SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૩૭૭ અપર્યાપ્ત એવા ભેદ છે. બાદર વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ એવા બે ભદે છે, જ્યારે સૂકમ વનસ્પતિકાય તે સાધારણ જ છે. એક શરીરમાં એક એક જીવ અલગ અલગ હોય તે પ્રત્યેક શરીર કહેવાય છે, જ્યારે જેમાં અનંત છ હેય તે “સાધારણ શરીર કહેવાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયના બાર ભેદે છે –(૧) આમ્ર વગેરે વૃક્ષો, (૨) વેંગણ વગેરે ગુચ્છ, (૩) નવમાલિકા, જાઈ વગેરે ગુલ્મ, (૪) ચંપકાદિ લતાઓ, (૫) તુંબડી, દરાખ પ્રમુખની વેલ, (૬) શેરડી વગેરે પર્વો, (૭) દૂ, દર્ભ વગેરે ઘાસ, (૮) સોપારી, ખજૂર વગેરે વલય, (૯) તંદુલાયક વગેરે મહરિતકી, ( ૧૦ ) વીસ પ્રકારનાં - ૧ ચમક વૃક્ષના ફળમાં એક બી છે કે વધારે એ વિચારતાં વૃક્ષના એકબીજયુક્ત ફળવાળાં અને અનેકબીજયુક્ત ફળવાળાં એમ બે પ્રકારે પાડવામાં આવ્યા છે. જાંબુ, લીંબડે, આંબો એ પ્રથમ પ્રકારનાં ઝાડે છે, જ્યારે કેક, દાડમ, ફણસ વગેરે બીજી જાતનાં ઝાડ છે. ભગવતી નામના પાંચમા અંગમાં સૂચવ્યા મુજબ વૃક્ષને ત્રણ ભેદે પણ પડે છે. જેમકે શગરની પેઠે અનંત જીવાળાં ઝાડ; કોઠ, આંબાની માફક અસંખ્ય જીવોવાળાં ઝાડો; અને તાડ, તમાલ વગેરેની જેમ સંખ્યાત છવવાળાં ઝાડે. વૃક્ષનું મૂળ ભૂમિ સાથે સંબદ્ધ હોય છે, કંદ એને આશ્રીને રહેલો છે, થડ કંદ આશ્રીને રહેલ છે એમ બી સુધીનાં સર્વે અવયવ એક બીજા સાથે જોડાયેલાં છે. ૨ લતા એટલે શું તે નિમ્નલિખિત પંક્તિ ઉપરથી જણાય છે – " येषां स्कन्धपदेशे विवक्षितोर्वशाखाव्य तिरेकेण अन्यत् शाखान्तरं तथाविधं परिस्थूरं न निर्गच्छतीति ते लताः " –છવાછવાની વૃત્તિનું ર૬ મું પત્ર અર્થાત જેના થડના પ્રદેશને વિષે વિવક્ષિત ઊંચી ડાળી છોડીને તેવી બીજી ડાળી નીકળતી નથી તે * લતા ' કહેવાય છે. ૩ જીવાડ્યા ( સૂ. ૨૦ ) પ્રમાણે મુખ્યત્વે કરીને લતાએ આઠ છે અને વેલો ચાર છે, જ્યારે એના અવાંતર ભેદે અનુક્રમે આઠસે અને ચારસે છે; પરંતુ તેનાં નામો કોઈ પણ જન ગ્રંથમાં હજી સુધી મારા જેવામાં આવ્યાં નથી. ૪ જેની છાલ વલયના આકારની હોય છે તેને “વલય ” કહેવામાં આવે છે ૫ હરિતકી કહે કે લીલોતરી કહે તે એક જ છે અને એના (અ) જળમાં ઉત્પન્ન થતી, ( આ ) સ્થળમાં ઉત્પન્ન થતી અને (ઈ) ઉભયત્ર ઉત્પન્ન થતી એમ ત્રણ પ્રકારે છે. ૬ એના નામે પ્રવચનસારોદ્ધાર (ઠા. ૧૫૬ )ની નીચે મુજબની માથામાં મળી આવે છે - * પન્ના વાવલં તક જ રાત્તિ થી પટ્ટીમ | कोद्दव अणुया कंग रालय तिल मुग्ग मासा य ॥१००४ ॥ अयसि हरिमंथ तिउवह निप्फाव सिलिंद रायमासा य । इकूख मसूर तुवरी कुलत्थ तह धन्नय कलाया ॥१००५॥" 48 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy