SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા એ અનેક જ વડે રાહ જોવાઈ રહેલી અને મનસુખની પ્રિય “આવતી કાલ” “આજ માં પલટાઈ ગઈ. સવારથી ખૂબ ધામધુમ મચી. પ્રત્યેક પિતે તેમાં કંઈને કંઈને ભાગ લઈને ભાગ્યશાલી થવા મથતો હોય તેમ દેખાતું હતું. થી વાર પછી વરાડે ચઢ. મનસુખને બધાએ એક સુંદર શણગારેલ ગાધમાં બેસાડશે. અને પિતાને પ્રિય લાગતાં બધાં ઘરેણાં એને પહેરાવ્યાં. મનસુખે બધાને પ્રિય લાગતું બધું થવા દીધું. એ સમજતો હતો કે આ બિચારા સમજતા નથી કે જે સર્વસ્વ ત્યાગની અણી પર આવી પહોંચે છે અને આ ઘરેણાં શાં ? અને આ ભપકા શાર છતાં તેણે કેઈને રોક્યા નહિ-થવા દીધું. બધું શાન્ત અને નીરાગ નજરે નીહાળ્યા કર્યું. વરઘેડે ચાલ્ય-વાજાં વાગ્યાં–ગીત ગવાયાં–સ્થલે સ્થલે વધામણાં થયાં અને વરઘોડો સમાપ્ત થયે. દીક્ષાની ક્રિયા શરૂ થઈ અને થી વારમાં પૂરી પણ થઈ. થોડા વખત પહેલાંને અપટુડે, કપડામાં ઉભેલા મનસુખ, બે કપડામાં વીંટળાએ સાધુ થયે. સુંદર વાળાના સ્થાને વાળ વિનાનું મસ્તક ચમકારા કરવા માંડ્યું. આજે મનસુખની ઈચ્છા પૂરી થઈ. એને લાગ્યું કે જીવનના ધ્યેયને પહોંચવાને સીધે રસ્તે હાથમાં આવી ગયા છે. હવે તે માર્ગે પ્રયાણ કરવાની જ વાર છે. મનસુખે ભાઈભાંડુ અને કુટુંબ પરની મોહમાયા ઉતારી. નાના સમુદાય સાથેનું સગપણ છે વિશ્વ સાથે સગપણ બાંધ્યું. હવે અમારે પ્રિય મનસુખ, મનસુખ મટી, ‘મુનિરાજ શ્રીમંગલવિજયજી” બન્યા-વહાલા વાચક! મારા, તારા અને જગથી પૂજ્ય એવા તેઓ અકિંચન સાધુ થયા. વંદન છે એ ત્યાગને ! વિદ્યાભ્યાસની ઉત્ક૭ ને નિશ્ચય " रम्यं हHतलं न किं वसतये ? श्राव्यं न गेयादिकम् ? किं वा प्राणसमासमागममुखं नैवाधिकं प्रीतये । किन्तु भ्रान्तपतत्पतङ्गपवनव्यालोलदीपाकुरच्छायाचञ्चलमाकलय्य सकलं सन्तो वनान्तं गताः॥" –વૈરાગ્યશતક શ્લો૦ ૮૦ વિદ્યા વિનાનું જીવન, જીવન વિનાના શરીર બરાબર છે. પ્યારા વાચકે! આપણે પેલે ઓળખીતે મનસુખ-ના, ના, હવે તે મુનિરાજ શ્રીમંગલવિજયજી પોતાના સાધુ-જીવનની કઠોર નિયમાવલીઓને સાનંદ પાળતા પિતાને સમય ગુરુસેવાની અંદર વ્યતીત કરવા લાગ્યા. સંસારીઓની જંજાળમાંથી હવે તેઓ સાધુજીવનની મીઠી શાન્તિ અનુભવતા હતા. તપશ્ચર્યા અને ભક્તિ તેમણે જેટલી બની શકે તેટલી શરૂ કરી દીધી હતી. પ્રથમ ચાતુર્માસ તે તેમણે “મહુવામાં જ કર્યું. પછી ગુજરાતમાં બધે બ્રમણ કરવા માંડયું. પણ એ ભ્રમણ ગાઈ કે ઘોડા ઉપર બેસીને નતું. આ તે જૈન ધર્મના સાધુ. એઓ તો કાંચન, કામિનીને સર્વથા ત્યાગી, બે કે ત્રણ કપડાના ટુકડા એમના શરીરને ઢાંકે. એક યા બે કપડાં એમની શય્યા માટે રહે. એમને આહાર ઘેરઘેરથી માગીને લાવેલી ભિક્ષા અને તેમાં પણ અમુક પ્રકારની નિષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy