SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ उ२८ છ–અધિકાર, { પ્રથમ જ્ઞાન પરત્વે નયનું મંતવ્ય શબ્દાલાપરૂપ નામ-જ્ઞાન, સિદ્ધચક વગેરેમાં સ્થાપેલું સ્થાપના-જ્ઞાન, ઉપગ વિનાનું ભણતર એ દ્રવ્ય-જ્ઞાન અને ઉપયોગને પરિણામ એ ભાવ-જ્ઞાન એમ જે જ્ઞાનના ચાર પ્રકારે પડે છે તેના સંબંધમાં સાતે નાનું શું કથન છે તે પરત્વે ઉપદેશપ્રાસાદનું ૩૦૬ મું વ્યાખ્યાન (૧૦૬ મું પત્ર) પ્રકાશ પાડે છે. નૈગમ નય પ્રમાણે ભાષાદિને સ્કંધ જ્ઞાન છે. સંગ્રહ નય અનુસાર અભેદ ઉપચારને લઈને સર્વે જે જ્ઞાન છે. વ્યવહાર નયની માન્યતા મુજબ પુસ્તકાદિ જ્ઞાન છે. ઋજુસૂત્રના મત પ્રમાણે તેના પરિણામને સંકલ્પ તે જ્ઞાન છે. અથવા જ્ઞાનના હેતુરૂપ વીર્ય, આત્મા, ક્ષપશમર બનેલી જ્ઞાનના વ્યવહારની પ્રવૃત્તિ અને વર્તમાન ધન્યથાર્થ તેમજ અયથાર્થરૂપ ઉભય જ્ઞાન એ અનુક્રમે આ ચાર નાની માન્યતા મુજબ જ્ઞાનને અર્થ છે. શબ્દ નય પ્રમાણે સમ્યગદર્શન પૂર્વક યથાર્થ બોધરૂપ, કારણ અને કાર્ય વડે સાપેક્ષ. સ્વપરપ્રકાશક અને સ્યાદ્વાદથી યુક્ત જ્ઞાન છે. સંમભિરૂઢ નય અનુસાર સમસ્ત જ્ઞાનના વચનના પર્યાયની શક્તિની પ્રવૃત્તિરૂપ જ્ઞાન છે. એવંભૂત નય પ્રમાણે વરતુતઃ કેવળજ્ઞાન જ્ઞાન છે. ઉત્તરોત્તર નાની અહ૫ વિષયકતા– સત્તા માત્રરૂપ વિષયવાળા સંગ્રહ નથી નેગમ નયનું ક્ષેત્ર વિશાળ છે, કેમકે ભાવ તેમજ અભાવ એ બંને એના વિષયે છે. સદ્ભુત વસ્તુ (ભાવરૂપ વિશેષ)ને પ્રકાશ કરનારા વ્યવહાર નયથી સંગ્રહનું ક્ષેત્ર મેટું છે, કારણ કે સંગ્રહ સમગ્ર સવિશેષ સમૂહને જણાવે છે. વર્તમાન વિષયનું અવલંબન કરનારા ત્રાજુસૂત્રથી વિકાલિક પદાર્થોનું અવલંબન કરનારા વ્યવહારનું ક્ષેત્ર વિશાળ છે. કાલાદિ ભેદેથી ભિન અને ઉપદેશ કરનારા શબ્દથી તેના વિપરીત વેદક અર્થાત કાલાદિરૂપથી અર્થને ભિન્ન નહિ માનનારા જુસૂત્ર નયનું ક્ષેત્ર અધિક વિસ્તારવાળું છે. કેવળ કાલાદિ ભેદેએ કરીને જ શબ્દનું ક્ષેત્ર અનુસૂત્ર કરતાં નાનું છે એમ નહિ, કિન્તુ સત્સવરૂપાદિથી અપિત (યુક્ત ) એવા ઘટના કથંચિત્ ઘટ છે, કથંચિત ઘટ નથી એ પ્રકારના ભંગો પૂર્વક ભાવ-ઘટને જુસૂત્ર સ્વીકાર કરે છે એ પણ જુસૂત્ર નયના ક્ષેત્રની અધિકતાનું એક કારણ છે. જોકે આ પ્રમાણે સંપૂર્ણ સાત ભાગેથી યુક્ત વસ્તુને તે સ્યાદ્વાદીઓ જ કહે છે તેપણ જુસૂત્રે કહેલા આ પ્રમાણેના સ્વીકારની અપેક્ષાએ અન્ય ભંગથી વિશિષ્ટ બંધ થાય છે એમ માનવામાં કશી અડચણ નથી. શબ્દના પર્યાયને વિષે અર્થને ભેદ ઈચ્છનારા સમભિરૂઢથી શબ્દનું ક્ષેત્ર વિશાળ છે, કેમકે તે સમભિરૂઢને વિષને અનુયાયી છે. પ્રત્યેક ક્રિયામાં ભિન ભિન્ન અર્થને જાણનારા એવંભૂતથી સમભરૂઢનું ક્ષેત્ર મોટું છે, કેમકે એ એવંભૂતે સ્વીકારેલા અર્થથી અન્યથા અર્થનું પ્રતિપાદન કરે છે. ( જુઓ જૈનતર્કપરિભાષાનું ૧૨૮ મું પત્ર.) નને સમવતાર– નૈગમા િનય પૂર્વક “દષ્ટિવાદ” નામના બારમા અંગમાં સમસ્ત વસ્તુઓની પ્રરૂપણા છે, પરંતુ હાલમાં મૌઢનચિક એવું કાલિક શુત હોવાથી તેમાં તેને સમાવતાર થતું નથી. ૧ કાલ-પ્રણાદિ વિધિ વડે ભણતું અગિયાર અંગરૂપ સમગ્ર શ્રત ‘કાલિક શ્રત’ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy