SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ૩૪૭ છે, વળી દેશઘાતિ એવાં રસ-સ્પર્ધ કેને વિષે જે અતિનિગ્ધ હોય તેને રસ ઓછો થાય છે, તેમજ તદન્તર્ગત કેટલાંક રસ-સ્પર્ધકે કે જેને ઉદયાવલિમાં પ્રવેશ થયો છે તેને ક્ષય થાય છે, અને બાકીનાને વિપાકોદયના વિષ્કભરૂપ ઉપશમ થાય છે, ત્યારે આત્મામાં અવધિજ્ઞાન, મનઃ પર્યાયજ્ઞાન, ચક્ષુદર્શન ઈત્યાદિ ક્ષાપશમિક ગુણ પ્રકટે છે. કહ્યું પણ છે કે – "णिहएसु सव्वघाइरसेसु फडेसु देशघाईणं । जीवस्स गुणा जायंति ओहिमणचक खुमाईआ॥" અર્થાત નાશ થતાં એટલે દેશઘાતિરૂપે પરિણત થતાં અવધિજ્ઞાનાવરણદિનાં કેટલાંક દેશઘાતિ રસ-સ્પર્ધકોના ઉપશમથી અને કેટલાંક દેશઘાતિ રસસ્પર્ધકેના ઉદયથી ક્ષયપશમથી અનુવિદ્ધ દયિક ભાવ પ્રવર્તે છે. એથી કરીને જ ઉદય પામતા અંશના ક્ષપશમની વૃદ્ધિથી વર્ધમાન અવધિજ્ઞાનની ઉત્પત્તિ છે. વળી ત્યારે અવધિજ્ઞાનાવરણાદિનાં સર્વઘાતિ રસ-સ્પર્ધકે વિપાકઉદયને પામે છે ત્યારે તદ્વિષય ઔદયિક ભાવ કેવળ પ્રવર્તે છે. કેવળ અવધિજ્ઞાનાવરણીયનાં સર્વ - ઘાતિ રસ-સ્પર્ધકોના કેઈક વાર દેશઘાતિપણાને લીધે, કેઈક વાર વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી અને કેઈક વાર એના વિના પણ પરિણામ થાય છે, કેમકે અવધિજ્ઞાનના ભવપ્રત્યય અને ગુણપ્રત્યય એ બે ભેદ સુપ્રસિદ્ધ છે. મન:પર્યાયજ્ઞાનાવરણીયને પરિણામ તે વિશિષ્ટ સંયમ અપ્રમાદ વગેરેની પ્રતિપત્તિને વિષે જ છે, કેમકે તથાવિધસ્વભાવીઓના જ બંધનકાલમાં તેનું બંધન છે. વળી ચક્ષુદર્શનાવરણાદિને પણ પરિણામ તે તે ઇન્દ્રિય પર્યાપ્તિ આદિગ્ય સામગ્રી વડે છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુર્દશન અને અંતરાય એ પ્રકૃતિઓમાં તે સદાએ દેશઘાતી એવાં જ રસ-સ્પર્ધકોને ઉદય છે, નહિ કે સર્વઘાતિઓને. તેથી કરીને સર્વદા જ તે પ્રકૃતિઓના ઔદયિક અને ક્ષાપશમિક એ બે ભાવે સંમિશ્ર મળે છે, નહિ કે ફક્ત ઔદયિક. આ પ્રમાણે પંચસંગ્રહની મૂળ ટીકામાં કહ્યું છે. આ સંગત ત્યારે બને છે કે જ્યારે એમ સ્વીકારાય કે જે અધ્યવસાય વડે આ પ્રકૃતિનાં સવઘાતિ રસ-સ્પર્ધકે છે તે અધ્યવસાય વડે દેશદ્યાતિ કરી શકાય છે, આમ ન માનીએ તે બધુની સમીપ લવાયેલાં એવાં મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતિ રસ-સ્પર્ધકને સંભવ અનિવૃત્તિ બાદર–અદ્ધાના સંખેય ભાગે જતા રહ્યા પછી જ હેવાથી તેની પહેલાં મતિજ્ઞાનાદિના અભાવને પ્રસંગે ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે અભાવ થતાં તેના બળથી લભ્ય તદવસ્થાને લાભ ઘટી શકશે નહિ એમ અન્યાશ્રયના આપાતથી મતિજ્ઞાનાદિને મૂળથી અભાવને પ્રસંગ ખડો થશે. એ પ્રમાણે મતિજ્ઞાન, ધૃતજ્ઞાન, અચક્ષુર્દશન ઈત્યાદિને ક્ષાપશમિતરૂપે ઉલ્લેખ કરવાથી સર્વઘાતિ રસ–સ્પર્ધકના ઉદયને વિષે તેના લાભને અભાવ હોવાથી અને દેશદ્યાતિ રસ-પર્ધકને પૂર્વે બંધ નહિ હોવાથી, માત્ર અધ્યવસાયથી સર્વઘાતિનું દેશાતિરૂપ પરિણમનને અસ્વીકાર થતાં સર્વે ને તેને લાભ ૧ છીયા – निहतेषु सर्वघातिरसेषु स्पर्धेषु देशघातिनाम् । जीवस्य गुणा जायन्तेऽवधिमनश्चक्षुरादिकाः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy