SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મંગલ જીવન કથા શકાય? છતાં અત્યારે કહેવું એ વિષયાન્તર થશે કે પુણ્યક વિજયધર્મસૂરિજી જેવા બાહોશ, ત્યાગી અને સાધુપુંગવ માટે શું કઠિન હતું? એમણે એ કઠિનતાને કેમ નષ્ટ કરીને જૈન ધર્મને અંડે ત્યાં ફરકાવ્યો એ તેમના જીવનના પાઠકને સુવિદિત જ છે. અસ્તુ મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે એ વિચાર પેદા થયો-પકવ થયો અને જવા માટે નિશ્ચય પણ થઈ ગયે. બધી તૈયારીઓ બાદ ચોમાસું પૂર્ણ થયે જવાને ઈરાદે પાકે થયે. આ માસું આપણું મુનિરાજે પુનઃ “વીરમગામમાં કર્યું. ગુરુશ્રી “માંડલમાં ચાતુર્માસ રહ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજી ચોમાસું પૂર્ણ થવાની કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. તેમને બધા માસાં કરતાં આ ચોમાસાના દિવસે વધારે લાંબા લાગ્યા. પણ આખરે તે પણ પૂરા થયા જ, પછી બધાએ ભેગા થઈને “કાશી” પ્રતિ પ્રયાણ કર્યું. લાંબી મુસાફરી અને મહાકીતિને આ રીતે પ્રારંભ થયે " जिनकी नोवतकी सदासे गुंजते थे आसमां दमबखुद है मकबरों में हुं न हां कुछ भी नहीं। जिनके महलों में हजारों रंगके फानुस थे झाड उनकी कब्र पर है और निशां कुछ भी नहीं ॥" એ જ લીંચ ગામ–મુનિરાજ શ્રીમંગલવિજયજીની જન્મભૂમિ અને ત્યાંના થોડા ફેરફાર સિવાયના એ જ શ્રાવકે. તેઓએ સાંભળ્યું કે મુનિરાજશ્રી કાશી” તરફ ભણવા જાય છે. તેઓ વિચારવા લાગ્યા – “અરે રે ! બાપ કાશી ! ત્યાં તે કેમ જવાય? રસ્તામાં જગલે આવે, વાઘ, સિંહે ફરતા હય, નદીઓ આવે ત્યાં જવાય?” બધા આમ વિચારવા લાગ્યા, કારણ કે કઈ “કાશી” ભણવા જાય છે એમ ફક્ત જ્યારે ગામમાં કેઈ બ્રાહ્મણના પુત્રને જનોઈ આપવાની હોય છે ત્યારે જ્યારે તે પોતે કચ્છ ભીડ અને દંડ લઈ કાશી ભણવા જાય છે એમ કહી ડે છે અને તેને માટે તેની પાછળ દે તેને પકડે છે અને ઘેર લાવી બેસાડી દે છે, બસ આ અભિનય તેઓએ જે હતું અને કાશીએ ભણવા જાય છે એ શબ્દ ત્યારે સાંભળેલ. અને આ તે સાક્ષાત્ “કાશી” તરફ જાય છે એટલે એમ સાંભળતાં આશ્ચય તો જરૂર થાય જ. છતાં તેઓ તેમને સમજાવવા યા એક વખત તે પ્રદેશ તરફ જતાં પિતાના વતનને તે દર્શનનો લાભ આપતા જાય, એ બહાને મુનિરાજશ્રી પાસે ગયા અને વિનતિ કરી. ગુરુભક્ત મુનિરાજ શ્રીમંગલવિજયજીએ તે કહ્યું કે “ભાઈ ! ગુરુશ્રી પાસે જાઓ તેમની જે આજ્ઞા થશે તે માટે માન્ય છે. ” સમય ગુરુશ્રીએ હા પાડી. શ્રાવકેન આનંદસાગર ઉલસ્પે. કેટલાએક તેમની સાથે રહ્યા અને કેટલાક ઘેર ખુશ ખબર આપવા પહોંચી ગયા. શ્રાવકના આનંદનો દિવસ આવ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજીએ પિતાના વતનમાં ગુરુદેવ સાથે પ્રવેશ કર્યો. આખું ગામ પેલા મનસુખને જેવા ઉલટયું. પણ તેઓ નિહાળે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy