દેશીને એ સાંત છે, જ્યારે અભવ્ય આશ્રીને બેઉ અનંત છે. આ જઘન્ય સ્થિતિ સમજો કે ઉત્કૃષ્ટ સમજે તે એક જ છે. શરીરનું અ૫–બહુ આહારક શરીરની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે એને કવચિત જ સંભવ છે. વળી જ્યારે એ હોય છે ત્યારે જઘન્યથી તે એક કે બે હોય છે અને ઉત્કૃષ્ટથી નવ હજાર હોય છે. વેકિય શરીરેની સંખ્યા આહારકથી અસંખ્ય ગુણ છે, કેમકે એ શરીરના સ્વામીએ અસંખ્ય છે. વળી દારિક શરીરોની સંખ્યા આથી પણ અસંખ્ય ગુણી છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ઉદભવે. આને ઉત્તર એ છે કે કાશ્મણ અને તેજસ શરીર તો નથી જન્મસિદ્ધ કે નથી કૃત્રિમ. એટલે કે તે જન્મની પછી પણ થાય છે અને છતાં અનાદિ સંબદ્ધ છે. આહારક શરીર તે કૃત્રિમ જ છે એ દેખીતી વાત છે અને એની ઉત્પત્તિ આહારક-લબ્ધિને આભારી છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને કત્રિમ એમ બંને જાતનું છે. જન્મસિદ્ધ વૈક્રિય શરીર ઉ૫પાતે--જન્મ દ્વારા ઉત્પન્ન થતા એવા દેવો અને નારકને જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીરનું કારણુ લબ્ધિ છે. આ લબ્ધિ પણ બે પ્રકારની છે: એક તપથી પ્રાપ્ત અને બીજી જન્મથી સિદ્ધ. તેમાં તજન્ય લબ્ધિ કેટલાક જ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને જ સંભવે છે. બીજા પ્રકારની લબ્ધિ કેટલાક બાદર વાયુકાય જેને વિષે સંભવે છે. ઔદારિક શરીર જન્મસિદ્ધ છે અને એ શરીરના અધિકારી ગર્ભ તેમજ સંપૂન-જન્મથી પેદા થતા મનુષ્ય અને તિર્યંચે છે. અહીં લબ્ધિજન્યને અર્થ ઉત્પત્તિ સમજવો, નહિ કે પ્રયાગ. વૈક્રિય અને આહારકની જેમ તેજસની ઉત્પત્તિ લબ્ધિથી નથી. બાકી એનો પ્રયોગ લબ્ધિથી શક્ય છે અને એ અપેક્ષ એ ભલે એ કૃત્રિમ કહેવાય એની કોણ ના પાડી શકે તેમ છે ? १ “ वेतालिए नाम महामितापे, एगायए पव्वयमंतलिक्खे । હૃiતિ તથા વસુ૨જા , સરસાઇ મુદ્દત્તથrt 2 || ”-ઉપજાતિ [ वे क्रिये नाम महाभितापे एकाय ते पर्वतेऽन्तरिक्षे । हन्यन्ते तत्र बहुक्रूरकर्माणः परं सहस्राणां मुहूर्तकानाम् ॥ ] ૨ અત્ર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એવા બે ભેદ પાડવાની જરૂર નથી, કેમકે અસંખ્યાતના અસંખ્યાત પ્રકારે છે. આ પ્રમાણે અન્યત્ર પણ ઘટાવી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy