SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા હીરા બિચારા પિતાનું નૂર ગુમાવી બેઠા. જે તે સમજે છે કે હું ખરાબ નથી તેને ભલે એક વખત દુનિયા ખરાબ કહે પણ તેથી તેને કોઈ નુકશાન થતું નથી. અરે ! આ ચક્કરમાં તીર્થંકર જેવા સમર્થ જ્ઞાનીઓ પણ આવી ગયા છે તે મનુષ્ય કોણ માત્ર? અગર કેવળ સારાની જ દુનિયા હોત તે તેનો ઉદ્ધાર કયાર થઈ ગયો હોત. એ તો ખરાબ વગર સારાની પરીક્ષા ન હોય. અમાવાસ્યાનાં ઘોર અંધારા સિવાય ચંદ્રનું મૂલ્ય કેમ અંકાય? આપણા મુનિરાજશ્રી આ વાતના સમજદાર હોવાથી આ જ સુધી શાન્ત રહેવા પામ્યા છે અને તેઓશ્રી સમાજને સારાં સારાં પુસ્તક અપ શક્યા છે. તેઓશ્રીએ ન્યાય, વ્યાકરણદિના ઘણુ ગ્રંથ ગુજરાતીમાં યા અન્ય ભાષામાં ગુજરાદિ પ્રજાના હિતાર્થો લખ્યા છે. ન્યાય વ્યાકરણ જેવા વિષયો ભાષામાં ઉતારવા એ ખરેખર બહુ કઠિન બાબત છે. તે સાથે તેઓશ્રીએ દર્શન પર પણ પુસ્તકો રચ્યાં છે. પિતે ગુજરાતી તેમજ સંસ્કૃત ભાષાના કવિ પણ છે. તેઓશ્રીએ રાસ તથા અન્ય પુસ્તકે પદ્યમાં પણ લખ્યાં છે. તેની વિસ્તૃત સૂચી અત્ર આપવામાં આવેલ છે. આવી રીતે આજ દિન પર્યંત તેઓશ્રી પિતાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ એકધારી વધારી રહ્યા છે. - તેઓશ્રીને “ગુજરાતમાં આવતાં “ખ્યાવરમાં સૂરિજી સમક્ષ શ્રીસંઘે પ્રવર્તકનું પદ આપ્યું, જે સમયે આજે આચાર્યપદથી વિભૂષિત શ્રી વિજયેન્દ્રસૂરિજીને ઉપાધ્યાય પદવી અપાણી હતી તથા જે વખતે સંસ્કૃત ભાષાના અખંડ અભ્યાસી ન્યાયતીર્થ ન્યાયવિશારદ મુનિરાજ શ્રીન્યાયવિજયજી “કિસનગઢથી ખાસ પધાર્યા હતા, તથા જે મંગલ સમયે ગુરુભક્ત મુનિરાજ શ્રીવિશાલવિજયજીને ભાગવતી દીક્ષા આપાણી હતી. પુનઃ કાશી તરફ પ્રયાણ મુંબઈના ચાતુર્માસ બાદ શ્રીવિજયધર્મસૂરિજીની ઈચ્છા પુનઃ “કાશી” તરફ જવાની થઈ; કારણ કે તેમને અનુભવે બતાવ્યું કે પિતે સ્થાપેલ “શ્રીવીરતત્વ પ્રકાશક મંડળ” જે ત્યાં લઈ જવામાં આવે તે ઉન્નતિ થાય. પુનઃ મહાત્માજીએ પિતાની મજલ શરૂ કરી દીધી. સાથે આપણુ પ્રવર્તક મુનિરાજ શ્રીમંગલવિજયજી પણ હતા. મનુષ્ય ધારે છે શું અને થાય છે શું? અધવચ પરિશ્રમથી સૂરિજી બિમાર થયા. અને ઈર” પહોંચતાં પહોંચતા તેમની તબીઅત બહુ લથડી ગઈ. હવે તેમને લાગ્યું કે મારે વધારે આરામ શરીરને આપવો જોઈએ. પણ બીજી બાજુ પાઠશાળા માટે જવાની જરૂરીઆત હતી. હવે શું કરે? અત્તે તેમણે વિચાર્યું કે એ કામ પ્રવર્તક શ્રીમંગલવિજયજી સારી રીતે કરી શકશે, માટે તેમને બેલાવી કહ્યું. “ભાઈ તમે જાઓ.” ગુરુભક્ત પ્રવર્તકજીને તે ન ગમ્યું. રોગગ્રસ્ત ગુરુશ્રીને છોડી અન્યત્ર કેમ જવું? પણ, અન્તમાં ગુરુદેવના અત્યાગ્રહને વશ થઈને એમણે પિતે અન્ય ત્રણ મુનિવર સાથે “કાશી” તરફ પ્રયાણ કર્યું. અને ગુરુદેવને પુનઃ જલદી મળવાની અંતર પ્રાર્થના કરી. આ સમયે તેઓશ્રીની સાથે શાન્તભૂતિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પણ હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy