SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્તત દર્શન દીપિકા. વ્યવહાર નયમાં સમાવેશ થાય છે એ વાતને તત્ત્વાર્થાધિ (અ. ૧, સુઇ ૩૫)માં આપેલા નીચે મુજબના વ્યવહાર નયના લક્ષણથી પુષ્ટિ મળે છે. " समुदायव्यक्ताकृतिसत्तासज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ॥ ३ ॥" વિશેષમાં નયના ભેદોને જો ઉપનયો માનવામાં આવે તે પ્રમાણુના ભેદને ઉપપ્રમાણુની સંજ્ઞા આપવાને પ્રસંગે ઉપસ્થિત થશે. અર્થાત “ઘgવ્યવસાપ જ્ઞાન પ્રમા” એ લક્ષણવાળા અને જીવના વિશિષ્ટ ગુણ તરીકે સુપ્રસિદ્ધ જ્ઞાનરૂપ પ્રમાણુના એક દેશ તરીકે જે મતિજ્ઞાનાદિ છે અને વળી આ મતિજ્ઞાનના એક દેશરૂપ જે અવગ્રહાદિ છે તેને ઉપપ્રમાણુ કહેવાં પડશે. પર્યાયાર્થિક નયના છ પ્રકારે (૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– આ નયના ઉદાહરણ તરીકે મેરુ પર્વત, રત્નપ્રભા વગેરે પૃથ્વીઓનો નિર્દેશ થઈ શકે તેમ છે. કેમકે આના પુદગલમાં અન્ય સંક્રમ થયે અને થાય છે, પરંતુ તેનું સંસ્થાન શાશ્વત રહ્યું છે અને રહેશે. કહેવાનું તાત્પર્ય એ છે કે મેરુ પર્વત પુગલ-સ્કંધરૂપ હોવાથી પુદ્દગલના સ્વભાવ અનુસાર પ્રતિસમય એના પરમાણુઓમાં પરિવર્તન થાય છે-કેટલાક ખરે છે અને કેટલાક મળે છે, પરંતુ સ્કંધ તો જેવો ને તે જ કાયમ રહે છે. આ દષ્ટાંતમાંને મેરુ પર્વત પુદગલને પર્યાય છે અને તે કેવળ પુદગલને જ બનેલો છે, વાસ્તુ એ શુદ્ધ પર્યાય કહેવાય છે. વળી મેરુ પર્વતરૂપ દ્રવ્ય અનાદિ કાળથી છે-શાશ્વત છે. આથી એને અનાદિ નિત્ય શુદ્ધ પર્યાય કહી શકાય છે. (૨) સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– જેમ દેવ, માનવ વગેરે જીવના પર્યાય છે, તેમ સિદ્ધ પણ જીવને પર્યાય છે. સર્વ કર્માને ક્ષય થતાં આ પર્યાય ઉદભવે છે એટલે એની આદિ છે. આને કદી નાશ થનાર નથી એટલે એ નિત્ય છે. વળી આ પર્યાય જીવને જ બનેલો છે, એમાં કે અન્ય પદાર્થનું મિશ્રણ નથી, એથી એ શુદ્ધ છે. આ પ્રમાણે જીવને સિદ્ધરૂપ પર્યાય સાદિ, નિત્ય અને શુદ્ધ ઠર્યો. ૧ સરખા દ્રવ્યાનુયોગ (પૃ૦ ૨૩૭ )ગત નિમ્નલિખિત પદ્યઃ “ કવઠ્ઠ ગુણો વિશેષ, નં માતર સુતઃ | ज्ञानं हि मिथ्यात्वतमोविनाशे, भानुः कृशानुः पृथुकर्मकक्षे ॥ ८ ॥" ૨ નયપ્રદીપના ૦૯ પત્રમાં પર્યાયની વ્યુત્પત્તિ નીચે મુજબ આપી છે – જુતિ–૩રપ૬૫-૩vfz fift g srcrafa Tu : ! ” ૩ સંસારી જીવ આત્મા અને પુદગલરૂપ કમને પર્યાય છે. અર્થાત બેને યોગ થતાં આ પર્યાય ઉદ્દભવે છે, વાતે એ અશુદ્ધ પર્યાય છે. એ ઉપરથી પણું શુદ્ધ પર્યાયનો અર્થ સમજાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy