SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૬૫ અસર્વગતત્વ, અનાદિકર્મસંતાનબદ્ધત્વ, પ્રદેશવત્વ,અરૂપત્વ,નિત્યત્વ એમ અનેક ભેદે પરિણામિક ભાવના છે.અસ્તિત્વ એ ભાવને સત્તાસ્વરૂપી મૌલિક ધર્મ છે. જેમ અસ્તિત્વાદિની રૂપરેખા કે આત્મામાં જ્ઞાનાદિની સત્તા. આ પ્રમાણેને સત્તારૂપ ધર્મ પરમા ગુઓમાં પણ છે. અન્યત્વ એટલે એક બીજાથી જુદાપણું. જેમકે શરીરનું આત્માથી, એક પરમાણુનું બીજાથી વગેરે. કતૃત્વ એટલે કેગના પ્રયોગના સામર્થ્યથી ઉદભવતી શુભ અશુભ કર્મોની રચના. પિતાના પ્રદેશમાં રહેલા શુભાશુભ કર્મની કતાથી ભેસ્તત્વ તે સ્વતઃ સિદ્ધ થાય છે. સૂર્યકાંત મણિને સૂર્યનાં કિરણો સાથે સંગમ થતાં અગ્નિ પ્રકટે છે તેમજ ચંદ્રકાંત મણિને ચંદ્રનાં કિરણો સાથે સંગ થતાં તે દ્રવે છે. આ અજીવ પદાર્થ આશ્રીને કતૃત્વ સમજવું. ગેળ,મદિરા વગેરેને વિષે ભેસ્તૃત્વ સુપ્રસિદ્ધ છે. જેમકે આને ગોળ ખાધે. ક્રોધાદિ અથવા જ્ઞાનાદિ ગુણએ કરીને જીવમાં ગુણવત્તવ છે. પરમાણુઓમાં પણ એક વર્ણતા વગેરેને લઈને આ ગુણ છે. ચામડી સુધીના દેહમાં સંસારી આત્મા રહેલે છે એથી એમાં અસવંગતત્વ છે. મુક્ત આત્મા પોતાના પૂર્વ ભવના દેહથી ત્રીજે ભાગે હીન અવગાહનાવાળા હોવાથી તેમાં પણ અસર્વગતત્વ છે. પરમાણુમાં પણ એ પ્રમાણે અસવંગતત્વ ઘટાવી લેવું. જેની આદિ નથી એવાં કર્મની - સંતતિથી વિટલાયેલે સંસારી જીવ સંસારમાં રખડે છે. એથી એમાં અનાદિકમસન્તાનબદ્ધત્વ છે. કામણ શરીર પણ અનાદિ કર્મના પ્રવાહથી યુક્ત છે એટલે એમાં પણ આ ભાવ રહેલું છે. કાકાશના પ્રદેશના પરિમાણ જેટલા આત્મા તેમજ ધર્માસ્તિકાયાદિ છે એટલે તેમાં પ્રદેશવત્ત્વ છે. આત્મા તેમજ આકાશ રૂપરહિત છે એટલે એમાં અરૂપત્વ છે. જ્ઞાનાદિના સદુભાવથી આત્મા નિત્ય છે એથી એમાં તેમજ દ્રવ્યરૂપે આકાશાદિ નિત્ય છે એથી એમાં નિયત્વ રહેલું છે. આ પ્રમાણે આપણે ભાવનું પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એ નેંધ કરવી આવશ્યક સમજાય છે કે ઔપશમિકથી માંડીને તે પારિણમિક સુધીના ભાવે આત્માનું સ્વરૂપ છે એટલે કે સંસારી અથવા સિદ્ધ કઈ પણ આત્મા હોય તો એના સર્વ પર્યાએ આ પાંચ ભાવમાંથી કઈને કઈ ભાવવાળા જરૂર રહેવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાને સંભવ નથી તેથી એ પાંચે અજીવનું સ્વરૂપ થઈ શકતા નથી અને એથી તો ગ્રન્થકારે જીવનું જે અન્ય લક્ષણ દર્શાવ્યું છે તે યથાર્થ હેવાને તેમણે ખુલાસો કર્યો છે. ઉપરના પાંચ ભાવે એક વખત બધા જીવમાં હોય છે એમ માનવું ભૂલભરેલું છે. મુકત જીમાં ક્ષાયિક અને પરિણામિક એ બે જ ભાવે હોય છે, જ્યારે સંસારી જેમાં કે ત્રણ ભાવવાળા, કેઈ ચાર ભાવવાળ તે કઈ પાંચ ભાવવાળા હોય છે, કિન્તુ બે ભાવવાળે કે સંસારી જીવ નથી. આત્માના સ્વરૂપ પરત્વે જૈન દર્શનની ઇતર દશનેથી વિશેષતા સ્પષ્ટ કરવાનું કાર્ય આ ભાવ -પ્રકરણ કરે છે કેમકે આપણે ૩૩ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તૈયાયિક, સાંખ્ય અને વેદાંત દર્શને ૧ જે પર્યાય ઔદયિક ભાવવાળા છે તે “વૈભાવિક' છે અને બાકીના ચારે ભાવવાળા પયા સ્વાભાવિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy