________________
૩૯૪ જીવ-અધિકાર
[ પ્રથમ . સ્પર્શનેન્દ્રિયને વિષય પીગલિક પદાર્થમાં રહેલા સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ એ આઠ પ્રકારના સ્પર્શ જાણવા પૂરતું છે. ઉત્કૃષ્ટથી નવ યજન દૂર રહેલા પદાર્થોના તેમાંથી નીકળેલા કેટલાક પુગલો આવી સ્પર્શનેન્દ્રિયને અડકે છે, તેથી આટલે બધે છેટે રહેલા પદાર્થોને સ્પર્શ તે બધ કરાવી શકે છે. એથી વિશેષ દૂર રહેલા પદાર્થોમાંથી નીકળી આવેલા સ્પર્શ-યુક્ત યુગલો સ્વભાવે અાગ્ય હોય–તેની સ્પર્શતા અત્યંત અનુકટ બની જતી હોવાથી તે સ્પશનેન્દ્રિયને ગ્રાહ્ય થતા નથી. જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા છેટેથી આવેલા વિષયને એ બંધ કરાવે છે.
રસનેન્દ્રિયને વિષય પદાર્થોમાં રહેલા તીખા, કડવા, મીઠા, ખાટા અને તૃપા એ પાંચ જાતના રસ જાણવાને છે. એ પણ સ્પર્શનેન્દ્રિયની જેમ ઉત્કૃષ્ટત નવ જન દૂર રહેલા અને જઘન્યતઃ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા દૂર રહેલા પદાર્થના રસને બોધ કરાવી શકે છે.
ધ્રાણેન્દ્રિય વિષય સુગંધ અને દુર્ગધ જાણવાને છે. વિષય-ગ્રહણ માટેના એના ક્ષેત્રની જઘન્ય અને ઉત્કૃષ્ટ મર્યાદા સ્પર્શનેન્દ્રિયના જેટલી છે.
નેન્દ્રિય વિષય કાળું, લીલું, પીળું, રાતું અને ધોળું એમ પાંચ તરેહનું રૂપ (વર્ણ) છે. એ દ્વારા વધારેમાં વધારે લાખ પેજન દૂર રહેલા પદાર્થને જોઈ શકાય છે. આ તે નિસ્તેજ પદાર્થ આશ્રીને સમજવું બાકી ચંદ્ર, સૂર્યાદિ તેજસ્વી પદાર્થો ૨૧ લાખથી પણ કંઇક અધિક અંતરે હોય તે પણ તેના રૂપને આ ઈન્દ્રિય દ્વારા બંધ થાય છે. જઘન્યતઃ એ અંગુલના સંખ્યાતમા (નહિ
૧ અત્ર દર્શાવવામાં આવતું વિષયના ક્ષેત્રનું માપ આત્માગુલ અનુસાર સમજવું પ્રમાણાંગુલથી તેનું માપ ગણવું જોઈએ એમ સ્વીકારતાં તે હાલને સમયે તે બg મોટું થઈ પડે. ઉલ્લેધાંગુલથી માપતાં પણ વધે આવે છે. જેમકે ઉત્સધાંગુલ વડે માપતાં નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી એવી નગરીમાં એક સ્થળે વગાડેલી ભંભાને સર્વ સ્થળોના લોકે શી રીતે સાંભળી શકે ? આથી કોઈ એમ પ્રશ્ન કરે કે અનેક લાખ જન જેવડા દેવવિમાનમાં ઘંટાનો નાદ સુરો સર્વત્ર સાંભળે છે એ હકીક્ત તે પ્રમાણગુલ, આત્માગુલ કે ઉત્સધાંગુલ કોઈ પણ રીતે માપતાં બંધબેસતી આવતી નથી તેનું શું ? આને ઉત્તર બીજા ઉપાંગની ટીકામાં એમ સૂચવાયો છે કે -
મેઘના સમુદાયના ધ્વનિની જેમ ગંભીર અને મધુર શબ્દવાળી તેમજ એક એજનના પરિમંડળવાળી “ સુસ્વરા ' નામની ઘંટા ત્રણ વખત વગાડતાં “ સૂર્યાભ' નામના વિમાનમાં રહેલા મહેલોના શિખર ઉપર પડેલી શબ્દ–વગણના પુદ્ગલે માંથી ઉછળી રહેલા લક્ષબદ્ધ પ્રતિધ્વનિઓથી -પડછંદાએથી એ વિમાન પૂરાઈ જાય છે. કહેવાની મતલબ એ છે કે ઘંટાને બહુ જ જોસથી વગાડીએ તો એમાંથી જે શબ્દ-પુદગલો નીકળે એના પ્રતિધ્વનિથી સર્વ દિશામાં અને વિદિશાઓમાં પણ એ અનેક લક્ષ જનન માનવાળું વિમાન દિવ્ય પ્રમાણ વડે બહેરું બની જાય છે.
૨ સ્નિગ્ધાદિ સ્પર્શે તો પ્રાપ્ત પદાર્થના જ અનુભવી શકાય એમ સમજાય છે.
૩ એક લાખ જનનું પ્રમાણુ પ્રકાશનીય વસ્તુ આશ્રીને છે, નહિ કે પ્રકાશક આશ્રીને. આથી તો ૪૬૨૦૦૨ યોજન દૂરથી સૂર્યને કકર સંક્રાન્તિમાં અહીંના મનુષ્ય જુએ છે, જ્યારે ઉત્કૃષ્ટ દિવસે “પુષ્કરવર” દ્વીપના પૂર્વ–પશ્ચિમે રહેનારા મનુષ્યો ૨૧૩૪પ૩૭ જનને અંતરે ઉદય અને અસ્ત પામતા સૂર્યને જોઈ શકે છે. જુઓ વિશેષાની ગા. ૩૪૫, ૩૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org