SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ છવ–અધિકાર, [ પ્રથમ ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગ રૂપે બે પ્રકારની છે. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિને પશમ જે એક પ્રકારને આત્મિક પરિણામ છે તે લબ્ધિ-ઈન્દ્રિય છે; અને લબ્ધિ, નિર્વત્તિ તથા ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયેને સામાન્ય અને વિશેષ બોધ થાય છે તે ઉપયોગ-ઇન્દ્રિય છે." ઉપયોગ-ઈન્દ્રિય મતિજ્ઞાન તથા ચહ્યુશન, અચહ્યુશન આદિ રૂપ છે. મતિજ્ઞાનરૂપ ઉપયોગ જેને ભાવેન્દ્રિય કહેલ છે તે અરૂપી-અમૂર્ત પદાર્થને જાણી શક્તો નથી; રૂપી પદાર્થોને જાણે છે ખરો, પરંતુ એના બધા ગુણ-પર્યાને જાણી શકતું નથી; ફક્ત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પર્યાને જ જાણી શકે છે. લબ્ધિ-ઇન્ડિયાદિને પ્રાપિ-કમ - લબ્ધિ-ઈન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગ હોઈ શકે છે. એવી રીતે નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે જ ઉપકરણ અને ઉપયોગ સંભવે છે, અને ઉપકરણ પ્રાપ્ત થયે છતે જ ઉપયોગને સંભવ છે. આથી એ ફલિત થાય છે કે લબ્ધિ વિના નિવૃત્તિ હોતી નથી; નિવૃત્તિ વિના ઉપકરણની હૈયાતી નથી, અને ઉપકરણની ગેરહાજરીમાં ઉપયોગ નથી. વળી આથી એ પણ સૂચવાય છે કે પૂર્વ પૂર્વ ઇન્દ્રિય પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિને સંભવ છે, પરંતુ એ નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઇન્દ્રિયની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય. આ સ્વકલકલિપત નિવેદન નથી, કિન્તુ તે આચારાંગની વૃત્તિના ૧૦૪માં પત્રમાં શ્રી શીલાંકસૂરિએ નિમ્નલિખિત શબ્દ દ્વારા દર્શાવેલ હકીકતને સારાંશ છે – __ " सत्यां लब्धौ निर्वृत्त्युपकरणोपयोगाः, सत्यां च निवृत्तौ उपकरणोपयोगी, सत्युपकरण उपयोग इति ।" ઇન્દ્રિયની સંખ્યા અને તેનાં નામે દર્શાવતાં ગ્રંથકાર કર્થ છે કે तानि चेन्द्रियाणि पश्चधा, स्पर्शन-रसन-घ्राण-चक्षुः-श्रोत्रभेदात् । અર્થાત (દ્રવ્ય-) ઈન્દ્રિયો પાંચ છેઃ ચામડી, જીભ, નાક, આંખ અને કાન. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ચામડી એ સ્પર્શનેન્દ્રિયને આધાર છે–એનું સ્થાન છે, નહિ કે એ પિતે સ્પશનેન્દ્રિય છે. એ પ્રમાણે જીભ વગેરે માટે પણ સમજવું. સ્પષ્ટ શબ્દોમાં કહીએ - ૧ ખરી રીતે જોતાં ઉપયોગ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણ સમષ્ટિનું કાર્ય છે. પરંતુ અત્ર કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેમજ શબ્દાર્થને સંભવ હોવાથી એને પણ “ઈ સંજ્ઞા આપવામાં આવી છે. આ વાત તવાર્થરાજ ( પૃ. ૯૧ માં નીચે મુજબના શબ્દોમાં મળી આવે છે – “ ૩vયોગસ્થ શારિરિદ્રય થvશાનુvvઉત્તરતિ ચેન્ન, જળધમૅરા જા. Tષ શાર્થનમકાશ ” ૨ પ્રજ્ઞાપના નામના ચેથા ઉપાંગના પંદરમા પદ (સૂ. ૨૦૧)માં સૂચવ્યા મુજબ દ્રએન્દ્રિયો આઠ છેઃ બે કાન, બે આંખ, બે નસકોરાં, એક જીભ અને એક ત્વચા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy