________________
ઉલ્લાસ ]
આહત દર્શન દીપિકા.
૩૭૩
અર્થાત્ અન્ય શબ્દોમાં કહીએ તે ગતિ–વસ અને લબ્ધિ-ત્રસ એમ ત્રસ જીવોના બે ભેદ પડે છે. સ્થાનાંગ નામના ત્રીજા અંગના ઉપાંગરૂપ જીવાજીવાભિગમમાં તે ત્રસની ત્રસ અને
દારિક ત્રસ એમ બે ભેદ પાડેલા છે. ત્રસ’ શબ્દથી તેજસ્કાય અને વાયુકાય અને “દારિક વસથી દ્વીન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના છ સમજાવવામાં આવ્યા છે.
ગતિ-ત્રસ અને લબ્ધિ-ત્રસ પર મતાંતર–
આ પ્રમાણે આપણે સ્થાવર અને ત્રસ સંબંધી મત-ભેદ જોયા. વિશેષમાં ગતિ–ત્રસ અને લબ્ધિ-ત્રસ પરત્વે પણ મત-ભેદ છે. આચારાંગની નિયુક્તિમાં ગતિ–વસ અને લબ્ધિ-ત્રસને અર્થ ઉપર પ્રમાણે કરવામાં આવ્યા નથી, પરંતુ એથી વિપરીત હકીકત છે. ત્યાં “ગતિત્રસ’ શબ્દથી કોન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છ સમજાવવામાં આવ્યા છે અને લબ્ધિ-વસથી તેજસ્કાય અને વાયુકાય સમજાવવામાં આવ્યા છે. અર્થાત્ જેને આપણે અહીં લબ્ધિ-ત્રસ કહ્યા છે તેને એ નિયુંકિતમાં “ગતિ-રસગણાવ્યા છે અને જેને આપણે અત્ર “ગતિ-ત્રસ' કહ્યા છે તેને એ સૂત્રમાં
લબ્ધિ-ત્રસ” એવું નામ આપ્યું છે. આ મત-ભેદનું કારણ પણ ગતિ અને ત્રણ શબ્દોને કો અર્થ કરે તે હોવું જોઈએ એમ લાગે છે.
સ્થાવરના ભેદના ક્રમની સકારણુતા
ગ્રન્થકારે સ્થાવરના પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય એવા ત્રણ પ્રકારે પાડ્યા છે. તેમાં પૃથ્વીકાયને આદ્ય સ્થાન અને વનસ્પતિ-કાયને અંતિમ સ્થાન કેમ આપવામાં આવ્યું છે એ સહજ પ્રશ્ન ઉદ્ભવે. આને ઉત્તર અવાજીવાભિગમ ( સૂ. ૧૦)ની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના નવમા પત્રમાંથી એમ મળી આવે છે કે પૃથ્વી એ સર્વ ભૂતને આધાર છે. વાસ્તે પૃથ્વીકાયિકને પ્રથમ નિર્દેશ કરવામાં આવ્યું છે. ત્યાર પછી તેને વિષે પ્રતિષ્ઠિત એવા અષ્કાયિકને ઉલ્લેખ કરવો તે વ્યાજબી છે અને જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ હોય એ સૈદ્ધાન્તક વસ્તુના પ્રતિપાદન માટે અપ્લાયિક પછી વનસ્પતિ-કાયિકનો નિર્દેશ કરે એ સુસંગત હોવાથી તેને અકાય પછી એટલે અંતમાં ઉલ્લેખ કરાયો છે.
૧ આ રહ્યો તે ઉલેખ –
"दुषिहा खलु तसजीवा लद्धितसा चेव गहतसा चेव ।
लद्धीय तेउबाऊ तेणऽहिगारो इहं नथि ॥ १५३ ॥ " [ fgfgષા: a
સ્ટfષત્રનાક પતિવ્રત્તાક | लध्या तेजोवायू तेनाधिकार इह नास्ति । ] ૨ પૃથ્વી–કાય કહે કે પૃથ્વીકાયિક કહે તે એક જ છે. કેમકે કહ્યું પણ છે કે
"पृथ्वीकाया पर पृथ्वीकायिकाः, आर्षत्वात् स्वार्थ इकप्रत्ययः "। ૩ આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિ-કાયિક માટે પણ સમજી લેવું. ૪ “ જરથ કરું તા થf ” [ x 1ઢ ત થનમ ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org