SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ જીવ-અધિકાર [ પ્રથમ (૩૪) હંસગર્ભ, (૩૫) પુલક, (૩૬) સૌગન્ધિક, (૩૭) ચન્દ્રકાન્ત, (૩૮) વેડૂર્ય, (૩૯) જલકાન્ત અને (૪૦) સૂર્યકાન્ત. આ સમસ્ત પ્રકારના બાદર પૃથ્વીકાયિકના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ પડે છે. અષ્કાયના અવાંતર ભેદ– અપકાયના સૂક્ષમ અને બાઇર એવા બે ભેદે છે અને આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અવાંતર ભેદે છે. આ પૈકી બાદર અષ્કાયના એસ, હિમ, કરા, ધુમસ, 'હરતનુ-જળ, *શુદ્ધ જળ, શીતળ જળ, ઉષ્ણ જળ, ખારૂં જળ, ખાટુ જળ, લવણ-ઉદક, 'વારુણ-ઉદક, “ક્ષીર-ઉદક, ક્ષેદ-ઉદક, રસ-ઉદક, “ઘને દધિ ઇત્યાદિ અનેક ભેદે છે. તેજસ્કાયના ભેદ– તેજરકાયના પણ સૂમ તેજસ્કાય અને બાદર તેજસકાય એમ બે ભેદ પડે છે, અને વળી એ બનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે છે. તે પૈકી બાદર તેજરકાયના ઉલકા, તણખા, જવાળા, અંગારા, અલાત (કેલસા)ને અગ્નિ, શુદ્ધ અગ્નિ, વીજળી, સૂર્યકાન્તાદિથી ઉત્પન્ન થત અગ્નિ, અરણિ આદિ કાષ્ટ ઘસવાથી ઉત્પન્ન થતે અગ્નિ, વજાને અગ્નિ વગેરે ભેદે છે. વાયુકાયના પ્રભેદ– વાયુકાયના સૂક્ષમ વાયુકાય અને બાદર વાયુકાય એમ બે પ્રકાર છે. આ પ્રત્યેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદે છે. તેમાં બાદર વાયુકાયના દશે દિશાના વાયુઓ, ઉબ્રામક, ૧૧ઉત્કલિક, મંડલિક, ૧૯ગુંજાવાયુ, ઝંઝાવાત, "સંવર્તક, વનવાત, શુદ્ધ વાત ઈત્યાદિ પ્રભેદો છે. વનસ્પતિકાયના ભેદ-પ્રભેદે વનસ્પતિ–કાયના સુકમ અને બાદર એમ બે ભેદે પડે છે. આ બંનેના વળી પર્યાપ્ત અને ૧ પૃથ્વીને ભેદીને તૃણુના અગ્ર ભાગ વગેરે ઉપર રહેનારું પાણી. ૨ અંતરિક્ષથી પડેલું અથવા નદી વગેરેનું જળ. ૩ સ્વભાવથી ઊના પાણીના કુંડ વગેરેનું જળ જેમકે ભગવતી ( ફી ૨, ૫, સૂ. ૧૧૩ )ના ૧૪૧મા પત્રમાં ઉલ્લેખ કરાયેલા સ્થળનું જળ. ૪-૮ લવણ, વારુણ, ક્ષીર, ઈક્ષરસ અને પુષ્કરવર સમુદ્રનાં જળો અનુક્રમે સમજવાં, ૯ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીના આધારરૂપ ઘાડું જળ, ૧૦ અનવસ્થિત રીતે વાત વાયુ, ૧૧ જેમ સમુદ્રમાં કોલ થાય છે તેમ જે વાયુના મો. જાઓ રેતીમાં સ્પષ્ટ જણાય તે પવન. ૧૨ મૂળમાંથી જે ગોળ ફરતે વાતે હોય તે વાયુ. ૧૩ અવાજ કરત-સુસવાટ કરતે વાયુ. ૧૪ મેઘની વૃષ્ટિ સહિત વાત હોય તે અથવા આકરે વાયુ. ૧૫ તણખલા વગેરેને ઉપાડી ઉડાવનારો વાયુ. ૧૬ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ પૈકી પ્રત્યેકની નીચે રહેલો ઘન પરિણામવાળે અને વનોદધિના આધારભૂત વાયુ. ૧૭ શીતળ, સુખાકારી અને મંદ મંદ વાતે પવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy