________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા.
૩૭૫
પિંડિત થવા છતાં તેઓ દષ્ટિગોચર થતા નથી, જ્યારે શ્રીન્દ્રિયાદિકની બાબત એથી વિપરીત છે
અર્થાત તેના દેહે એકઠા મળતાં તેઓ નયન-ગચર બને છે. પૃથ્વીકાયના ભેદ-પ્રભેદ–
પૃથ્વીકાયના સૂમ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય એમ બે ભેદ પડે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય સમસ્ત લેકવર્તી છે, જ્યારે બાદર પૃથ્વીકાય તો અમુક જ સ્થળમાં–ભાગમાં છે. (અત્ર એ ધ્યાનમાં રાખવું કે આ સૂક્ષ્મત્વ, બાદરત્વ આપેક્ષિક નથી, કિન્તુ કર્મોદયજનિત છે.) આ સૂમ પૃથ્વીકાયના પર્યાય અને અપર્યાપ્ત એમ બે ભેદ પડે છે.
બાદર પૃથ્વીકાયના લૂણ અને ખર એમ બે ભેદે છે. લણે કહેતાં ચૂર્ણિત લેણના જેવી મૃદુ પૃથ્વી સમજવી. આવી પૃથ્વી જેનું શરીર છે તેને “ક્ષણ બાદર પૃથ્વીકાય” જી જાણવા. ખર કહેતાં કઠિન એવી પૃથ્વી જેનું શરીર છે તેને “ખર બાદર પૃથ્વીકાય” સમજવા. બ્લક્ષણ બાદર પૃથ્વીકાયના ભેદ–
આ શ્લફણ બાદર પૃથ્વીકાયના વળી સાત ભેદે છે–(૧) કૃષ્ણ મૃત્તિકા (કાળી માટી), (૨) નીલ મુસ્તિકા (ભૂરી માટી), (૩) લેહિત મૃત્તિકા (ાતી માટી), (૪) હારિદ્ર મૃત્તિકા (પીળી માટી), (૫) શુકલ મૃત્તિકા (સફેદ માટી), (૬) પાડુ મૃત્તિકા (અમુક દેશમાં ઉત્પન્ન થતી ધૂળરૂપ માટી) અને (૭) પનક-મૃત્તિકા (નદી પ્રમુખમાં પૂર આવ્યા પછી તેને કાંઠે જે ક્ષણ, મૃદુ એ કાદવ રહી જાય છે તે). ખર બાદર પૃથ્વીકાયના પ્રકારો –
ખર બાદર પૃથ્વીકાયના મુખ્યત્વે કરીને ચાલીસ ભેદે છે. જેમકે, (૧) શુદ્ધ પૃથ્વી, (૨) શકરા, (૩) વાલુકા (રેતી), (૪) ઉપલ (પાષાણુ, પત્થર ), (૫) શિલા (દેવકુલ પીઠાદિક બનાવવામાં ઉપયોગી પત્થર), (૬) લવણ (મીઠું), (૭) ઊષ (ખારી જમીન), (૮) લોખંડ, (૯) તાંબું, (૧૦) કલાઈ (ત્રપુ), (૧૧) સીસું, (૧૨) રૂપું, (૧૩) સેનું, (૧૪) વજ ( હીરે), (૧૫) હરિતાલ, (૧૬) હિંગલેક, (૧૭) મનઃશિલા (મનશીળ), (૧૮) પારે, (૧૯) અંજન (આંખમાં આંજવાને સુરમે, ઈત્યાદ્રિ), (૨૦) પરવાલા, (૨૧) અબરખ (અશ્વપટલ), (૨૨) અભ્રમિશ્રિત વાલુકા, (૨૩) ગમેઘક, (૨૪) રુચક, (૨૫) અંક, (૨૬ ) સ્ફટિક, (૨૭) લેહિતાક્ષ, (૨૮) મરકત, (૨૯) મસારગલ્લ, (૩૦) ભુજમેચક, (૩૧) ઈન્દ્રનીલ, (૩૨) ચન્દન, (૩૩) ગરિક (ગેરૂ ),
૧ આહારાદિ પુદગલોને ગ્રહણ કરવા તેમજ પરિણુમાવવા રૂપ જે આત્માની શક્તિ તે “પર્યાપ્તિ' કહેવાય છે. પર્યાપ્તિ છ છે, પરંતુ દરેક જીવને છએ છ હોવી જોઈએ એ નિયમ નથી. પરંતુ કયા જીવને કેટલી હોવી જોઈએ એ બાબતનો નિયમ છે. આથી જે જીવને જેટલી પર્યાપ્તિ હોવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેટલી પર્યાપ્તિ તે પ્રાપ્ત કરે ત્યારે જ તે “પર્યાપ્ત કહેવાય; નહિ કરે ત્યાં સુધી તે “અપર્યાપ્ત’ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org