SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. 320 स्तस्याः शक्तिविशेषरूपत्वम्, निर्वर्तितस्यानुग्रहानुपघाताभ्यामुपकारकारित्वं वा उपकरणेन्द्रियस्य लक्षणम् । (११७) અર્થાત્ બાહ્ય અને આત્યંતરરૂપ બંને પ્રકારની નિવૃત્તિ-ઈન્દ્રિય ઉપર ઉપકાર કરનારી ઈન્દ્રિય “ ઉપકરણ-ઈન્દ્રિય” કહેવાય છે. અથવા આનું લક્ષણ એ પણ છે કે ખડ્ઝના સમાન બાહ્ય-નિવૃત્તિ-ઈન્દ્રિયની જેવી અને વિશેષ કરીને સ્વચ્છ પુદ્ગલરૂપ એવી આભ્યતર-નિવૃત્તિઇન્દ્રિયને શક્તિવિશેષ તે “ઉપકરણ-ઇન્દ્રિય” છે. અથવા નિર્માણ વગેરે નામ-કર્મ વડે રચાયેલી નિવૃત્તિ-ઈદ્રિયના ઉપર અનુગ્રહ અને ઉપઘાતથી રક્ષણરૂપ ઉપકાર કરનારી ઇન્દ્રિય “ઉપકરણ– ઈન્દ્રિય ” છે. આના પણ નિવૃત્તિ-ઈન્દ્રિયની પેઠે બાહ્ય અને આત્યંતર એવા બે ભેદે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે ગ્રંથકારે ઉપકરણ-ઇન્દ્રિયનાં લક્ષણે સૂચવતાં પ્રજ્ઞાપનાવૃત્તિ અને આચારાંગ-વૃત્તિનાં આત્યંતર-નિવૃત્તિ-ઈન્દ્રિય પરત્વે પરસ્પર વિરોધી લક્ષણને માન્ય રાખ્યાં છે, જો કે આત્યંતર-નિવૃત્તિ-ઇન્દ્રિયનું લક્ષણ તે આચારાંગ-વૃત્તિ અનુસારે આપ્યું છે. કેમકે આભ્યન્તર-નિવૃત્તિ-ઈન્દ્રિય એ અતિશય નિર્મળ પુલરૂપ છે એ અભિપ્રાય પ્રજ્ઞાપનાને વૃત્તિકારને છે, જ્યારે એ ઈન્દ્રિય શુદ્ધ આત્મ-પ્રદેશરૂપ છે એ વાત આચારાંગ-વૃત્તિ સાથે (તેમજ તત્વાર્થરાજ સાથે) મળતી આવે છે. ૧ ઇન્દ્રિયને વિષય ગ્રહણ કરવામાં ઉપકાર કરનાર શક્તિ-વિશેષ તે “ઉપકરણ-ઈન્દ્રિય છે, જેમકે શ્રોત્રેન્દ્રિયની શ્રવણ-શક્તિ અને રસનેન્દ્રિયની આસ્વાદન-શક્તિ એ પ્રમાણે નવતર વિસ્તરાઈ (પૃ. ૬૦ )માં સૂચવાયું છે. २ " उपकरणं खड्गस्थानीयाया बाह्य निर्वत्तेर्या खड्गधारासमाना स्वच्छतरg૪રપૂerfમા પૂરતા નિવૃત્તિઃ તા: રા#િવિત: ” -પ્રાપનાની શ્રીમલયગિરિરિકૃત વૃત્તિનું ર૮૩ મું પત્ર. 3" निवर्त्यते इति निर्वत्तिः । केन निवर्त्यते ? कर्मणा । तत्र उत्सेधागुलासख्येयभागप्रमितानां शुद्धानामात्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थाने नावस्थितानां या वृत्तिः (सा अभ्यन्तरा निर्वृत्तिः। तेष्वेवात्मप्रदेशेषु इन्द्रियव्यपदेशभाग यः प्रति. नियतसंस्थानो निर्माणनाम्ना पुद्गलचिपा किना बर्द्धकीसंस्थानीयेनारचितः कर्णशक. ल्यादि विशेषः अङ्गोपाङ्गनाम्ना च निष्पादित इति बाह्या निर्वत्तिः । तस्या पत्र निवृत्ते. द्विरूपाया येनोपकारः क्रियते तदुपकरणम् । तच्च इन्द्रिय कार्य समर्थ, सत्यार्मा अनुपहतायां मसूराकृतिरूपायां निर्वृत्तौ तस्योपघातात् न पश्यति । तदपि निवृत्तिव દિષI " આ પ્રમાણેને આચારાંગ (અ. ૨, ઉં. ૧, સુ. ૧૭ )ની શ્રી શીલાંકરિકૃત વૃત્તિના ૧૦૪ મા પત્રમાં ઉલ્લેખ છે, જ્યારે નહિ જેવા ફેરફારવાળા પાઠ લોકપ્રકાશ (સ. ૭) ૪૭૬માં લોક પછી સાક્ષિરૂપે આલેખાયેલો નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy