SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ | આહત દર્શન દીપિકા. ૩૩૧ આકાર યુક્ત સ્થાપનાને તે કેમ ન માને ? કેમકે દેખેલી વસ્તુને આમ નથી એમ ન કહેવાય. મતલબ કે જે ય અનાકાર એવા દ્રવ્યને ભાવહેતુક માનીને સવીકારે, તે નય સાકાર સ્થાપનાને ન માને એમ બને જ નહિ વળી ઈન્દ્રાદિ સંસામાત્રરૂપ, તેના અર્થથી રહિત, ઈન્દ્રાદિ શબ્દથી વ્યવહાર કરાતા નામને ઇચ્છનારો આ ના ભાવ–કારણુતાની અવિશેષતા હેવાથી નામ અને સ્થાપનાને કેમ ન ઇચછે ? તેને સ્વીકાર કરે એ જ ન્યાચ્ય છે, કેમકે ઈન્દ્રની મૂર્તિરૂપ દ્રવ્યથી વિશિષ્ટ તદાકાર રૂપ અને સ્થાપનાને ઇન્દ્રના પર્યાયરૂપ ભાવને વિષે તાદામ્ય-સંબંધ રહે છે. વળી ત્યાં વાચ્ય-વાચકરૂપ સંબંધથી સંબદ્ધ એ પ્રકારની નામની અપેક્ષાથી અત્યંત સમીપ કારણતા રહેલી છે. કેટલાકનું કહેવું એમ છે કે સંગ્રહ નય સ્થાપના સિવાયના ત્રણ નિક્ષેપને ઈચ્છે છે, પરંતુ તે ઠીક નથી; કેમકે એ તે સ્વીકારવું જ પડશે કે સંગ્રહિક, અસંગ્રહિક, અનર્પિત ભેદવાળે કે પરિપૂર્ણ નિગમ સ્થાપનાને ઈચ્છે છે, કારણ કે સંગ્રહ અને વ્યવહારનું અન્યત્ર દ્રવ્યાર્થિકમાં સ્થાપનાના સ્વીકારરૂપે સૂચન છે. તેમાં પ્રથમ ઉલ્લેખમાં સંગ્રહને વિષે સ્થાપનાના સ્વીકારને પ્રસંગે ઉપસ્થિત થાય છે, કેમકે સંગ્રહ નયના મતની સંગ્રહિક નૈગમ નયના મતથી વિશેષતા છે, બીજા ઉલેખમાં વ્યવહારને વિષે સ્થાપના સ્વીકારવી પડશે, કેમકે અસંગ્રહિક નગમ નયના મતની વ્યવહાર નયના મતથી ભિન્નતા નથી. ત્રીજા ઉલ્લેખમાં નિરપેક્ષ સંગ્રહ અને વ્યવહારને વિષે સ્થાપનાને અસ્વીકાર હોવા છતાં એ બેનું મિલન સંપૂર્ણ નગમરૂપ હેવાથી સ્થાપનાને અસ્વીકાર કરે પરવડે તેમ નથી. કેમકે વિભાગમાં નહિ રહેલા એવા નગમથી પ્રત્યેક પ્રતિ એક એક ભાગનું ગ્રહણ થાય છે. વળી સંગ્રહ અને વ્યવહારને નગમમાં અંતર્ભાવ થતો હોવાથી સ્થાપનાને સ્વીકારવા રૂપ તેના મતને પણ અંતર્ભાવ થઈ જ જાય છે. કેમકે ઉભય ધર્મ સ્વરૂપી વિષયને પ્રત્યેકને વિષે અપ્રવેશ હોવા છતાં સ્થાપનારૂપ એક ધમને પ્રવેશ સયુકિતક છે. સ્થાપનાને સામાન્ય કે વિશેષરૂપે સ્વીકાર કરવા માત્રથી સંગ્રહ અને વ્યવહારના ભેદે ઘટી શકશે તે ભૂલવું નહિ. જીવનું અન્ય લક્ષણ ઉપગવાન પદાર્થને જીવ કહેવામાં આવે છે તે વાત તે આપણે ૨૬ મા પૃષ્ઠમાં વિચારી ગયા. આ ઉપરાંત જીવનું બીજું લક્ષણ પણ આપી શકાય તેમ છે. આ સંબંધમાં ગ્રન્થકાર કર્થ છે કે औपशमिकादिभावपञ्चकान्यतमयुक्तत्वं जोवस्य लक्षणम्। (६२) અર્થાતુ પશમિકાદિ પાંચ "ભામાંથી કઈ પણ ભાવથી યુક્ત પદાર્થને “જીવ” કહેવામાં ૧ * ભાવ ' એટલે શું તે સમજાય તે માટે પડશતિ નામના ચોથા કર્મચન્થ (ગા. ૬૪)ની શ્રી દેવેન્દ્રરિક રોપા વૃત્તિની નિમ્નલિખિત પતિ રજુ કરવામાં અાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy