SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. શરીરના પ્રદેશોથી અસંખ્ય ગુણ આહારક શરીરના પ્રદેશો છે, તેજસ શરીરના પ્રદેશે આહારક શરીરના પ્રદેશે કરતાં અનંત ગુણ છે; અને કામણું શરીરના તે વળી એનાથી એટલે તેજસ શરીરના પ્રદેશથી પણ અનંત ગુણા છે. આ ઉપરથી સમજાય છે કે ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય પૂર્વ પૂર્વ શરીર કરતાં પરિમાણમાં અધિક છે, છતાં પરિણામની વિચિત્રતાને લઈને ઉત્તરોત્તર શરીર પૂર્વ પૂર્વ શરીર કરતાં નિબિડ, નિબિડતર યાને સૂક્ષ્મ, સૂક્ષમતર બનતું જાય છે. પરમાણુઓથી બનેલા જે કંધેથી શરીરની રચના થાય છે તે જ સ્કીધે શરીરના આરંભક દ્રવ્ય છે. જ્યાં સુધી એક એક પરમાણુ પૃથક પૃથક હોય છે ત્યાં સુધી એનાથી શરીરનું નિર્માણ થતું નથી, કિન્તુ જ્યારે અનંત પરમાશુઓ એકત્રિત થઈ પરમાણુ–પંજ યાને કંધ બને છે ત્યારે તેનાથી શરીર બને છે. દારિક શરીરના આરંભક સ્કંધેથી વૈકિય શરીરના આરંભક અસંખ્યાત ગુણ છે અર્થાત્ ઔદારિક શરીરના તેમજ વેકિય શરીરના આરંભક સ્કંધે અનંત પરમાણુઓના બનેલા છે. છતાં પણ અનંત સંખ્યા અનંત પ્રકારની હોવાથી વૈક્રિય શરીરને સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા ઔદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાત ગુણી છે. આ પ્રમાણે - બાકીનાં શરીર પરત્વે વિચારી લેવું. શરીરેનાં પ્રમાણુ – આહારક સિવાયનાં સર્વે શરીરનું જઘન્ય પ્રમાણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું છે, જ્યારે આહારકનું જઘન્ય પ્રમાણુ એક હાથમાં કંઈક ઓછું છે.' ઔદારિક શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ યાને આ દેહની વધારેમાં વધારે ઊંચાઈ એક હજાર યોજના કરતાં કંઈક વિશેષ છે. એ પ્રમાણે કૃત્રિમ વેકિય શરીરનું પ્રમાણ એક લાખ રોજન ઉપરાંત ચાર આંગળ છે. આહારક શરીર એક હાથનું હોય છે. કેવલી ભગવાનનાં તેજસ અને કામણ " प्रवृद्धो देशः प्रदेशः, अनन्ताणु कस्कन्धः प्रदेशोऽवाभिधीयते " સર્વાર્થસિદ્ધિમાં તે એને બર્થ પરમાણુ કર્યો છે, કિંતુ એ અર્થ વાસ્તવિક નથી એમ બૃહતિકાર નિમ્નલિખિત શબ્દ દ્વારા સૂચવે છે – “ પુનઃ પરેશr: vબાયો ઇન્ત, સથરમવાર.” ૧ સમવાયાંગમાં કહ્યું પણ છે કે" आहारगसरीरस्त जहन्नेणं देसूणा रयणी, उक्कोसेणं परिपुण्णा रयणी" [ आहारकशरीरस्य जघन्येन देशोना र निः, उत्कृष्टेन परिपूर्णा रनिः] ૨ આ હકીકત પ્રત્યેક વનસ્પતિ-કાય આશ્રીને સમજવી. “સ્વયંભૂરમણ” સમુદ્રના સભ્ય આશ્રીને પણ આ વાત ઘટે છે એમ જીવસમાસની વૃત્તિ ( પૃ. ૩૬ ) ઉપરથી જણાય છે. ૩ આ વાત ગર્ભજ મનુષ્યકૃત વૈક્રિય શરીરની અપેક્ષાઓ જાણવી. વિચારે શ્રીવિષ્ણકુમારનું ચરિત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy