________________
૩૯૨
જીવ-અધિકાર
[ પ્રથમ
સ્પર્શન અને રસન એમ બે ઇન્દ્રિયો છે. કીર્થ, કુન્થ, માંકડ, કાનખજૂરા પ્રમુખ જેને આ બે ઇન્દ્રિ ઉપરાંત પ્રાણેન્દ્રિય હોવાથી તેઓ ત્રીન્દ્રિય કહેવાય છે. ભમરા, માખી, વીંછી, મચ્છર ઇત્યાદિકને આ ત્રણ ઈન્દ્રિયે ઉપરાંત નેત્રરૂપ ચેાથી ઇન્દ્રિય હોય છે અને તેથી તેમને ચતુરિન્દ્રિય તરીકે ઓળખાવવામાં આવે છે. મત્સ્ય, ઉરગ, પક્ષી, પશુ, નારકી, દેવતા અને મનુષ્યો પંચેન્દ્રિય છે, કેમકે તેમને કર્ણ પર્વતની પાંચે ઈન્દ્રિય છે, ઇન્દ્રિયોની સંખ્યા- સાંખ્ય દર્શન પ્રમાણે તે ઈન્દ્રિયની સંખ્યા પાંચ નથી. એ દર્શનમાં તે હાથ, પગ વગેરેને પણ ઈન્દ્રિય તરીકે ઉલલેખ કરવામાં આવે છે. આથી ઇન્દ્રિયની સંખ્યા પાંચ ગણવી કે કેમ એ પ્રશ્ન ઉદ્ભવે છે. એનું સમાધાન એ છે કે એ દર્શનમાં પણ જ્ઞાનેન્દ્રિય તે પાંચ જ અને તે પણ સ્પર્શનાદિ માનેલ છે. હાથ, પગ વગેરેને તે તેઓ “કર્મેન્દ્રિય ”ના નામથી સંબંધે છે કે જેનાથી જીવનયાત્રાને ઉપયોગી આહાર, નિહાર, વિહાર ઇત્યાદિ ક્રિયાઓ થઈ શકે છે. વિશેષમાં જ્ઞાનને જે હેતુ હોય–જેનાથી જ્ઞાનનો લાભ થઈ શકે તેને જ “ઇન્દ્રિય” કહી શકાય, નહિ કે ચેષ્ટા-વિશેષના નિમિત્તને આ પ્રમાણે અર્થાત્ જેનાથી મુખ્યતયા જીવનયાત્રાને ઉપયોગી જ્ઞાન થઈ શકે તે જ જ્ઞાનેન્દ્રિયને ઈન્દ્રિય ગણી જૈન દર્શનમાં ઇન્દ્રિયની સંખ્યા પાંચની બતાવાઈ છે, બાકી ચેષ્ટા-વિશેષના નિમિત્તને ઇન્દ્રિય ગણતાં તેની સંખ્યાને કઈ નિયમ રહેશે નહિ; કેમકે જેટલી ચેષ્ટા તેટલાં નિમિત્તે અને પછી તેટલી ઈન્દ્ર, આત્યંતર-નિવ્રુત્તિ-ઈન્દ્રિનાં સંસ્થાને –
આપણે ૩૮૬ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ આભ્યન્તર-નિવૃત્તિ-ઈન્દ્રિયને આકાર સર્વત્ર એક સરખે છે અને એમ હોવાને લીધે તે એનાં સંસ્થાનેને નિશ્ચય કરી શકાય છે. આથી હવે આપણે દરેક આભ્યન્તર-નિવૃત્તિ ઈન્દ્રિયને આકાર વિચારીએ. સ્પર્શનેન્દ્રિય (ચામડી)ને આકાર જુદા જુદા જીવ આશ્રીને વિવિધ પ્રકારને છે, કેમકે જે જીવનું જેવું શરીર હોય તેવા આકારની તે છે. રસનેન્દ્રિય (જીભ)ને આકાર અસ્ત્રા, ખરપડા (સુરમ) જે છે ધ્રાણેન્દ્રિય
૧ કેવળ બહારની ચામડી જ સ્પર્શનેન્દ્રિય નથી, કિન્તુ શરીરની અંદરની પિલાણી આસપાસની ચામડી પણ સ્પર્શનેન્દ્રિય કહેવાય છે. એ જ રદિય શરીરવ્યાપી છે, આથી કરીને તે અર્થાત શરીર પ્રદેશની અંદર સર્વત્ર સ્પર્શનેન્દ્રિય હોવાથી શીતળ જળ પીતી વેળા અંદર શીતળ સંપર્શનો અનુભવ થાય છે. આ વાતનું પ્રજ્ઞાપનાના મૂળ ટીકાકારના નિમ્નલિખિત મુલાલેખ વડે સમર્થન થાય છે –
"सर्वप्रदेशपर्यन्तवर्तित्वात् ततोऽभ्यन्तरोऽपि शषिस्योपरि त्वगिन्द्रिाध्य માથાકુvgઘડતરપિરાંત નાનુવઃ ''
૨ દરેક જીવની સ્પર્શનેન્દ્રિયનો બાહ્ય અને આભ્યન્તર આકર સરખે છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. આના સમર્થનમાં એમ કહી શકાય કે જે તેમ ન હોય અર્થાત બાહ્ય અને આભ્યન્તર આકા? જાદે હોય તો તે સ્પર્શનેન્દ્રિયને અમુક ચોક્કસ આકારવાળી બતાડી શકાય. આ સંબંધમાં દ્રવ્યલેક પ્રકાશના ૩૬ મા પત્રમાં એ ગ્રંથના સંશોધક આગમ દ્વારકા શ્રીસાગરાનંદસૂરિએ નીચે મુજબનું ટિપ્પણુ રજુ કર્યું છેઃ
“અજાણવામાં માનતા રાજ() મેરાણામતિ ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org