________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૩૨૫
સંગ્રહ નયનું કથન એ છે કે છના પ્રદેશ કહેવા તે યુક્ત નથી. પાંચના પ્રદેશો છે એમ કહેવું જોઈએ, કેમકે દેશના પ્રદેશ એ કથન અસંગત છે. વ્યવહારમાં પણ જેમ કેઈ કહે કે મારા કરે ગધેડો ખરીદ્યો તે તે નકર મારો હોવાથી એ ગધેડો પણ મારે છે. એવી રીતે અહીં પણ દેશને દ્રવ્ય સાથે સંબંધ હોવાથી દેશના પ્રદેશ તે દ્રવ્યના પ્રદેશ ગણાય. અત્રે એ પણ ધ્યાનમાં રાખવું કે આ પાંચ દ્રવ્ય છે અને એના પ્રદેશ છે એ કથન અવિશુદ્ધ સંગ્રહ નયનું જાણવું કેમકે અવાંતર દ્રવ્યમાં તે સામાન્યાદિને સ્વીકાર કરે છે. વિશુદ્ધ સંગ્રહ નય તે દ્રવ્યની બહલતા કે પ્રદેશની કલ્પના એ બેમાંથી એકને પણ ઈચ્છતું નથી. કેમકે સર્વની જ, વસ્તુના સામાન્યપણે અંગીકાર થયેલે હોવાથી એકતા છે.
પાંચના પ્રદેશો છે એ કથન વ્યવહાર નય સ્વીકારવા ના પાડે છે. જેમ કે પાંચ પુરુષનું સાધારણ હિરણ્યાદિ હોય છે, તેમ જ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોનો કઈ સાધારણ પ્રદેશ હોત તે આમ કહી શકાય. પરંતુ દ્રવ્ય દ્રવ્ય પ્રદેશની ભિન્નતા હોવાથી આ કથન કરી શકાય તેમ નથી. તેથી કરીને પાંચ પ્રકારના પ્રદેશ છે એમ કહેવું જોઈએ. કેમકે દ્રવ્ય- - લક્ષણરૂપ આશ્રયની પંચવિધતા છે.
બાજુ સૂત્ર આમ કહેનાર વ્યવહારને પણ આવકાર આપતો નથી. જે પંચવિધ પ્રદેશ છે એમ કહેવાય તો ધર્માસ્તિકાયાદિ પ્રત્યેક દ્રવ્યને પ્રદેશ પંચવિધ સમજવાની ભૂલ થાય. ધર્મના પ્રદેશ હાય ઈત્યાદિ પાંચ વિભાગેથી પ્રદેશની ભજના છે એમ કહેવું જોઈએ.
આ પ્રમાણે વદનારા જુસૂત્રને શબ્દ નય કથે છે કે પ્રદેશને ભાજ્ય કહેવાથી તે ધર્માસ્તિકાયને પ્રદેશ કદાચિત્ અધર્માસ્તિકાયને પ્રદેશ થાય અને અધર્માસ્તિકાયને પ્રદેશ ધર્માસ્તિકાયને પ્રદેશ થાય, કેમકે આ પ્રમાણેની ભજનાથી નિયતતા ઊી જાય છે. એથી કરીને ધર્માત્મક પ્રદેશ છે ઇત્યાદિ કહેવું જોઈએ, અત્ર કોઈ પ્રશ્ન કરે કે આ પ્રદેશ સકળ ધર્માસ્તિકાયથી અવ્યતિરિત હેઈ ધર્માત્મક કહેવાય છે કે જેમ સકળ જુવાસ્તિકાયના પક દેશરૂપ એક જીવ દ્રવ્યથી અવ્યતિરિત હોઈ તેને પ્રદેશ જીવાત્મક કહેવાય છે તેમ એક દેશથી આવ્યતિરિત હોઈ તેમ કહેવાય છે?
પpજે બને” અર્થાત તે પ્રદેશ ધર્મ છે એટલે કે સકલ ધર્માસ્તિકાયથી અતિરિત છે. જીવાસ્તિકાયને વિષે પરસ્પર ભિન્ન જ અનંત જીવ-દ્રવ્ય છે. એથી કરીને જે એક જીવ-દ્રવ્યને પ્રદેશ છે તે સમસ્ત જીવાસ્તિકાયના એક દેશની વૃત્તિ જ હેઈ જીવાત્મક કહેવાય છે. અત્ર તે ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય છે તેથી સકલ ધર્માસ્તિકાયથી અતિરિકત જ હોઈ તેનો પ્રદેશ ધર્માત્મક કહેવાય છે. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ એમ જ ચેજના કરી લેવી. જીવાસ્તિકાયને વિષે તે “કરે તે graો નોની અર્થાત જીવ પ્રદેશ છે એટલે જીવાસ્તિકાયાત્મક પ્રદેશ છે. તે પ્રદેશને જીવ છે. “” શબ્દ અત્ર દેશવાચી હેવાથી સકલ છવાસ્તિકાયના એક દેશની વૃત્તિ એ અર્થ થાય છે. આ પ્રમાણે સ્કન્ધામક પ્રદેશ તેને સ્કંધ છે, કેમકે સ્કંધ-દ્રવ્યની અનંતતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org