________________
૩૬૨
જીવ–અધિકાર
[ પ્રથમ
તત્વાર્થાધિ (અ. ૨, સૂ. ૬)ની સર્વાર્થસિદ્ધિ નામની દિગંબરીય ટેકામાં તેમજ ગમ્મટસારમાં અન્ય સ્થળમાં કષાયના ઉદયથી રંજિત એવી યોગ-પ્રવૃત્તિને ભાવ-લેશ્યા કહી છે. આ કથન અનુસાર તે દશમાં ગુણસ્થાન પર્યત લેશ્યાને સદ્દભાવ સમજાય, કિન્તુ અપેક્ષા પૂર્વકનું આ કથન હોવાથી પૂર્વોક્ત કથન સાથે આને વિરોધ આવતું નથી; કેમકે પૂર્વકથનમાં કેવળ પ્રકૃતિ-પ્રદેશ-બન્ધના નિમિત્તરૂપ પરિણામને લેશ્યરૂપે ગણવામાં આવ્યો છે, જ્યારે આ કથનમાં સ્થિતિ–અનુભાગ વગેરે ચારે જાતના બંધના નિમિત્તભૂત પરિણામને લેણ્યા ગણવામાં આવેલ છે. દર્શનાંતરમાં લેણ્યા-સદશ વિચારેમહર્ષિ શ્રીપતજલિકૃત યોગદર્શનના ચતુર્થ પાદના નિમ્નલિખિત–
" कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥ ७ ॥ –સૂત્રમાં છાના ભાવની શુદ્ધિ-અશુદ્ધિને લક્ષમાં રાખીને તેના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ટીકાકાર જણાવે છે કે એ તો સુવિદિત વાત છે કે સમુદાયરૂપે કર્મ ચતુષ્પા છે –(૧) કૃષ્ણ; (૨) શુકલ-કૃષ્ણ, (૩) શુકલ અને (૪) અશુલ–અકૃષ્ણ. તેમાં કૃષ્ણ કમ દુષ્ટમાં હોય છે. શુક્લ-કૃષ્ણ કમ એ પ્રાપ્તિના બાહ્ય સાધનેથી લભ્ય છે. આ વિભાગગત કમની latentdepositને સંગ્રહ અન્યને ઈજા કે લાભ કરવાથી થાય છે. જેઓ પવિત્ર ગ્રંથ વાંચે છે અને ધ્યાન ધરે છે તેમને શુકલ કર્મ હોય છે, કેમકે આ કમને મુખ્ય ઈન્દ્રિય સાથે જ સંબંધ છે વળી બાહ સાધન ઉપર એ આધાર રાખતું નથી તેમજ બીજાને ઈક્સ કરવાથી એ ઉત્પન્ન થતું નથી. અશુકલ-અકૃષ્ણ કર્મના અધિકારીઓ સંન્યાસીએ જ છે કે જેમના અંતરાયે નાશ પામ્યા છે અને જેમનું શરીર પણ ચરમ છે ગીઓને-સંન્યાસીઓને જ અશુલ કમ હોય છે. તેનું કારણ એ છે કે એમણે સારાં ફળને પણ સંન્યસ્ત કરેલ છે તેમજ તેમને એમાંનું કશું નથી એથી તેમને અકૃષ્ણ કર્મ છે. બાકી બધા જેમાં અવશિષ્ટ ત્રણ કર્મોને સંભવ છે.
મહાભારત (૧૨, ૨૮૬)માં જીવના વર્ણના છ પ્રકાર વર્ણવ્યા છે. તે પણ નેધ કરવા લાયક હકીકત છે.
જેમ જીવેના આંતરિક ભાવની મલિનતા અને વિશુદ્ધતાની તરતમતાને લઈને જૈન १ “ भावलेश्या कषायोदयरञ्जिता योगप्रवृत्तिरिति कृत्वा औदयिकीत्युच्यते. "
૨ સરખા જવ-કાંડની નીચે મુજબની ગાથાઃ
" जोगपउत्ती लेस्सा, कसाय उदयाणुरंजिया होह।।
तत्तो दोण्णं कर्ज, बंधचउकं समुद्दिष्टुं ।। ४८९ ॥" [योगप्रवृत्तिलेश्या कषायोदयानरञ्जिता भवति । ततो द्वयोः कार्य बन्धचतुष्कं समुद्दिष्टम् ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org