SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જીવ-અધિકાર [ પ્રથમ શબ્દ અને અર્થ વચ્ચે નિયત સંબંધ માનનારાઓ આ નયને અનુસરે છે. જે જે ઘટ વગેરે સંજ્ઞા છે તે તે સંજ્ઞાને જ આ સમભિરૂહ અનુસરે છે, કેમકે તે સંજ્ઞાતરથી વિમુખ છે, અને તે જ સંજ્ઞા યથાર્થ છે. આનું કારણ એ છે કે ઘટાદિ સંજ્ઞા કુટાદિરૂપ સંજ્ઞાંતરના અર્થમાં વિમુખ હેવાથી “ઘટ” શબ્દથી જે અર્થ વાચ્ય છે, તે અર્થ કુટ, કુંભ વગેરે શબ્દથી વાચ્ય નથી. જે ઘટાદિ વસ્તુને મુરાદિ વસ્તુમાં સંક્રમ થાય તો સંકરાદિ દેશે ઉદ્દભવે. જેમકે ઘટાદિ અર્થમાં પટાદિ અર્થને પણ સંક્રમ થતાં આ ઘટ છે કે પટાદિ વસ્તુ છે એ સંશય થાય અથવા ઘટાદિમાં પટાદિને નિશ્ચય થવાથી વિપર્યય થાય અથવા પટાદિકમાં ઘટાદિને નિશ્ચય થવાથી ઘટ-પટાદિ અર્થની ભિન્નતા ઊડી જઈ તેની એકતા થઈ જાય અને મેચકમણિની પેઠે ઘટે, ૫વગેરે પદાથેની સંકીર્ણતા થાય સમભિરૂની માન્યતા એવી છે કે ઘટ, કુટ, કુંભ, કળશ વગેરે શબ્દો પટ, સ્તંભ ઇત્યાદિની જેમ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ-નિમિત્તવાળા હોવાથી તે ભિન્ન ભિન્ન અર્થના વાચક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ વાચક શબ્દના ભેદથી ઘટ, પટ, સ્તંભ વગેરે શબ્દોથી વાચ્ચ ઘટાદિ પદાર્થો ભિન્ન છે તેમ ઘટ, કુટ વગેરેમાં વાચક શબ્દને ભેદ છે, માટે કુટ, કુ ભ, કળશને ઘટથી અભિન્ન ન ગણી શકાય, કેમકે એક અર્થમાં અનેક શબ્દની પ્રવૃત્તિ હોઈ શકે નહિ. ઘટ, કુટ ઈત્યાદિ શબ્દથી વાચ્ય અર્થોને ભેદ માનવો જોઈએ, કેમકે શું શબ્દ-નય ધ્વનિના ભેદને લીધે તો લિ વચન ઈત્યાદિને લઈને ભિન્ન એવા ઘટાદિ શબ્દોથી વાચ્ય અર્થોમાં ભેદ નથી માનતો કે? સમાસે પરત્વે સમભિરૂની માન્યતા ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાચેના દેશ-પ્રદેશની કલ્પનામાં આ નય ષષ્ઠી તપુરૂષ સમાસ માનતું નથી, પરંતુ કર્મધારય માને છે. કેઈકને કંઠ સમાસ ઘટે છે, પરંતુ રાજાને પુરુષ તે રાજપુરુષ એ પછી તપુરુષ સમાસ આ નયને માન્ય નથી. એવંભૂતનું લક્ષણ व्यञ्जनार्थविशेषान्वेषणपराध्यवसायविशेषरूपत्वम्, विशेषेण शब्दवाच्यार्थक्रियाग्राह्यध्यवसायविशेषरूपत्व, व्युत्पत्त्यर्थान्धयनियतार्थबोधकत्वाभ्युपगन्तृत्व वैवम्भूतस्य लक्षणम् । (६१) અર્થાત્ શબ્દના અર્થવિશેષને શોધવામાં તત્પર અધ્યવસાય “એવંભૂત” કહેવાય છે. ખાસ કરીને, શબ્દથી ઉદભવતા અર્થ પ્રમાણે ક્રિયા થતી હોય ત્યારે જ તે વસ્તુને તે શબ્દથી વ્યવહાર થઈ શકે એમ સ્વીકારનારા અધ્યવસાયને “એવંભૂત” કહેવામાં આવે છે. જેમકે શબ્દથી જે ગાય ગમનક્રિયા કરતી હોય તે જ ગાયને વ્યવહાર થઈ શકે, નહિ કે બીજી સૂતેલી કે બેઠેલી ગાયના, એમ આ નય માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy