________________
૩૪૬ જીવ-અધિકાર
[ પ્રથમ અત્યંત વિશુદ્ધ અધ્યવસાયને લઈને શુભપણું હોવાથી આ પ્રકૃતિઓને એક સ્થાનીય રસને બંધ છે. બાકીની શુભ અથવા અશુભ પ્રકૃતિએ બંધ આશ્રીને વિસ્થાનીયથી માંડીને ચતુઃસ્થાનીય રસવાળી મળે છે, પરંતુ એક સ્થાનીય રસવાળી તે મળતી નથી જ. અન્ય શબ્દોમાં કહીએ તે સત્તર પ્રવૃતિઓને છોડીને હાસ્યાદિ અશુભ પ્રકૃતિને એકરથાનીય રસ બાંધવા એગ્ય શુદ્ધિ અપૂર્વ કરણ, પ્રમત્તાપ્રમત્તને હતી જ નથી. અનિવૃત્તિ બાદર-અદ્ધાના સંખેય ભાગ પછી એકસ્થાનીય રસના બંધને એગ્ય અને પરમ પ્રકર્ષને પામેલી શુદ્ધિ જ્યારે થાય છે, ત્યારે તેને બંધ થતો નથી.
વળી જેમ શ્રેણિના આરહણને વિષે અનિવૃત્તિ બાદર–અદ્ધાના સંખેય ભાગે ગયા પછી અત્યંત વિશુદ્ધિને લીધે મતિજ્ઞાનાવરણદિને એક સ્થાનીય રસને બંધ નથી, તેમ કૃપક-શ્રેણિના આરોહણને વિષે ચરમ, દ્વિચરમ આદિ સમયમાં વર્તતા સૂમસંપાયની અતિશય વિશુદ્ધતાને લઈને કેવલબ્રિક (કેવલજ્ઞાન અને કેવલદર્શન)ને સંભવતા બન્ધને એકસ્થાનન રસ બંધ કેમ નહિ એવી શંકા ન કરવી, કેમકે સ્વલ્પ પણ કેવલદ્ધિકને રસ સર્વઘાતી છે, અને સર્વઘાતીઓના જઘન્ય પદને વિષે પણ દ્વિસ્થાનીય રસને જ સંભવ છે. શુભ પ્રકૃતિઓની પણ અત્યન્ત શુદ્ધિમાં વર્તનાર ચતુઃસ્થાનીય જ રસ બાંધે છે, તેનાથી મન્દ, મન્દતર વિશુદ્ધિમાં તે ત્રિસ્થાનીય કે વિસ્થાનીય અને સંકલેશાદ્ધમાં વર્તનાર તો શુભ પ્રકૃતિએ જ બાંધે નહિ, તે તેને વિષે તગત રસના સ્થાનકની ચિંતા શા માટે કરવી ?
અતિસંકિલષ્ટ મિથ્યાષ્ટિને વિષે નરકગતિ પ્રાયોગ્ય વૈક્રિય, તેજસ વગેરે જે શુભ પ્રકૃતિઓ બંધ પામે છે તેને પણ તે પ્રકારના સ્વભાવને લઈને જઘન્યથી પણ દ્વિસ્થાનીય જ રસ બંધાય છે, નહિ કે એક સ્થાનીય. અત્ર કઈ પ્રશ્ન કરે કે સંકલેશના ઉત્કર્ષથી ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર થાય છે, તે જે અધ્યવસાયે વડે શુભ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે તે જ અધ્યવસાયે વડે એકસ્થાનીય રસ કેમ ન થાય તે અને ઉત્તર એ છે કે અત્રે પ્રથમ સ્થિતિથી માંડીને સમયની વૃદ્ધિ વડે અસંખેય સ્થિતિ-વિશેષે થાય છે અને વળી એકેક સ્થિતિમાં અસંખેય રસ-સ્પર્ધક-સંઘાત છે. તેથી કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતાં પ્રત્યેક સ્થિતિ-વિશેષમાંના અસંખ્યય જે રસ-સ્પર્ધકસંઘાત-વિશેષે છે, તે બધા દ્વિસ્થાનીય રસના જ સંભવે છે, નહિ કે એકસ્થાનીય; શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ-બંધને વિષે પણ એક સ્થાનીય રસને બંધ નથી.'
આ પ્રમાણેની વસ્તુ–સ્થિતિ હોવાથી, જ્યારે દેશવાતિ એવાં અવધિજ્ઞાનાવરણાદિ કમનાં સર્વઘાતિ રસ-સ્પર્ધકે વિશુદ્ધ અધ્યવસાયને લઈને દેશદ્યાતિરૂપે પરિણત થતાં નાશ પામે
૧ કહ્યું પણ છે કે –
"उकोसटिई अज्झत्रसाणेहिं एगटाणिओ होइ । सुभिआण तं न जं ठिइ असंखगुणिमा उ अणुभागा॥"
। उत्कृष्टस्थितिः अध्यवसायैः एकस्थानिका भवति । शुभिकानां तद् न यत् स्थितिः असख्य गुणिकास्तु अनुभागाः ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org