________________
ઉલાસ ] આત દર્શન દીપિકા.
૩૯૧ તે સમગ્ર શરીરમાં ઉપરના તેમજ અંદરના ભાગમાં આત્યંતર-નિવૃત્તિ-૫નેન્દ્રિયના આત્મપ્રદેશ વ્યાપી રહેલા છે અથવા ચામડીના બહારના તેમજ અંદરના ભાગમાં અત્યંતર-નિવૃત્તિસ્પર્શનેન્દ્રિયના પરમાણુઓ છે. આ ઇન્દ્રિય અબરખના પડના જેવી છે. ત્વચાની બહારનું અને અંદરનું પડ જુદું નથી, મુખની અંદર જે જીભ દેખાય છે તેના ઉપર અને નીચેના ભાગમાં રસનેન્દ્રિયના પરમાણુઓનું એક જ ૫ડ પથરાઈ રહેલું છે. એ પડ વડે જીભ ઉપર મૂકેલા ખારા, ખાટા પદાર્થને અનુભવ થાય છે, નહિ કે દેખાતી જીભ વડે. એવી રીતે દેખાતી નાકની પિલાણુમાં ઉપરના ભાગમાં પ્રાણેન્દ્રિયની જે અત્યંત આકૃતિ છે તે જ ગંધરૂપ વિષયને ગ્રહણ કરી શકે છે. નેત્રમાં કીકીની અન્દર નેગેન્દ્રિયની જે સૂક્ષમ અત્યંતર આકૃતિ રહેલી છે તે રૂપનું ગ્રહણ કરી શકે છે, નહિ કે આંખની કીકી. કર્ણપપૈટિકાના પિલાણમાં કણેન્દ્રિયની જે સૂક્ષમ અત્યંતર આકૃતિ છે તે શબ્દનું ગ્રહણ કરી શકે છે, નહિ કે કાનપાપડી.
કહેવાનું તાત્પર્ય એ છે કે સ્થાનરૂપ બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયો છે, જ્યારે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય કરનારી આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિયો કરે છે અને અત્ર તેને જ ઉલ્લેખ કરાયો છે. અથવા એમ પણ કહી શકાય કે પ્રત્યેક ઈન્દ્રિયના લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગરૂપ ચાર ચાર પ્રકારની સમષ્ટિ એ જ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં જેટલી ખામી તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા સમજવી. ઇન્દ્રિયના ક્રમની સકારણુતા
સ્પર્શન, રસન, ઘાણ, નેત્ર અને શ્રોત્ર એ પ્રમાણે ઇન્દ્રિયને કમ ગોઠવવામાં એ હેતુ સમાયેલ છે કે સમસ્ત (સંસારી) ને સ્પર્શનેન્દ્રિય છે ( આથી જોઈ શકાય કે જેને સ્પર્શનેદ્રિય હોય તે સંસારી જીવ જાણો ) અર્થાત્ એ ઈન્દ્રિય સર્વ જીવ વિષયક છે. એથી ક્રમશઃ દરેક ઇન્દ્રિયનું ક્ષેત્ર ઓછું થતું જાય છે. વળી આ કમ ઇન્દ્રિયની વૃદ્ધિ કેવી રીતે થાય છે તે પણ સૂચવે છે.
પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચે એકેન્દ્રિય જાણવા, કેમકે તેમને એક જ સ્પશનરૂપ ઈન્દ્રિય છે. કૃમિ, શંખ, જળ ઇત્યાદિ દ્વીન્દ્રિય છે. તેમને
૧ અત્ર “ ક્ષેત્ર ' શબ્દથી શું સમજવું તેને સ્પષ્ટ બંધ થાય તે માટે એટલે ઉલ્લેખ કરીશું કે સમસ્ત વિશ્વમાં કણેન્દ્રિયની સંખ્યા સૌથી ઓછી છે, કેમકે પંચેન્દ્રિય જીવે થડ જ છે. નેન્દ્રિયની સંખ્યા અધિક પરંતુ બમણાથી કંઈક ઓછી છે. ધ્રાણેન્દ્રિય એથી વિશેષ અધિક છે. રસનેન્દ્રિય એથી પણ અધિક છે; અને સ્પર્શનેન્દ્રિયની સંખ્યા તે અનંત ગુણી છે; કેમકે સાધારણ વન
સ્પતિ અનંત છે. જે ક્ષેત્રનો અર્થ ઈન્દ્રિયથી અવગાડાયેલા આકાશ-પ્રદેશ સમજવામાં આવે તે તવાર્થ રાજ૦ ( પૃ. ૮૧ )માં સુચવાયું છે તેમ સૌથી ઓછા પ્રદેશ નેત્રના છે, એનાથી સંખેય ગુણ કાનના છે, એનાથી અધિક નાકના છે, જીભના પ્રદેશ અસંખેય ગુણ છે અને ત્વચાના અનંત ગુણ છે. આ ઉપરથી કેઇ એમ કહે કે આ હિસાબે તે કાનનો અંતમાં નિર્દેશ ન કરતાં આંખને નિર્દેશ કરવો જોઈએ તે એક રીતે એ વાત સત્ય છે, પરંતુ કાન સૌથી વધારે ઉપકારી હોવાથી તેનો અંતમાં ઉલ્લેખ કરાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org