SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા ૯ નેહવશ સગાઓ એકદમ કેમ હા પાડે ? પણ જ્યારે તેમને સ્પષ્ટ જણાયું કે મનસુખનું હૃદય હવે વધારે દુઃખી થાય છે અને એને હવે આ સંસારના રગડામાં પડવાનું જરા પણ મન નથી ત્યારે તેઓએ રજા આપી અને કહ્યું કે “ભાઈ ! જજો, શક્તિ વિચારીને કામ કરે છે, પણ હમણાં શેડ વખત રોકાઈ જાઓ.” થોડા સમય પછી પિતે દીક્ષા લેવા જશે એમ નક્કી થયું. એથી મનસુખનું હૃદય આનંદથી ઉભરાયું. સ્નેહીઓએ અને સગાંઓએ હવે મનમુખ દીક્ષા લેવા જાય છે એમ સમજી તેને અનેક પ્રકારનાં આનંદ તથા ભેજન આપવા માંડયાં. પણ આ બધાની વચ્ચે સ્થિર ચિત્તે મનસુખ નિલેપ ઉભો રહ્યા અને શાન્તિની નજરે બધુ નિહાળી રહ્યો. દીક્ષા – એ ઝવૈત, સૈવાનુબજ मनुष्यत्वं मुमुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥" એ ૧૫૬ ના વૈશાખ માસની પંચમીની રમણીય સવાર હતી. “મહુવા ગામ આજે શણગારાયું હતું. શ્રાવકે બહુ ઉત્સાહ પૂર્વક ચિતરફ તૈયારીઓ કરતા દેખાતા હતા. રસ્તાઓ ઉપર પતાકા અને ઝંડાઓ બાંધવામાં આવતા હતા. જૈન પૈસાદાર પિતાનાં મકાનની આગળનો ભાગ સાફ કરાવી પાણી છટાવી સુંદર બનાવતા હતા વૈશાખના તાપથી બચવા, ઉપર મનહર ચાનીઓ બંધાવતા હતા. ચિતરફ જૈનોના ઘરેઘરમાં આનંદ ઉભરાતે દેખાતું હતું. જૈન ઉપાશ્રય તેમ જૈન મંદિર પણ શણગારવામાં આવ્યાં હતાં, વાજીબેના ના કર્ણાચર થતા હતા. આ બધું જોતાં એમ ભાસતું હતું કે જાણે કઈ તાલેવંતની પુત્રીના લગ્નને ઉત્સવ હશે અને આજ કાલમાં જાન આવવાની હશે, જેથી આ બધી તૈયારીઓ થતી હશે. પણ વહાલા વાચક! તપાસ કરતાં વાસ્તવિકતા તે બીજી જ જણાઈ. લગ્ન તે હતું જ પણ સંસારની વિલાસવાસના અને વૈભવનું નહિ. ત્યારે? સંસારથી પર મુક્તિની સાધનાનાં, સમ્યક્ત્વ-પ્રાપ્તિનાં ને સમાધિનાં એ લગ્ન હતાં. લગ્ન કરનાર વિશ્વની ચળ લહમીને માલીક કહેવાતે તાલેવંત નહે તે પણ મોક્ષની અખૂટ અને અવિચળ લક્ષ્મીને માલીક બનવા માંગનાર હદયની વાસનાને માલીક-સાચો તાલેવંત, એક નવજુવાન હતો. એની જાનમાં આવેલાનાં હદ સંસારનાં ક્ષણિક સુખો ભેગવવા ચા એશઆરામ કરવા આવેલાં ન'તાં પણ તપ અને ત્યાગની પાછળ અનુમોદન કરનારાં ભક્તિભીનાં હદયે હતાં. સંક્ષેપમાં વહાલા વાચક! આ લગ્ન નેતા, પરંતુ દીક્ષા હતી. આવતી કાલે શ્રી વિજયધમસૂરિજીની પાસે એક નવજુવાન દીક્ષા લેનાર હતે. એના ઉત્સવની જેન સંઘે કરેલી આ તૈયારીઓ હતી. અને વાચક ! તે નવયુવાન કઈ બીજો નહતો પણ આપણે ઓળખીતે પેલો મનસુખ જ હતું. એ ઘરથી રજા લઈ ગુરુશ્રીના ચરણોમાં હાજર થયા હતા અને આવતી કાલે એ સામાન્ય વાસના ભૂખે માનવ મટી શાન્ત અને વિરાગી સાધુ થવાને હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy