SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य। सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ।। ८२॥" અર્થાત્ વિગ્રહ–ગતિને પ્રાપ્ત થયેલા છે, સમુદ્દઘાત કરતા કેવલજ્ઞાનીઓ, (શેલેષી અવસ્થામાં વર્તનારા) અગી (કેવલીઓ) અને સિદ્ધો અનાહારક છે, જ્યારે બાકી બધી અવસ્થામાં વનારા છ આહારક છે. જે ઉત્પત્તિ-પ્રદેશ સમશ્રેણિએ રહેલ હોય તે પ્રાણુ અજુ ગતિ વડે ત્યાં એક સમયમાં જ જાય છે અને તે જ સમયમાં તે નવીન જન્મ સંબંધી આયુષ્ય અને આહાર ભોગવે છે.” નિશ્ચય–નય તેમજ વ્યવહાર-નય ઉભયને આ વાત માન્ય છે. કહેવાની મતલબ એ છે કે બાજુ ગતિવાળા છે જે સમયે પૂર્વ શરીરને ત્યાગ કરે છે તે જ સમયે નૂતન જન્મ–પ્રદેશે ૧ છાયા વિત્તિનrgar: કરિનઃ રજવાતા અનિષ્ઠ | વિશ્વ ના શેષા આપવા શેરા: // ૨- આ બેનું સ્વરૂપ આગળ ઉપર વિચારાશે. ૪ કહ્યું પણ છે કે " उन्जुगइपढमसमए परमधियं आउय तहाऽऽहारो। થવા પગના પાકવિમાં ૩૫ છે ” [ ગતિ ઇમામ ઉત્તમવિભાગુ તથsse: I वक्रादिद्वितीयसमये परमविकायुरुदयमेति ॥ ] અથત રાજુ ગતિના પહેલા સમયમાં પરભવનું આયુષ્ય અને આહાર ઉદયમાં આવે છે, જ્યારે વટાદિ ગતિના બીજા સમયમાં પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. આ કથન વ્યવહાર–નય અનુસાર સમજવું. કેમકે પૂર્વ ભવના ચરમ સમયને, વક્ર ગતિના પરિણામની અભિમુખતાને લઈને, કેટલાકે વ્યવહારથી વક્ર ગતિને પ્રથમ સમય ગણે છે; એથી કરીને એમના મત મુજબ ભવાંતરના પ્રથમ સમયમાં એટલે કે વક્ર ગતિના બીજા સમયમાં પરભવનું આયુષ્ય ઉદયમાં આવે છે. નિશ્ચય–નય પ્રમાણે વિચારતાં તે પ્રાણી અંતિમ સમયમાં ગતિની સંમુખ હોય છે તે પણ પૂર્વ ભવ સંબંધી સંધાત (ગ્રહણ) અને પરિશાટ ( ત્યાગ ) સત્તામાં હોવાથી આ સમય પૂર્વ ભવોનો સંભવે, નહિ કે ગતિને; કેમકે પૂર્વ ભવના શરીરને સર્વીશ ત્યાગ તો આગામી ભવના આa ક્ષણમાં જ થાય છે. આ વાતને “ માvજે રાતો ” [ vમરઘથળે રા: ] એ આગમનો પાઠ પણ સમર્થિત કરે છે. આ જ સમયમાં તે આયુષ્યની સાથે ગતિ પણ ઉદયમાં આવે છે. તેથી પરભવનું આયુષ્ય પણું આવા સમયમાં ઉદયમાં આવે છે. ૫ “ ત્યાગ ને પરિશાટ' પણ કહેવામાં આવે છે અને એ દારિકાદિ શરીરનાં ત્રણ કરો પૈકી એક છે; કેમકે સંપાત તેમજ સંઘાત અને પરિશાટન સમુદય એ બાકીનાં બે કરણે છે. આ સંબંધમાં આપણે તપાવેલી તેલની તાવી ( લોઢી)મા નાખેલા પૂલા ( અપૂપક )નું ઉદાહરણ વિચારીએ. પ્રથમ સમયમાં આ પૂડલે સર્વથા તેલ ગ્રહણ કરે છે પણ તેનો ત્યાગ કરતો નથી; ત્યાર બાદ તે ડુંક તેલ પીએ છે–ગ્રહણ કરે છે અને વળી થોડુંક ત્યજે છે. એવી જ રીતે પ્રાણુ ઉત્પન્ન થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy