SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. ૪૧૭ આ સંબંધમાં વસ્તુસ્થિતિ એ છે કે ઋજુ ગતિએ સ્થાનાંતરે જતા જીવને પછી તે સ્થાનાંતર મુક્તિ પણ ક્યાં ન હેા-નવા પ્રયત્ન કરવા પડતા નથી કેમકે જ્યારે તે પૂર્વ શરીરને ત્યાગ કરે છે ત્યારે તેને તે પૂર્વ શરીરજનિત વેગ મળે છે અને એ વેગની જ મદદથી-અન્ય નવીન પ્રયત્ન કર્યા વિના ધનુષ્યમાંથી છૂટેલા ખાણની પેઠે સીધે જ નવા સ્થાને તે જઇ પહોંચે છે. વિગ્રહવાળી ગતિ દરમ્યાન તા જીવને નવીન પ્રયત્ન કરવા પડે છે, કેમકે પૂર્વ શરીરજન્ય પ્રયત્ન તે જીવને જ્યાંથી વળવુ પડે તેમ છે ત્યાં સુધી જ કામ લાગે છે. વળવાનું સ્થળ આવી લાગતાં તેને તે પ્રયત્ન મંદ પડી જાય છે એટલે પુનર્જન્મના પથે સંચરેલા જીવની સાથે તેના ભાથારૂપ જે સૂક્ષ્મ શરીર હૈાય છે તે દ્વારા તે પ્રયત્ન કરી આગળ વધે છે, પારિભાષિક શબ્દમાં આ સૂક્ષ્મ શરીરને ‘ કાણુ ’ અને તજજન્ય પ્રયત્નને ‘ કાણુ ચાગ ' કહેવામાં આવે છે. વક્ર ગતિએ જતા જીવને સૂક્ષ્મ શરીર જ હાય છે, તેને સ્થૂળ દેહ હોતા નથી એટલે વચનયાગ અને મનાયેગના તેને વિષે અભાવ છે. અન્ય શબ્દોમાં કહીએ તો વક્ર ગતિ દરમ્યાન જીવને કાણુ શરીર સાથે જ સમ્બન્ધ છે અને આ સિવાયનાં બાકીનાં ચાર શરીરાના, વચનના અને મનના વ્યાપાર ( ચેાગ ) સાથે તેને જરા પણુ સમ્બન્ધ નથી, અર્થાત્ આ ગતિ દરમ્યાન જીવને એકલુ કાણુ શરીર જ છે; મુક્તિ તરફ પ્રયાણ કરનાર જીવને તેા એક પણુ શરીર હાતું નથી. એટલે તેને કાણ શરીર ન જ હોય એ તે દેખીતી વાત છે, કેમકે આઠે કર્મનો ક્ષય કરવાથી તે તે આટલી હદ સુધી પહોંચે છે. જે સંસારી જીવા ઋજુ ગતિ કરે છે તે જીવાને આ ગતિ દરમ્યાન કાણુ શરીર તેા હાય જ એ સ્વાભાવિક છે; નહિ તે તેઓ સ’સારી કહેવાય જ કેમ ? કામણુ એટલે શું અને તેનુ શુ લક્ષણ છે એ વાત ગ્રંથકાર નીચેના શબ્દો દ્વારા દર્શાવે ~~ कर्मकृतम्, कर्मणो विकारः कर्मणां समूहो वा कार्मणम् । साक्षात् सुखदुःखाद्युपभोगरहितत्वं कार्मणस्य लक्षणम् । ( १३० ) અર્થાત્ ક નું કાર્યાં, કર્રના વિકાર કે કર્મના સમૂહ તે ‘ કાણુ ’ છે. સાક્ષાત્ સુખ, દુઃખ વગેરેના ઉપભાગથી રહિત એવું શરીર ‘ કાણુ ’ કહેવાય છે. જીવ અને પુગલની સ્વાભાવિક ગતિ આકાશ-પ્રદેશની શ્રેણિ પ્રમાણે થાય છે એટલે કે તેની સ્વાભાવિક ગતિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, નીચે અને ઉપર એ છ દિશાઓમાંની ગમે તે દિશાની સમાનાન્તર હોય છે--આકાશના પ્રદેશે જેવી રીતે પૂર્વાદ દિશામાં ગાઠવાયેલા છે તદનુસાર–અનુશ્રેણિ પૂર્વક તેનું સ્વાભાવિક ગમન હૈાય છે અર્થાત્ તેની સ્વાભાવિક ગતિ વિશ્રેણિ પ્રમાણે થતી નથી, પરંતુ કેઇ પ્રાતિઘાતક નિમિત્ત મળતાં-બાહ્ય ઉપાધિથી ગ્રસ્ત થતાં તેની વાંકી ગતિ પણ થાય છે. આ હકીકત તેમજ અનુશ્રેણિનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશે છે: 53 ; Jain Education International ૧ તત્ત્વારાજ ( પૃ. ૯૬ )માં કહ્યું છે — आकाशप्रदेश पंक्तिः श्रेणिः । kt "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy