________________
જીવ-અધિકાર
[ પ્રથમ ઉઢયમાં ન આવ્યા હોય તેને અટકાવી રાખીને, સંજવલન કષાય તેમજ નવ કષાય એમાંના કેઈને પણ યથાયોગ્ય ઉદય રહેતે છતે સાવદ્ય ગોમાંથી સર્વથા નિવૃત્ત રહેવા રૂપ જે પરિણામ તે ક્ષાપશમિક ચારિત્ર” જાણવું. અથવા અન્તરાયનાં સર્વઘાતી સ્પર્ધકે માંથી જે ઉદયમાં આવ્યાં હોય તેને ખપાવી દઈને અને ઉદયમાં ન આવ્યાં હોય તેને ઉપશમ કર્યા પછી દેશઘાતી સ્પર્ધકેમાંથી કઈ પણ ઉદયમાં હેવા છતાં પણ સાવદ્ય ગોથી સર્વથા નિવૃત્ત રહેવા રૂપ પરિણામને પણ “ક્ષાપશમિક ચારિત્ર” કહેવામાં આવે છે. દેશવિરતિનું લક્ષણ
कषायाष्टकसर्वघातिस्पर्धकानामुदोर्णस्य क्षयेऽनुदीर्णस्योपशमे च प्रत्याख्यानादिदेशघातिना यथासम्भवमुदये च सति देशतो विरतिलक्षणपरिणामरूपत्वं देशविरतिचारित्रस्य लक्षणम् । ( ९१)
અર્થાત્ અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન ક્રોધાદિ કષાયરૂપ આઠ કષાયેનાં સર્વઘાતી સ્પર્ધકમાંથી જે સ્પર્ધકે ઉદયમાં આવ્યાં હોય તેને નાશ કરીને અને જે સ્પર્ધકે ઉદયમાં ન આવ્યાં હોય તેને રોકી રાખીને પ્રત્યાખ્યાનાદિક દેશઘાતી સ્પર્ધકોમાંનાં કઈ પણ ઉદયમાં આવ્યાં હોય તે દિશામાં દેશથી વિરતિરૂપ પરિણામ થાય છે તે પરિણામે દેશવિરતિ” અથવા “ગૃહસ્થધમ' કહેવાય છે. સ્પર્ધકનું લક્ષણ–
अविभागपरिच्छन्नकर्मप्रदेशानुभागप्रचयश्रेणिक्रमहानिवृद्धिरूपत्वं ઘઉંવર્ણ અક્ષમ્ (૧૨) અર્થાત જેના એકથી બે વિભાગ ન થઈ શકે એવા કપ્રદેશમાંના રસના સમુદાયની વૃદ્ધિ અને કર્મ પ્રદેશોની સંખ્યામાં ઘટાડો જે કમ-સ્કંધમાં થાય તે સ્કંધને ક્ષાપશમિક ભાવના લક્ષણમાં નિદેશેલ “સ્પર્ધક” જાણવું. આ લક્ષણનું રહસ્ય સમજી શકાય તેટલા માટે સ્પર્ધકને સંક્ષેપઃ વિચાર કરવામાં આવે છે. સ્પર્ધકનું સ્વરૂપ
ધારે કે આત્માએ એક સમયમાં એક કમ સ્કંધને ગ્રહણ કર્યો. આ કમ સ્કંધમાં ઓછાવત્તી રસવાળા અનેક પરમાણુઓ (પ્રદેશે) રહેલા છે. આમાં જે પરમાણુ આપણને અલ્પ જ્ઞાનીને ઓછામાં ઓછો રસ યુક્ત લાગે તે પરમાણુના રસમાં પણ પરમ ભેગી તરતમતા
૧ આવા કર્મધામાંથી અનેક સ્પર્ધક બની શકે છે એથી કરીને સ્પર્ધા કથી કર્માસ્કંધને એક વિભાગ સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org