SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. सङ्ग्रहप्रवणत्वं नाम तन्नियतबुद्धिव्यपदेशजनकत्वम् , सङगृहीतपिण्डितार्थाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वं वा । (५५) तत्र सङ्ग्रहीतं सामान्याभिमुखग्रहणगृहोतं महासामान्यं वा; पिण्डितं विवक्षितैकजात्युपरागेण प्रतिपिपादयिषितं सामान्यविशेषरूपस्वं वेत्यर्थः। અર્થાત “સંગ્રહપ્રવણતા થી તેને વિષે મુકરર બુદ્ધિનો ઉત્પાદ અથવા તે સંગૃહીત પિહિત અર્થને સ્વીકારમાં તત્પર અધ્યવસાયવિશેષ સમજ. તેમાં “સંગૃહીત એટલે સામાન્યને અભિમુખ ગ્રહણથી ગ્રહણ કરાયેલું છે અથવા મહાસામાન્ય; અને “પિડિત” એટલે અપેક્ષિત એક જાતિના આવરણ પૂર્વકનું પ્રતિપાદન અથવા સામાન્ય અને વિશેષરૂપતા. સંગ્રહનય વિશેષ ધર્મોની આકાંક્ષા બોર્ડ દઈને સામાન્યરૂપે વિશ્વને જુએ છે. સામાન્ય પ્રકારે વસ્તુઓને એકત્રિત કરી આ નય કથન કરે છે. જેમકે બધા શરીરમાં એક જ આત્મા છે પરંતુ કહેવાની મતલબ એ છે કે પ્રત્યેક શરીરમાં આત્મા જૂદે તેવા છતાં તે આત્માઓમાં સમાનતા રહેલી હેવાથી તે સમાનતાને ઉદેશીને આ કથન કરવામાં આવ્યું છે. સાંખ્ય અને અદ્વૈતવાદીઓના હાથમાં આ નય જતાં તે દુનય બને છે સંગ્રહ નયના બે ભેદ– આ નયના (૧) સામાન્ય-સંગ્રહ અને (૨) વિશેષ–સંગ્રહ એમ બે ભેદ પડે છે એટલું જ નહિ. કિન્તુ (૧) પર-સંગ્રહ અને (૨) અપર–સંગ્રહ એમ પણ સામાન્ય-સંગ્રહાદિનાં એના બે પ્રકારે પડે છે. તેમાં ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યે અવિઉદાહરણે રાધી છે–પરસ્પર વિરેાધ રહિત છે એ સામાન્ય-સંગ્રહનું ઉદાહરણ છે (આ કથન યુક્તિસંગત છે, કેમકે એક દ્રવ્યના સર્ભાવમાં છએ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે ). સર્વે જીવે પરસ્પર વિરેાધરહિત છે એ વિશેષ-સંગ્રહનું દષ્ટાન્ત છે. ( આ કથન પણ સયુક્તિક છે, કારણ કે જોકે સંસારી અને મુક્ત એમ જીવના બે મુખ્ય ભેદે અને સંસારીના દેવ, નારક, તિર્યંચ અને માનવ એમ ચાર ભેદે, તેમાં વળી તિર્યંચના ઈન્દ્રિયોની અપેક્ષાએ પાંચ ભેદ હોવાથી જી સભેદ છે-ભિન્ન છે, છતાં સમગ્ર જીવેમાં ચૈતન્ય હોવાથી-સર્વે છ ચાર ભાવ-પ્રાણને ધારણ કરતા હોવાથી તેઓ પરસ્પર અવિરોધી છે). આથી એ ફલિત થાય છે કે સમસ્ત વિશેષથી રહિત અને સત્ત્વ, દ્રવ્યત્વ ઈત્યાદિને ગ્રહણ કરવાના સ્વભાવવાળા સામાન્ય-માત્રને ગ્રહણ કરનારો પરામર્શ સંગ્રહ છે. તેવી રીતે એકીભાવથી પિદ્ધભૂત વિશેષ રાશિને ગ્રહણ કરનારે અર્થાત પિતાની જાતિથી જે દષ્ટ તથા ઈષ્ટ છે એ દ્વારા સંપૂર્ણ વિશેષને એક રૂપથી ગ્રહણ કરનાર પરામર્શ સંગ્રહ છે. આના પરસંગ્રહાદિ ભેદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy