SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ મંગલ જીવન કથા પણ અરે રે! માનવી કયે દિવસે પિતાની ઈચ્છાને પાર પાડી શક્યા છે ? તે જે ચાહે છે તેની પ્રતિકૂળતા તેની સામે હાજર થાય છે. એક કવિ પોકારે છે કે– “ અરે પ્રારબ્ધ તે ઘેલું, રહે તે દર માગે તે; ન માગે દેડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે ! ” થયું પણ એમ જ, હજી “કાશી” પહોંચ્યાને અઢી માસ માંડમાંડ થયા હતા તેટલામાં તે જૈન ધર્મને મહાદીપ બુઝાયે. જૈન નામંડળને ચંદ્ર આથમી ગયે. શ્રી વિજયધમસૂરિજીને સ્વર્ગવાસ થશે. આવા સમાચાર સાંભળતાં. ગુરુભકત શિષ્યને ગુરુના વિરહનું દુઃખ કેટલું થાય તે પ્યારા પાઠક ! વર્ણવું મારી લેખન-શક્તિની બહારની વાત છે. પણ હવે અફસોસ કરે કાંઈ વળે તેમ નથી તેમ વિચારી પિતાના મનને શ્રીમંગલવિજયજીએ સમજાવ્યું. અને તે જ વખતે જાણે સ્વર્ગસ્થ ગુરુદેવને અંજલિ ન ધરતા હોય તેમ બે પ્રતિજ્ઞા કરી લીધીઃ એક તે વિદેશી કાપડને સર્વથા ત્યાગ અને ખાદીનું અંગે ધારણ; અને બીજી હમેશાં છ વિગય. માંથી ચાર વિષયને ત્યાગ. પ્યારા પાઠક ! આ પ્રતિજ્ઞાનું મહત્વ ઝીણી ઝીણું મલમલે પહેરતા મુનિરાજોને પૂછજે કે ચા વિના વ્યાકુળ થતા શ્રીમંતને પૂછજે ? અસ્તુ, તેઓશ્રી ‘કાશી માં રહ્યા. ત્યાં પાછળથી “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” પણ આવ્યું. તેઓશ્રીએ તેનું ત્યાં એકાદ વર્ષ સુધી સુચારૂ રૂપે સંચાલન કર્યું. વિદ્યાર્થીઓને પ્રેમથી ભણવ્યા તથા વ્યવસ્થા સુંદર બનાવી. પરંતુ એટલામાં ઉક્ત સંસ્થાને ગુરુદેવના સમાધિમંદિર પાસે “શિવપુરી”માં લઈ જવાનું નક્કી થયું. પ્રવર્તક શ્રીમંગલવિજયજી પિતાના મહેટા ગુરુભાઈ ઈતિહાસતવમહોદધિ શ્રીવિજયેન્દ્રસૂરિજી તથા શાસનદીપક મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી જેવા સમર્થ વિદ્વાન મુનિવરો સાથે “શિવપુરી” તરફ ચાલ્યા. વચમાં “આગ્રામાં શેઠ શ્રી લક્ષ્મીચંદ્રજી બૈદના આગ્રહથી ચાતુર્માસ રહી પોતાના ગુરુબંધુઓ સાથે એક પ્રતિષ્ઠા કરી તથા ગુરુદેવના સ્મારક તરીકે એક મોટું પુસ્તકાલય સ્થાપ્યું. વાચક ! તે પુસ્તકાલય તે “વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર” જે આપણા જીવનનાયકે એકત્રિત કરેલ સુંદર પુસ્તકના સંગ્રહથી દીપી રહ્યા છે. અહિંના ઉત્સવમાં “આગ્રાના શ્રીસંઘ તરફથી પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીઇન્દ્રવિજયજીને આચાર્ય પદ તથા આપણ પ્રવર્તકજીને “ ઉપાધ્યાય” પદ મયં, ત્યારબાદ ઉપાધ્યાયજી “શિવપુરી પધાર્યા. પાઠશાળાને રૂદ્ધ રીતે સંચાલિત કરીને પિતે આચાર્યશ્રી સાથે મારવાડમાં વિચરી ફરી “શિવપુરીમાં આવી ત્યાંથી “મુંબઈ ચાતુર્માસ કરી પૂજ્ય આચાર્યશ્રી સાથે “મદ્રાસ”, “મહેસુર તરફ ચાલ્યા. હજારો માઈલના વિહાર એ ત્યાગી મુનિઓએ પશે કર્યા. આજે વેગથી દેડતી ટેનમાં પણ પ્રવાસીને ત્યાં પહોંચતા ચાર પાંચ દિવસ પૂરા જોઈએ ત્યાં પગે ચાલીને જવું એ શું નાની સૂની વાત છે ? ઘોર અટવી, પાણીના પૂરથી ગાં બનેલી નદીઓ, પચીસ ત્રિીસ કદમ પર ગરજતા સિંહ, અને જંગલી લોકેની વચ્ચે વૃક્ષોના આશરા નીચે વિશ્રામ લેવાને, આવું આવું પ્રતિદિન મળવાનું છતાં નાને સાડાત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy