SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા પેલો મનસુખ ને તે પણ આ તે કઈ સાધુના લેબાશમાં ઉપયોગથી પગલાં ભરતા મુનિરાજશ્રી હતા. કેટલાકની આંખોમાં હર્ષનાં આંસું આવ્યાં. કેટલાક તેમને વિમિત વદને નીહાળી જ રહ્યા. કેટલીક વૃદ્ધાઓ પોતાના ખોળામાં રમેલ મનસુખની આ દશા જોઈ ઉભી ઉભી આંસુ સારવા લાગી. કેઈ સ્ત્રીઓ તેને કુતૂહલતાથી અનિમેષ નયને નિરખી રહી હતી. આવી લોકદશાને નીહાળતા, ગુરુશ્રીની પાછળ નતવદને પગલાં ભરતા મુનિરાજ શ્રીમંગલવિજય ધીમે પગલે ચાલતા હતા. ધીરે ધીરે બધા ઉપાશ્રયમાં આવી પહોંચ્યા– ગુરુશ્રીએ છેડે ઉપદેશ આપે. એ સાંભળીને શ્રાવકે સહર્ષ વિખરાયા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ભિક્ષાની ઝોળી લઈ ગોચરી માટે એક અન્ય સાધુ સાથે નીકળી પડ્યા. પ્રત્યેક ગૃહસ્થ પિતાનું ઘરઆંગણું પવિત્ર કરવાને વિનવી રહ્યો હતે. મુનિરાજશ્રી દરેકને ત્યાંથી થોડું થોડું લેતા આગળ વધ્યા. એમ કરતાં કરતાં પોતાનું પૂર્વનું ઘરઆંગણું આવ્યું. તેમની આંખેની સામે સીનેમાના પટ પર ફરતાં દશ્યની માફક પિતાની પૂર્વાવસ્થા યાદ આવવા લાગી. આ એ જ ઘર જેમાં મનસુખ રહેતા હતે, રમતા હતા. આ તે જ ઘર જેમાં હમેશાં કલકલ ઇવનિ થઈ રહેતું હતું, જેમાં આજે એક બે માણસે સિવાય કેઈ ને તું. ઘર શાન્તિનું સામ્રાજ્ય છવાએલું હતું. આ તે જ પાડોશ જ્યાં બે ચાર ડાહ્યા અને આનંદી વૃદ્ધ રહેતા હતા. અરેરે ! તેઓ પણ કાલના ચક્રમાં છૂપાઈ ગયા હતા. આ જ પાડોશનાં ઘર જ્યાંની ગૃહદેવીઓ અમૂલ્ય શણગાર સજી ફરતી હતી, આજે તેમની કેટલીકના શરીર પર એક લાલ વસ્ત્ર સિવાય કાંઈ ને'તું. સુંદર વૃક્ષે જ્યાં મનસુખ રમતે તેમાંના કેટલાંક આજે કરમાઈ ગયાં હતાં. કેટલાંક મકાને જે માનથી પૂર્ણ રહેતાં ત્યાં સંભાળ રાખવા માટે નિજીવ તાળાં સિવાય કેઈ ને તું. ક્રૂર સંસાર ! ખરેખર સંસારમાં કેણ અચલિત અને અદુઃખી રહ્યું છે જે આજે કુદે છે તે કાલે માટીમાં મળે છે. આજે રાજા થઈને મેજ કરે છે, કાલે તે રસ્તા પર ટુકડા માગનાર ભીખારી બને છે. ખરેખર સંસારમાં ધર્મ સિવાય કોઈ અચલિત રહ્યું જ નથી, મુનિરાજશ્રી આ બધા વિચારમાં ડૂખ્યા હતા. તેમની દશા એક કવિ એ કહ્યું છે તેવી જ હતી કે– વ શાક, થંભ્ય મુજ ગાન, જ્ઞાન આ એક જ રે. વિના ધર્મ, નવલ, આ સ્થાન ચલિત સૌ એક જ રે. મુનિરાજ વૈરાગ્યની ભાવનાને પ્રદીત કરતા આગળ વધ્યા. એમને એમનાં બાલ્યાવસ્થાનાં સુખ ન સાંભર્યા પણ એમને તે બધે સંસારની નશ્વરતા જ ભાસી ગામમાં ત્રણ વર્ષ જેવા શેડ સમયમાં થયેલું પરિવર્તન નીહાળતા પાછા ફર્યા. ખરેખર! સંસારનાં ચક્રો હમેશાં ગતિશીળ જ રહે છે, એના સુખદુખના પાટા પ્રત્યેક ઉપર ફરી જાય છે. આમ મુનિરાજશ્રી ચાર દિવસ ત્યાં રહ્યા. શ્રાવકેને તથા અન્ય પ્રજાને સારે ઉપદેશ આપે. બધા આનંદિત થયા, ચોથા દિવસની ઉષા પ્રગટી અને વતન તેમજ વતનવાસીઓને છોડી એ વિદ્યારસિક મુનિરાજ ગુરુશ્રીની સાથે “કાશી” જવાના પંથમાં આગળ વધ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy