SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૮૧ દશાઓને અનુભવતા વધે છે તેમ અંક્રૂર, કિશલય, શાખા ઈત્યાદિ અવસ્થાઓ વડે સૂચવાય છે તેમ ઝાડ પણ વધે છે. આથી પણ એનામાં જીવ છે. વળી વૃક્ષને સંકેચ, વિકાસ વગેરે સંજ્ઞાઓ પણ છે. એથી એનામાં સચેતનતા સિદ્ધ થાય છે. વનસ્પતિમાં અન્ય જીવોની જેમ આહારાદિ દશે સંજ્ઞાઓ છે એ વાત આગળ ઉપર વિચારવામાં આવનાર છે. અત્રે એ વાતને જ નિર્દેશ કરે પ્રસ્તુત સમજાય છે કે જેમ મનુષ્યના શરીરમાં જ્ઞાનને સંબંધ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ જ્ઞાનને સંબંધ છે. જેમકે ખીજડે, વશુલ, અગથિ, આમલી, કડી વગેરે વનસ્પતિઓ સૂઈને જાગે છે, માટે જ એમાં જ્ઞાનનું અસ્તિત્વ અનુમનાય છે. વડ, પીપળો અને લીંબડો ઇત્યાદિ ઝાડાના અંકાએ વર્ષા ઋતુના મેઘની ગજેનાથો અને શીતળ વાયુના સ્પર્શથી ઉગી નીકળે છે એટલે કે એ વનસ્પતિઓમાં શબ્દ પારખવાની અને સ્પર્શને ઓળખવાની શક્તિ પણ રહેલી છે. વળી જ્યારે પગમાં ઝાંઝરવાળી દેન્મત્ત સ્ત્રી પિતાનાં કમળ ચરણથી અશોક વૃક્ષને પ્રહાર કરે છે-તેને લાત મારે છે ત્યારે જ તેને પાંદડાં અને ફૂલે આવે છે. જ્યારે કે જુવાન લલના ફણસના ઝાડને આલિંગન દે છે ત્યારે તેને વિષે ફૂલે અને પાંદડાં ઉગે છે. જ્યારે બકુલના ઝાડ ઉપર ખુશબેદાર દારૂને કેગળા કરવામાં આવે છે ત્યારે તેને વિષે પુછે અને - પત્રોને પ્રાદુર્ભાવ થાય છે. તિલકના ઝાડ પ્રત્યે કટાક્ષ પૂર્વક દષ્ટિ ફેંકવાથી તે પાંદડાં અને ફલેથી વિભૂષિત બને છે. વિશેષમાં પાંચમા સ્વરના ઉદ્ગારથી શિરીષનાં અને વિરહકનાં લે ખરી પડે છે. વળી સૂર્ય-કમલો સવારે, ઘેષાતકીનાં પુપે સાંજે અને ચંદ્ર-કમલે ચંદ્રના ઉદય થયા બાદ ખીલે છે. લજામણી વગેરેના રોપાઓ હાથ અડકતાં જ સંકેચ પામી જાય છે. વળી અમુક વનસ્પતિ અમુક ઋતુમાં જ ફળ આપે છે. આ બધી વિશેષતાઓ વનસ્પતિમાં જ્ઞાન હોવા વિના સંભવતી નથી અને જ્ઞાનનું અસ્તિત્વ એટલે ચૈતન્યની હૈયાતી. અત એવ વનસ્પતિની સચેતનતા સિદ્ધ થાય છે. વળી જેમ આખા શરીરની ચામ ઉતારતાં ગધેડે મરી જાય છે તેમ સમગ્ર છાલ ઉતારતાં ઝાડ મરી જાય છે. આ ઉપરાંત જેમ માનવ–શરીર છેદાતાં સૂકાઈ જાય છે તેમ વનસ્પતિને દેહ પણ પલ, પુષ્પો છેદતાં સૂકાઈ જતો જોવાય છે. આ યુક્તિથી પણ વનસ્પતિનું સજીવ7 અનુમનાય છે. વિશેષમાં જેમ મનુષ્યને દેહદ થાય છે તેમ વનસ્પતિને પણ ઈચ્છારૂપ દેહદ થાય છે, કેમકે તેમને દેહદ પૂર્ણ થતાં તેઓ ફળે છે, નહિ તે તેઓ સૂકાઈ જાય છે. વિશેષમાં જેમ મનુષ્ય-દેહ અશાશ્વત છે–વિનશ્વર છે તેમ વનસ્પતિને દેહ પણ છે, કારણ કે એનું દશ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. આ ઉપરાંત જેમ માનમાં તતમતા છે તેમ વૃક્ષોમાં પણ છે. જેમકે એરંડા જેવાં કેટલાક ઝાડ નીચ છે, જ્યારે આંબા જેવાં ઝાડે ઊંચ છે, કેટલાંક કાંટાવાળાં છે તે કેટલાંક કેમળ છે કેટલાંક કુટિલ છે તે કેટલાંક સરળ છે, કેટલાંક કદ નાનાં છે તો કેટલાંક ઊંચાં છે, કેટલાંકના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આનંદજનક છે તો કેટલાંકના એથી ઉલટા છે; કેટલાંક વિષ જેવાં છે કે કેટલાંક અમૃત જેવાં છે, કેટલાંક ઉકરડામાં ઉગે છે, તો કેટલાંક સુંદર ઉઘાનમાં ઉગે છે. કેટલાંક દીર્ઘ આયુષ્યવાળાં છે તે કેટલાંક શસ્ત્ર પ્રહાર થતાં સત્વર મરણને શરણ થાય છે. આ પ્રમાણેની વિવિધતા કર્મોના સદ્દભાવ વિના સંભવતી નથી. જેમકે ઘડારૂપ કાર્ય કર્તા કુંભાર છે તેમ આ કર્મો કાર્યરૂપ હોવાથી તેને કઈ કર્તા હૈ જોઈએ. આથી વનસ્પતિ સચેતન હોવાનું સ્પષ્ટપણે અનુમાન થાય છે. વળી મનુષ્યને રેગ થાય છે અને તે યોગ્ય દવા કરવાથી મટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy