________________
૩૬૦ જીવ-અધિકાર.
[ પ્રથમ કર્મોના સદૂભાવને વિષે તેના નિયંદને સંભવ હેવાથી લેશ્યાને સદભાવ કેમ નહિ એ પ્રશ્ન ઊઠે છે. એમ જો હોય તો તેને ઉત્તર એ છે કે જે નિસ્યદયુક્ત હોય તેને નિયંદ હોવો જોઈએ એ નિયમ નથી, કેમકે કદાચિત્ નિસ્યદયુક્ત વસ્તુઓમાં પણ તથાવિધ અવસ્થામાં તેને અભાવ જોવાય છે. વળી અગીને ગના પરિણામને અભાવ હોવાથી લેસ્થાના પરિણામને અભાવ છે. એથી લેસ્યા એ એમને પરિણામ જ છે એમ કહેવું ઠીક નથી, કેમકે સૂર્યાદિના અભાવમાં રશ્મિ વગેરે દેતા નથી. વળી તે તપ જ નથી. કારણ કે કહ્યું પણ છે કે –
" यच चन्द्रप्रभाद्यत्र, ज्ञातं तज्ज्ञातमात्रकम् । प्रभा पुद्गलरूपा यत् , तद् धो नोपपद्यते ॥"
અર્થાત્ જે ચન્દ્રપ્રભા વગેરે પુદ્ગલ-દ્રવ્યો છે તે અહીં કેવળ દૃષ્ટાંતરૂપ છે. પ્રભા પુદગલ-દ્રવ્યરૂપ છે, પરંતુ તે ધર્મરૂપ નથી. તેથી ધર્મની ઉપપત્તિ નથી. અર્થાત્ ધર્મના પ્રકરણમાં દ્રવ્યનું ઉદાહરણ આપવું ઉચિત નથી.
(૪) લેશ્યાઓ એ ગાન્તર્ગત દ્રવ્ય છે, કેમકે સગીપણાની સાથે લેશ્યાઓનો અન્વયવ્યતિરેક સંબંધ છે; કેમકે યોગ હોય ત્યારે લેહ્યા હોય છે અને યોગ ન હોય ત્યારે લેશ્યા હતી નથી. આથી એ યોગરૂપ નિમિત્તવાળી લેશ્યા સિદ્ધ થાય છે, કિન્તુ તે યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે કે યોગનિમિત્તક કર્મ દ્રવ્યરૂપ છે એ જાણવું બાકી રહે છે. ગનિમિત્તક કર્મ વ્યરૂપ તો મનાય તેમ નથી, કેમકે ગનિમિત્તક કર્મ દ્રવ્યરૂપ હોય તે ક્યાં તો તે ઘાતકમંદ્રવ્યરૂપ હોય કે અઘાતિકર્મ-દ્રવ્યરૂપ હોય. તેમાં સોગિકેવલીને વિષે ઘાતકર્મને અભાવ હોવા છતાં વેશ્યા સંભવે છે એટલે પ્રથમ પક્ષ ઊઠે જાય છે તેમજ અગિકેવલીમાં અઘાતિકમને સદભાવ હોવા છતાં લેશ્યાને અભાવ છે એટલે બીજે પક્ષ ઊડી જાય છે. આથી એ ગાન્તર્ગત દ્રવ્યરૂપ સિદ્ધ થાય છે. જ્યાં સુધી કષાય છે ત્યાં સુધી તેમનું અસ્તિત્વ છે. અને તેઓ એના ઉદયને પિષે છે. બીજા યોગાન્તર્ગત દ્રામાં પણ કષાયના ઉદયથી ગેચર એવું ઉપવૃંહણનું સામર્થ્ય જોવાય છે. જેમકે યોગાન્તર્ગત પિત દ્રવ્યનું કોધના ઉદયને ઉદ્દીપ્ત કરવાપણું છે. ક્રોધી અતિશય પિત્તવાળો હાય. કર્મના ઉદયને વિષે બાહ્ય દ્રામાં પણ એ પ્રમાણે સામર્થ્ય જોવાય છે તે યોગાન્તર્ગત દ્રામાં એવું સામર્થ્ય કેમ ન હોય ? જ્ઞાનાવરણ અને નિદ્રારૂપ દર્શનાવરણના ઉદયને વિષે મદિરા અને દહીં વગેરે તેમજ તેના ક્ષપશમને વિષે બ્રાહ્મી તેમજ વચા (વજ) કારણરૂપ છે. આ પ્રમાણે કષાયને ઉદ્દીપ્ત કરનારી વેશ્યા હોવા છતાં કષાયોની સાથે તેની એકરૂપતા નથી, કારણ કે અકષાયને વિષે લેશ્યાના અભાવને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
લેશ્યાને કમ–નિણંદ માનવી એ ઠીક નથી એમ દર્શાવતાં પ્રજ્ઞાપનાના ૧૭મા લેશ્યાપદની ટીકામાં શ્રીમલયગિરિસૂરિ કથે છે કે કમ-નિણંદ એટલે શું કમકલક કે કર્મચાર? કર્મ કલક એમ તે કહેવાય તેમ નથી, કેમકે તેની અસારતાને લઈને ઉત્કૃષ્ટ અનુભાગરૂપ બન્ધના હેતુતાની અનુપપત્તિને પ્રસંગ આવે છે, કલક અસાર હોય છે અને અસાર હોય તે ઉત્કૃષ્ટ અનુભાગ-બંધને હેતુ કેવી રીતે થાય ? અને લેશ્યા તે ઉત્કૃષ્ટ અનુભાગ-બંધનાં પણ કારણો છે. જે કર્મનિણંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org