SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. (૫) અંતરાલગતિ દરમ્યાન જીવ આહાર કરે છે કે નહિ? અને જે ન કરતો હોય તે ઓછામાં ઓછા અને વધારેમાં વધારે કેટલા વખત સુધી તે અનાહારક રહે છે ? અને આ કાલમાન કયા નિયમ મુજબ છે ? અંતરાલગતિની દ્વિવિધતા અંતરાલગતિ બે પ્રકારની છેઃ (૧) ઋજુ અને (૨) વક. આ હકીકત નીચેના શબ્દો દ્વારા ગ્રંથકાર દર્શાવે છે – जीवस्य गतिधा, ऋजु-वक्रभेदात् । તેમાં ઋજુગતિનું લક્ષણ એ છે કે સામાચિતિમવિકૃgnક્ષા (૨૮) અર્થાત જે ગતિ કરવામાં એક સમય લાગે તેને “ત્રાજુ ગતિ ” સમજવી. જે ઉત્પત્તિ-દેશ સમશ્રેણિવાળો હોય તે જીવ ત્યાં રાજુ ગતિ વડે એક સમયમાં જ જાય છે. વળી તે જ ભવમાં સિદ્ધ થનાર અર્થાત્ સ્થળ અને સૂક્ષ્મ દેહને સદાને માટે ત્યાગ કરી મુક્તિએ જ જનાર છવની એક્ષગમન વખતની ગતિ બાજુ જ છે એટલે કે તે જીવને વક ગતિ નથી. આ ઉપરથી જોઈ શકાય છે કે સંસારી જીને અર્થાત્ સંસારમાં જન્મ મરણની પીડાથી બાધિત છને અજુ અને વક્ર એ બેમાંથી ગમે તે પ્રકારની ગતિ હોઈ શકે છે અને એ ગતિ 'દેશ, કાળ વગેરે ઉપર આધાર રાખે છે. આ હકીકત ગ્રંથકાર નીચે મુજબ દર્શાવે છે – तद्भवसिध्यमानस्य जीवस्य ऋज्जी एव गतिः, अन्येषां तु देशकालादिकमपेक्ष्य भजना। હવે વક ગતિનું લક્ષણ વિચારીશું તો જણાશે કે देहान्तरोपादानाय परभवं प्रति प्रस्थितानां जन्तूनां कुटिलगमनरूपत्वम् , शरीरान्तरनिमित्तभूतभवान्तरवक्रगमनरूपत्वं वा वक्रगते ક્ષણમ્ (૨૨) અર્થાત્ અન્ય શરીરને ગ્રહણ કરવાને સારુ પરભવ તરફ જવાને નીકળેલા છની કુટિલ ગતિને અથવા અન્ય શરીર માટે કારણરૂપ એવા ભવાંતરને ઉદ્દેશીને કરાતું વક ગમન તે ‘વક્ર ગતિ સમજવી. વક્ર ગતિને ‘વિગ્રહ-ગતિ” પણ કહેવામાં આવે છે અને આ વાસ્તવિક છે, કેમકે ‘વિગ્રહ ૧-૩ દેશથી ઉત્પત્તિ-સ્થલ અને “કાળથી ભવાંતર-સંક્રમણરૂપ મરણુ-કાલ સમજાય છે, પરંતુ વગેરેથી શું સમજવું તે જાણવું બાકી રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy