SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા તાઓ. નીચે પગ ખુલ્લા, ઉપર માથું ખુલ્યું. સળગતે સૂરજ હોય કે કડકડતી ઠંડ હાય, વરસતો વરસાદ હોય કે ગાઢ ધૂમસ હેય, એ બધાને એમને તે કેઈના પણ સહારા વગર કેવળ પિતાના શરીરથી મુકાબલે કરવાને. સૈનિકની પેઠે પિતાને ઉપયોગી વસ્તુઓ પિતાના શરીર પર લટકાવી વિહાર કરવાને. એમને ઘર નહિ કે બહાર નહિ, આશ્રમ નહિ કે ઉપાશ્રય નહિ. કેઈ સગુંવહાલું એ નહિ. એમને ચોમાસા કે જ્યારે છત્પતિ અમર્યાદિત થાય છે, એ સિવાય આઠ મહિના બધે. ભ્રમણ કરતા રહેવાનું. પિતાને એઓ સ્પર્શ પણ કરી ન શકે અને કઈ પણ જાતના વાહનમાં એઓ બેસી ન શકે. હાથમાં એક દંડ અને શિર પર એક ધમની આજ્ઞા. બધાએ દેશ એમને મન સરખા. ઠેર ઠેર ઉપદેશ દેવાના અને સાથે સાધુધર્મની આવશ્યક ક્રિયાઓ નિત્ય કરવાની. આવી સાચી સાધુતામાં મુનિરાજ શ્રીમંગલવિજયજીએ પિતાનાં પગરણ માંડ્યાં હતા. તેઓ ગુજરાતમાં આઠ માસ ભમ્યા અને ચાતુર્માસ આવતાં “વિરમગામમાં જઈ ત્યાં ચાર માસ માટે રહ્યા. ત્યાં લેકને સદુપદેશ આપીને ધમક્રિયાઓમાં રસ લેતા કરીને સમય સંપૂર્ણ થયે તેઓ ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. ભ્રમણ કરતાં કરતાં તેઓશ્રી “ભાયણનામના સુંદર તીર્થમાં આવ્યા. મુનિરાજ શ્રીમંગલવિજયજીની ભણવાની ઈચ્છા જે ઘણા વખતથી સંગે પ્રતિકૂળ હેવાથી દબાએલી પડી હતી તે સાધુત્વની સ્વીકૃતિની સાથે પુનર્જન્મ પામી હતી. તેમને વિચાર હતું કે “આ બહાળું સંસ્કૃત સાહિત્ય જેમાં પ્રત્યેક વિષયના ઉચ્ચ કેટીના ગ્રંથ છે તે ભાષા હું ભણું અને એ ગ્રંથને હું વાંચું. તેમાં થતાં ધર્મગ્રંથ જેમાંને ઘણે ભાગ સંસ્કૃતમાં તથા પ્રાકૃતમાં છે તે પણ સાથે જોવાઈ જશે. અને વિશેષ શક્તિ હશે તે એને ગુજરાતીમાં ઉતારી ગુર્જર પ્રજા સમક્ષ મૂકીશ.” આ વિચાર તેઓશ્રીએ ગુરુદેવ શ્રીવિજયધર્મસૂરિજીને જણાવ્યું. સૂરિજીએ તરત જ તેમની ઊંડી ઇચ્છા વિદ્યા પ્રત્યેના પ્રેમની જાણી લીધી. તેમને એક પંડિત, શ્રાવક દ્વારા બોલાવી દીધા. પણ હજી કંઈક મુનિરાજ શ્રીમંગલવિજયજીના નિમિત્તે વધારે પુણ્યકાર્ય થવાનું હશે કે જેથી થોડા વખતમાં તેમને તે પંડિત મહાશયને પ્રતિકૂલ અનુભવ થશે અને તેમને ત્યાગ કરે. પડ, યદ્યપિ આમ પંડિતના ત્યાગથી તેમની વિદ્યાવૃત્તિને સખ્ત દુઃખ થયું પણ તેઓ મજબૂર હતા. છતાં– * જે થાય છે તે સારા માટે. ” આ તાજા અનુભવથી શ્રીવિજયધર્મસૂરિજીને વિચાર જૈન પંડિતે તૈયાર કરવા માટે થયે તેવા અકાટય વિદ્વાને “કાશી –બનારસ' જેવા વિદ્યાક્ષેત્રમાં જ થઈ શકે માટે ત્યાં જઈ શાલા યા સંસ્થા સ્થાપી સાધુઓને તથા જૈન સંતાનને ભણાવવા. યદ્યપિ તે ક્ષેત્રમાં જવું, ત્યાં જઈ શેડો વખત પણ સ્થિરતા કરવી, જ્યાં– " हस्तिना ताड्यमानोऽपि न गच्छेद् जैनमन्दिरम् ।" –આવી ભીષણ ભાવના બહુલતાથી ફેલાએલ હેય, ત્યાં વિદ્યાભ્યાસનું સ્થાન કેમ સ્થાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy