________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૩૯૫ કે ઉપર્યુક્ત ઇન્દ્રિયોની પેઠે અસંખ્યાતમાં ભાગ) જેટલે દૂર રહેલા પદાર્થના રૂપ ઉપર પ્રકાશ પાડે છે. એ કરતાં વધારે સમીપ રહેલે પદાર્થ આ ઇન્દ્રિય દ્વારા જોઈ શકાતો નથી. દાખલા તરીકે અત્યંત નજીક રહેલી આંખની કીકીને કે એને વિષે જ રહેલા અંજન કે મેલને એ દ્વારા બંધ થતું નથી.
કણેન્દ્રિય વિષય સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ વિવિધ શબ્દ છે. વધારેમાં વધારે બારયેજન દૂરથી આવેલા શબ્દને અને ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલે દૂર રહેલા શબ્દને એ ગ્રહણ કરી શકે છે. કઈ ઈન્દ્રિય પ્રાપકારી છે?—
જૈન દર્શન પ્રમાણે નેત્ર સિવાયની ચારે ઈન્દ્રિય પ્રાપ્યકારી છે. એને પ્રાપ્ત અર્થનું જાણપણું છે એ ગ્રાહ્ય વિષયો સાથે સંયુક્ત થઈને જ એને ગ્રહણ કરે છે. એ ચાર મંદકમિક જ્ઞાનધારાનું કારણ છે, વાસ્તે એ ચારને જ વ્યંજનાવગ્રહ છે. નેત્ર અને મન સંગ વિના જ - કેવળ યોગ્ય સંનિધાનથી અથવા યોગ્યતાના બળથી પિતપોતાના ગ્રાહ્ય વિષચને જાણે છે. આથી એ બંને અપ્રાપ્યકારી ગણાય છે અને એ બને પદુકમિક જ્ઞાનધારાનું કારણ છે. સ્પષ્ટ અને બદ્ધ-સ્પષ્ટ પદાર્થોનું ગ્રહણ–
આ હકીક્ત સ્પષ્ટપણે સમજાય તે માટે અત્ર થોડુંક વિવેચન ઉમેરવું આવશ્યક સમજાય છે. જેમકે લંગડા માણસને ચાલવા માટે જેમ લાકડીની અપેક્ષા રહે છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી આત્માનું ચિતન્ય આવૃત થયેલું હોવાથી તેને જ્ઞાન ઉત્પન્ન થવામાં ઇન્દ્રિયે અને મનની મદદની જરૂર પડે છે. બધી ઇન્દ્રિય અને મનને સ્વભાવ એક સરખો નથી. સ્પશનેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણની શક્તિ કણેન્દ્રિયની શક્તિ કરતાં મંદ છે. એટલે આ ચારે પ્રાપકારી હોવા છતાં-પ્રાપ્ય અર્થને ગ્રહણ કરવાની લાયકાત ચારેમાં હેવા છતાં કણેન્દ્રિય પૃષ્ઠ પદાર્થનું ગ્રહણ કરે છે, જ્યારે સ્પર્શનાદિ ત્રણ ઈનિ બદ્ધ-પૃષ્ટ
૧ સજીવ પદાર્થમાંથી ઉદભવતો શબ્દ છે “ સચિત્ત ” છે. જેમકે જીવે બોલેલો શબ્દ.
૨ નિર્જીવ વસ્તુમાંથી પ્રકટ થતો શબ્દ તે અચિત્ત છે. જેમકે એક ઘડા સાથે બીજો ધડ અથડાતાં ઉત્પન્ન થતો શબ્દ.
૩ જીવના પ્રયત્નથી નિર્જીવ પદાર્થમાં ઉભવ શબ્દ તે મિત્ર છે. જેમકે મોટેથી વગાડાતી વાંસળીને.
૪ પ્રસંગવશાત્ આપણે પાચે ઈન્દ્રિયોના કુલે ૨૩ વિડ્યો જોઈ લીધા. જેમકે સ્પર્શનેન્દ્રિયના ૮ સ્પર્શ, રસનેન્દ્રિયને ૫ રસ, ધ્રાણેન્દ્રિયન. ર ગંધ, નેન્દ્રિયના ૫ વર્ણ અને એન્દ્રિયના 8 શબ્દો
૫ બૌદ્ધ દર્શન પ્રમાણે નેત્ર અને કર્ણ સિવાયની ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે, જ્યારે નિયાયિક, વિશેષિક, મીમાંસક અને સાંખ્ય દર્શનમાં બધી ઇન્દ્રિ પ્રાયકારી માની છે.
૬ આમ-પ્રદેશરૂપ થઈ ગયેલું દ્રવ્ય “બદ્ધ ' કહેવાય છે અને શરીર ઉપર રજની જેમ ચુંટેલું તે “સ્કૃષ્ટ ' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org