________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૪૨૧ અને એ જ સમયમાં તે શરીરને યોગ્ય એવા પુદ્ગલેને જીવના વેગને લીધે તેમ-આહાર કરીને ગ્રહણ કરે છે અને આવી રીતે ઔદારિકાદિ પુગલનું જે ગ્રહણ કરવું તે આહાર લેવાથી જીવ પ્રથમ સમયમાં આહારક ગણાય છે ? વળી છેલ્લા સમયમાં તે તે ઉત્પત્તિ-દેશમાં આવી પડે છે
તે વખતે તે ભવને યોગ્ય એવા પરમાણુઓને તે ચુથાસંભવ આહાર કરે છે. આથી જોઈ શકાય છે કે એકવિગ્રહા અર્થાત્ બે સમયવાળી ગતિમાંના બને સમયે આહારક છે; તેમાં તે એક પણ સમય અનાહારક નથી.
નિશ્ચય-નય અને વ્યવહાર-નય પ્રમાણે આમ ભિન્નતા આવે છે તેનું કારણ એ છે કે નિશ્ચય-નય એમ માને છે કે જયારે એક મનુષ્ય એક કાર્યમાં અત્યન્ત વ્યગ્ર હોય ત્યારે તે બીજું કાર્ય કરી શકતું નથી. આથી પ્રસ્તુતમાં જ્યારે જીવ શરીરને છોડવા રૂપ વ્યાપારમાં લીન થઈ ગયો હોય, તે સમયે આ શરીરની સાથે નવા પુદ્ગલેને સંબંધ કરાવવા રૂપ અર્થાત્ જેને અન્ય શબ્દોમાં કહીએ તે આહાર કરવા રૂપ કાર્ય તે કેવી રીતે કરી શકે ? એટલે કે તે સમયમાં તે અનાહારક છે. વ્યવહાર-નયની માન્યતા એ છે કે જેને જે કાર્ય કરવાનું હોય તે તે તે ગમે તે પ્રકારે જરૂર કરે જ. આથી એ ભાવ નીકળે કે જે સમયમાં તે શરીરને છોડવા રૂપ કાર્ય કરી રહ્યો હોય તે જ સમયમાં તે અન્ય પુદગલેને ગ્રહણ પણ કરે છે અર્થાત્ આહાર કરે છે, કેમકે જે પુદ્ગલેને પિતે શરીરથી અલગ કરવા માગે છે તેને તેમ કરવામાં પ્રથમ તેને તેનું શરીર સાથે સંબંધ કરાવવો પડે છે જ (કારણ કે અલગ કરવાની આ જ રીતિ છે ) અને આનું બીજું નામ “આહાર છે.
આ વિવેચનને સાર સહેલાઈથી સમજી શકાય તેટલા માટે નીચે મુજબ છેઠા આપવામાં આવે છે. ગતિ | કલ-માન નિશ્ચય નય પ્રમાણે વ્યવહાર નય પ્રમાણે
અનાહાર સમય
અનાહાર સમય
૧ સમય
એકવિગ્રહા
દ્વિવિગ્રહ
ત્રિવિગ્રહા
૪
.
ચતુવિ ગ્રહો
આહાર-મીમાંસા પુનર્જન્મ માટેની અંતરાલગતિ દરમ્યાન આહાર સંભવે છે કે નહિ એ પ્રશ્ન આપણે વિચારી જોયે, પરંતુ આહારનું લક્ષણ ગ્રંથકારના શબ્દમાં જાણવું બાકી છે એટલે તે જોઈ લઈએ.
૧ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૨૨. ૨ દ્વિવિગ્રહાદિ ગતિમાં પણ સર્વત્ર આ જ પ્રમાણે પ્રથમ સમયે આહાર જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org